N95 માસ્ક મામલે રાજકારણ ગરમાયું : મેડિકલમાં 50 રૂ.માં માસ્ક ન મળતા હોવા અંગે બીજેપીનું સ્ટિંગ

N95 માસ્ક મામલે રાજકારણ ગરમાયું : મેડિકલમાં 50 રૂ.માં માસ્ક ન મળતા હોવા અંગે બીજેપીનું સ્ટિંગ
સ્ટિંગ ઓપરેશનની તસવીર

આ સ્ટિંગ ઓપરેશનમાં મેડિકલ સંચાલકો દ્વારા 50 રૂપિાયના માસ્ક હજી નથી, સ્કોટ આવ્યો નથી એવા અનેક પ્રકારના જવાબો મળ્યા પરંતુ માસ્ક મળ્યા ન હતા.

  • Share this:
    અમદાવાદઃ ગુજરાત કેમિસ્ટ એસોસિએશન દ્વારા ગુજરાતમાં મેડિકલ દુકાનોમાંથી N95 માસ્ક માત્ર 50 રૂપિયામાં આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, આજે ગુજરાત ભાજપના યુવા મોરચાના (BJP Yuva morcho) ઋત્વિજ પટેલ દ્વારા આ જાહેરાત બાદ મેડિકલ દુકાનો ઉપર સ્ટિંગ ઓપરેશન કર્યું હતું. જોકે, દવાની દુકાનોઓમાં આ માસ્ક મળતા નથી. આ સ્ટિંગ ઓપરેશન (Sting operation) બાદ રાજકારણ ગરમાયું હતું. ગુજરાત કેમિસ્ટ એસોસિએશનનું (Gujarat Chemist Association) કહેવું છે કે હજી સુધી સ્ટોક આવ્યો નથી. પરંતુ આગામી બેથી ત્રણ દિવસ લાગશે. જ્યારે બીજી તરફ મેડિકલ એસોશિએશન ઉપર સવાલ ઉઠી રહ્યા છેકે આ પ્રકારનું પગલે પહેલા કેમ ન ભર્યું અને અત્યાર સુધી આ માસ્ક ઉપર અનેક ગણો નફો રળીને લોકોના ખિસ્સા ખાલી કર્યા હોવાનો સવાલો ઉઠ્યા છે.

    આ સ્ટિંગ ઓપરેશનમાં મેડિકલ સંચાલકો દ્વારા 50 રૂપિાયના માસ્ક હજી નથી, સ્કોટ આવ્યો નથી એવા અનેક પ્રકારના જવાબો મળ્યા પરંતુ માસ્ક મળ્યા ન હતા. મેડિકલ સ્ટોર ઉપર N95 માસ્ક લેવા આવેલા લોકોને ધક્કો પડી રહ્યો હતો. આ સ્ટિંગ અંગે ભાજપ યુવા મોરચાના પ્રમુખ ડો. ઋત્વિજ પટેલનું કહેવું છે કે, આ કોઈ સ્ટિંગ નથી પરંતુ અમે લોકોને હકીકત જણાવી છે.



    દવાની દુકાનો ઉપર N95 માસ્ક ન મળતા હોવાના સ્ટિંગ ઓપરેશન અંગે આ અંગે ગુજરાત કેમિસ્ટ એસો પ્રમુખ રાજેન્દ્ર પટેલના જણાવ્યા પ્રમાણે હજી સુધી N95 માસ્કનો સ્ટોક આવ્યો નથી. જોકે, આગામી બે ત્રણ દિવસમાં આ માસ્ક આવી જશે ત્યારે લોકોને 50 રૂપિયામાં મળતા થશે.



    મેડિકલ સ્ટોર ઉપર 50 રૂપિાયના N95 માસ્ક પહેલા કેમ કરાયો આ અંગે રાજેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, જે દિવસે સરકારે 65 રૂપિયામાં N95 અમુલના પાર્લર ઉપર વેચવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ બીજા દિવસે જ અમે ગુજરાત સરકારને જાણ કરવામાં આવી હતી. જે રીતે ઓછા ભાવમાં આ માસ્ક અમને પણ ગુજરાતની તમામ મેડિકલ દુકાનોમાં સસ્તા ભાવમાં આપીને પહોંચાડી શકાયા. જોકે, સરકાર તરફથી હજી કોઈ સુધી ઉત્તર આવ્યો નથી.

    First published:May 25, 2020, 18:20 pm

    ટૉપ ન્યૂઝ