AMCનો દાવો, શહેરમાં કોરોના ટેસ્ટીગ રેટ ૭૭ ટકા પર પહોંચ્યો, દસ લાખ વ્યક્તિએ ૯૪૯૨ ટેસ્ટ કરાયા

News18 Gujarati
Updated: May 23, 2020, 10:12 PM IST
AMCનો દાવો, શહેરમાં કોરોના ટેસ્ટીગ રેટ ૭૭ ટકા પર પહોંચ્યો, દસ લાખ વ્યક્તિએ ૯૪૯૨ ટેસ્ટ કરાયા
ફાઈલ તસવીર

વિપક્ષ કોંગ્રેસ દ્વારા સતત માગ થતી હતી કે શહેરમાં ટેસ્ટીગ બંધ કરી દેતા કોરોના વાયરસના કેસ ઘટાડવાનો કારશો એએમસી કરી રહી છે.

  • Share this:
અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો (Amdavad municipal corporation) દાવો શહેરમાં કોરોના ટેસ્ટીંગની (Corona testing) સંખ્યા વધી છે દસ લાખે ૭૪૯૨ લોકોના ટેસ્ટ થયા છે જેનો ગ્રોથ રેટ વધીને ૭૭ ટકા થયો છે. વિપક્ષ કોંગ્રેસ દ્વારા સતત માગ થતી હતી કે શહેરમાં ટેસ્ટીગ બંધ કરી દેતા કોરોના વાયરસના કેસ ઘટાડવાનો કારશો એએમસી કરી રહી છે . તે અંતર્ગત આજે એએમસી (AMC) દ્વારા સત્તાવાર પ્રેસ રિલીઝ કરવામાં આવી છે.

રાજ્ય સરકારના અધિક મુખ્ય સચિવ ડો રાજીવકુમાર ગૃપ્તાની અધ્યક્ષતામા સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે બેઠક મળી હતી . જેમાં કમિસશનર મુકેશ કુમાર સહિત ડેપ્યુટી કમિશનર હાજર રહ્યા હતા. શહેરમાં કોરોના વાયરસ સંક્રમણને લઇ સમિક્ષા કરવામાં આવી હતી. એએમસી દાવો કર્યો છે કે શહેરમાં ટેસ્ટીગ વધારી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ-કર્મભૂમિમાં પરત! વતન ગયેલા 32 મજૂરો રાજકોટ બેડી યાર્ડમાં કામ કરવા પાછા આવ્યા

એએમસીએ જણાવ્યું છે કે શહેરમાં ૧૦ એપ્રિલથી ૭ મે સુધી સરેરાશ ૭૫૦૦ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ૮થી ૧૪ મે સુધી ૯૪૧૦ ટેસ્ટ કરાયા છે . જેમાં ૧૫ મે થી ૨૧ મે સુધી ૧૧૩૨૦ ટેસ્ટ કરાયા છે . અમદાવાદ શહેરના ૫ મે સુધી દર ૧૦ લાખ વ્યક્તિએ ૫૩૪૪ ટેસ્ટીગ થયું . પરંતુ ૨૩ મે સુધી આ ટેસ્ટીગ રેટ વધી ૭૭ ટકા થયો અને દર ૧૦ લાખ વસ્તીએ ટેસ્ટ ૯૪૯૨ થયો છે.

આ પણ વાંચોઃ-લોકડાઉનમાં સ્ત્રીઓએ છેડ્યું અભિયાન! ગર્વ થાય એવા કામ માટે યુવતીઓ કરાવી રહી છે 'મુંડન'

વિપક્ષ કોંગ્રેસ રાજ્ય સરકાર અને એએમસીએ તંત્ર પર આરોપ મુક્યો હતો કે આંકડાઓ છુપાવા માટે અને કેસ ઓછા બતાવા માટે ટેસ્ટીગ ઓછા કરી દેવામાં આવ્યા છે . ત્યારે આજે એએમસી દ્વારા વિપક્ષનો જવાબ આપી દેવામાં આવ્યો છે. અને અમદાવાદ શહેરની ટેસ્ટીગ રેટ વધ્યો હોવાનો દાવો કરાયો છે . નોંધનિય છે કે શહેરમાં છેલ્લા ૧૦ દિવસથી કેસના ઘરખમ વધારો જોવા મળ્યો છે . તેની પાછળનુ મુખ્ય કારણ ટેસ્ટીગ સંખ્યા વધારી હોવાનું મનાય છે.
First published: May 23, 2020, 9:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading