અમદાવાદમાં ટ્રમ્પની મુલાકાત દરમિયાન વિમાન સેવા ચાલુ જ રહેશે, ત્રણ કલાક વહેલા પહોંચવું પડશે

News18 Gujarati
Updated: February 22, 2020, 9:30 AM IST
અમદાવાદમાં ટ્રમ્પની મુલાકાત દરમિયાન વિમાન સેવા ચાલુ જ રહેશે, ત્રણ કલાક વહેલા પહોંચવું પડશે
અમદાવાદ એરપોર્ટ

ટિકિટની તેમજ આઇડી પ્રૂફની હાર્ડકોપી બતાવનારા મુસાફરોને જ જવા દેવામાં આવશે. મોબાઇલની કોપી મંજૂર કરવામાં આવશે નહીં.

  • Share this:
અમદાવાદ : અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24મી તારીખે સોમવારે અમદાવાદની મુલાકાતે આવવાનાં છે. ત્યારે તે દરમિયાન શહેરમાં 'નો ફ્લાય ઝોન' જાહેર કરવામાં નહીં આવે. ટ્રમ્પની મુલાકાત દરમિયાન પણ અમદાવાદ એરપોર્ટ પર આવતી જતી તમામ ફ્લાઇટોનું નિયમિત સંચાલન કરવામાં આવશે. ફ્લાઇટ રદ કરવાનો એરપોર્ટ ઓથોરિટીનો નિર્ણય પાછો ખેંચાયો છે. મુસાફરોએ ઓછામાં ઓછા ત્રણ કલાક વહેલા એરપોર્ટ પહોંચી જવું પડશે. આ સાથે મુસાફરોને રોડ બંધ હશે ત્યારે ટિકિટની તેમજ આઇડી પ્રૂફની હાર્ડકોપી બતાવનારા મુસાફરોને જ જવા દેવામાં આવશે. મોબાઇલની કોપી મંજૂર કરવામાં આવશે નહીં.

તારીખ 23 અને 24નાં રોજ એરપોર્ટ સ્ટાફની રજાઓ રદ કરવામાં આવી છે. એરપોર્ટનાં ઉચ્ચ અધિકારીઓએ આ અંગે જણાવ્યું કે, ' નો- ફ્લાય ઝોન જાહેર કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. ટ્રમ્પની મુલાકાત દરમિયાન અમદાવાદ એરપોર્ટ પરથી જતી તેમજ આવતી તમામ ફ્લાઈટોનું નિયમિત સંચાલન ચાલુ રહેશે.'

મહત્વનું છે કે, 24 ફેબ્રુઆરીએ અમદાવાદ એરપોર્ટ પર તમામ ફ્લાઈટોનું નિયમિત સંચાલન થવાનું છે. બપોરનાં સમયે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પનું વિમાન અમદાવાદ પહોંચશે તે વખતે અન્ય કોઈ ફ્લાઈટ પણ લેન્ડિંગ માટે અમદાવાદ પહોંચી હશે તો તેને હવામાં જ રાખવામાં આવશે અને ટ્રમ્પનાં વિમાનને લેન્ડિંગમાં પ્રાથમિકતા આપવામાં આવશે. ટ્રમ્પનું વિમાન એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડ થયા બાદ જ અન્ય ફ્લાઈટોને લેન્ડ થવાની મંજૂરી આપવામાં આવશે.

આ પણ વાંચો : અમદાવાદ : NRIના લોકરમાંથી 30 લાખના દાગીના ઉપાડી ચોરે માતાજીનો ફોટો અને રૂ. 101 મૂક્યા

કોંગ્રેસે અમેરિકાનાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત અંગે કેટલાક સવાલો ઉઠાવ્યા હતા. કોંગ્રેસનાં નેતા આનંદ શર્માએ કહ્યું હતું કે, અમેરિકાનાં પ્રમુખ ટ્રમ્પની મુલાકાતથી અમેરિકાને જ નહીં ભારતને પણ ફાયદો થવો જોઇએ. ટ્રમ્પ આ મુલાકાતનો ઉપયોગ અમેરિકામાં યોજાનારી ચૂંટણી માટે પણ કરી રહ્યા છે કેમ કે ત્યાં અનેક ભારતીયો વસે છે જેના મત તેમને મળી શકે છે. આવી સ્થિતિમાં ટ્રમ્પ જ્યારે ભારત આવે ત્યારે કેન્દ્ર સરકારે એ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે આ મુલાકાતથી માત્ર ટ્રમ્પને જ નહીં ભારતને પણ ફાયદો થવો એટલો જ જરૂરી છે.

આ વીડિયો પણ જુઓ : 
First published: February 22, 2020
વધુ વાંચો
अगली ख़बर