અમદાવાદ: ખાનગી કોવિડ હૉસ્પિટલોને ઓક્સિજન, રેમડેસિવીર ન અપાતા AHNAના સેક્રેટરીએ રાજીનામું આપ્યું

અમદાવાદ: ખાનગી કોવિડ હૉસ્પિટલોને ઓક્સિજન, રેમડેસિવીર ન અપાતા AHNAના સેક્રેટરીએ રાજીનામું આપ્યું
ફાઇલ તસવીર

રાજ્યમાં રેમડેસિવીર ઇન્જેક્શન મામલે ગુજરાત હાઈકોર્ટે પણ સરકારને ફટકાર લગાવી હતી.

 • Share this:
  રાજ્યમાં (Gujarat) કોરોના મહામારીનો (corona pandemic) કહેર ચાલી રહ્યો છે. ત્યારે ખાનગી કોવિડ હોસ્પિટલોને (private Covid Hospital) રેમડેસિવીર ઇન્જેક્શનો (remdesivir Injection) અને ઓક્સિજન (oxygen) મળવામાં મુશ્કેલી પડી રહી છે. જેના કારણે અનેક દર્દીઓ તથા તેમના પરિવારને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આને કારણે હોમ આઈસોલેશનનાં દર્દીઓને પણ તકલીફ પડી રહી છે. ત્યાકે આ મુશ્કેલીઓ માટે સતત અવાજ ઉઠાવવા છતાં કોઈ નિરાકરણ ન આવતા અંતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હૉસ્પિટલ એન્ડ નર્સિંગ એસોસિએશન (આહના-AHNA)સેક્રેટરી પદેથી ડૉક્ટર વીરેન શાહે (Dr. Viren Shah) રાજીનામું આપી દીધું છે.

  વારંવાર રજૂઆત છતાં સંતોષકારક જવાબ ન મળતા રાજીનામું આપ્યું  અમદાવાદ હૉસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિયેશનના પ્રશ્નોને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનથી લઈ સરકાર સુધી સતત તેઓ રજુઆત કરતા હતા. મંગળવારે રિવરફ્રન્ટ હાઉસ ખાતે મ્યુનિસિપલ કમિશનરને આહનાને થઈ રહેલી મુશ્કેલીઓ અંગે રજુઆત કરવા ગયેલા આહનાના ડેલીગેશનમાં પણ તેઓ સામેલ હતા. ખાનગી કોવિડ હૉસ્પિટલમાં હાલ સર્જાઈ રહેલી ઓક્સિજનની ઉણપ, રેમડેસીવીર ઇન્જેક્શન મામલે તંત્ર તરફથી સંતોષકારક જવાબ ના મળતા આખરે કંટાળીને ડોક્ટર વીરેન શાહે રાજીનામુ આપી દીધું છે. સતત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જુદા જુદા મુદ્દે ડોક્ટરોને દોષી ઠેરવવામાં આવતા હોવાથી પણ ડોકટર વીરેન શાહ નારાજ હતા.  'પ્રશ્નોનું નિરાકરણ ન આવતા છેલ્લે રાજીનામું આપ્યું છે'

  આ અંગે વીરેન્દ્ર શાહે જણાવ્યું હતું કે, વારંવાર આ મામલે રજૂઆત કરવા છતાં કોવિડ હૉસ્પિટલોને થતી મુશ્કેલીઓ મામલે સમાધાન કરવામાં આવતું ન હોતું. અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશન પ્રશ્નોને લઇને અમદાવાદ મહાનગરપાલિકાથી માંડીને સરકાર સુધી સતત રજૂઆત કરતા હતા. મંગળવારે પણ રિવરફ્રન્ટ હાઉસમાં યોજાયેલી બેઠકમાં હાજર રહી મ્યુનિસિપલ કમિશનરને મુશ્કેલીઓ અંગે રજૂઆત કરી હતી. તે છતાં આવા કોઈ પ્રશ્નોનું નિરાકરણ ન આવતા છેલ્લે રાજીનામું આપ્યું છે.

  રાજ્યમાં રેમડેસિવીર ઇન્જેક્શન મામલે ગુજરાત હાઈકોર્ટે પણ સરકારને ફટકાર લગાવી હતી. સરકાર પૂરતો જથ્થો હોવાનું જણાવી હૉસ્પિટલમાં દાખલ ઉપરાંત હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓને પણ ઇન્જેક્શન આપવાની વ્યવસ્થા ગોઠવી હોવાની મોટા દાવા કરે છે. પરંતુ હૉસ્પિટલમાં દાખલ હોય એવા દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શન હજી મળી રહ્યાં નથી.તો હોમ આઇસોલેશનની તો વાત જ દૂરની છે.
  Published by:Kaushal Pancholi
  First published:April 21, 2021, 07:50 am

  ટૉપ ન્યૂઝ