ગુજરાત HCની ટકરો બાદ AMC 42 ખાનગી કોવિડ હોસ્પિટલ ઉપર રાખશે બાજ નજર, બે IAS અધિકારી મેદાનમાં

News18 Gujarati
Updated: May 29, 2020, 11:45 PM IST
ગુજરાત HCની ટકરો બાદ AMC 42 ખાનગી કોવિડ હોસ્પિટલ ઉપર રાખશે બાજ નજર, બે IAS અધિકારી મેદાનમાં
ફાઈલ તસવીર

એએમસીદ્વારા શહેરની કોવિડ-19 માટે ડેઝીગ્નેટેડ કરેલી ૪૨ ખાનગી હોસ્પિટલની કામગીરી પર નજર રાખવા તેમજ ચાર્જ પર અંકુશ મુકવા માટે હોસ્પિટલ દીઠ એકઅધિકારીની નિમણૂક કરી છે.

  • Share this:
અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Amdavad municipal corporation) દ્વારા કોરોના વાયરસ સંક્રમણના પગલે શહેરની 42 ખાનગી હોસ્પિટલ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ તરીકેજાહેર કરવામાં આવી હતી. પરંતુ ખાનગી હોસ્પિટલમા (covid-19 hospital) ક્યા દર્દીઓ જશે અને કેટલાતો ચાર્જ વસુલ કરાશે તે મુદ્દે વખતો વખત વિવાદઉભો થયો હતો . અને આખરે કોર્ટના આદેશ બાદ હોસ્પિટલ દ્વારા એક ભાવ નક્કી કરવાની ફરજ પડી હતી. ત્યારે ફરી એકવાર એએમસી (AMC) દ્વારા આ 42 ખાનગી હોસ્પિટલ પર અંકુશ રાખવા અને તેમની સારવારનું મોનિટરીંગ કરવા માટે કમિશનર મુકેશ કુમારે પરિપત્ર જાહેર કરી 42 હોસ્પિટલ દીઠ એક આસિ કમિશનરની નિમણૂક કરી છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ કોરોના અને કાળઝાળ ગરમી વચ્ચે કાંકરિયા ઝૂના પ્રાણીઓની આવી રીતે રખાય છે કાળજી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જૂદા જૂદા વોર્ડમાં આવેલા કોવિડ -19 માટેની ખાનગી હોસ્પિટલમા દાખલ દર્દીઓના મદદ માટે હેલ્પડેસ્ક શરૂ કરવા કમિશનર મુકેશ કુમારે આદેશ કર્યો છે. ઝોન વાઇઝ ડેપ્યુટી કમિશનરને સીધો રીપોર્ટ કરવાનો રહેશે . વર્ગ 2 અને 3ના કર્મચારીઓ ચોવીસ કલાક માટે આ કામગીરી સોપાઇ જવાબદારી મુજબ કરવાની રહેશે.

આ પણ વાંચોઃ-સુરતઃ દુકાન માલિકો ભાડા ઉઘરાવતાં ભાડા માફીની માંગણી સાથે બોમ્બે માર્કેટ ખાતે વેપારીઓઓના ધરણાં

કોવિડ -19 અન્વયે હોસ્પિટલ દ્વારા ફાળવેલ આવેલ બેડ સહિત હોસ્પિટલ મેનેજમેન્ટ સાથે સંકલન કરવાની રહેશે . દાખલ થતાદર્દીઓની માહિતી અને ચાર્જ કેટલો લેવાયો સહિત અન્ય માહિતી હેલ્પ ડેસ્કને સોંપવાની રહેશે . ખાનગી હોસ્પિટલની કામગીરીનીસમિક્ષા અને રીપોર્ટ બનાવી બે આઇ એ એસ અધિકારી ડી એ શાહ અને ડો મનિષકુમારને સોંપવાની રહેશે .

આ પણ વાંચોઃ-Exclusive interview: શ્રમિકોના 'મશિહા' સોનુ સૂદે ન્યૂઝ18ગુજરાતી સાથે શેર કર્યું પોતાની દરિયાદિલીનું રાજશહેરના કોટ વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્તી આપવા સીએમને રજૂઆત
અમદાવાદ શહેરમાં કોરોના વાયરસ સંક્રમણ અટકવાનું નામ નથી લેતો. તેમાં પણ શહેરના કોટ વિસ્તારના કોરોના સંક્રમણ બેફામ બન્યુંછે . અમદાવાદ શહેરના અત્યારે પણ ૧૧ વિસ્તાર રેડ ઝોન એટલે કન્ટેઇનમેન્ટ ઝોનમાં સમાવેશ થાય છે. જેમાં ખાસ કરીને સૌથી વધુહોટ સ્પોટ તરીકે જમાલપુર , શાહપુર , દરિયાપુર અને દાણીલમડા વિસ્તાર બન્યા છે . ત્યારે આ વિસ્તારમાં રાહત આપવામા આવે અનેકન્ટેઇમેન્ટ ઝોન માંથી મુક્તી આપી રસ્તાઓ પર બેરીકેટ અને પતરા દુર કરવામાં આવી તેવી માંગ કોંગ્રેસના બે ધારાસભ્ય ગ્યાસુદ્દીનશેખ અને ઇમરાન ખેડાવાલએ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મુખ્ય સચિવ અનિલ મુકીમને કરી છે .
First published: May 29, 2020, 11:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading