અમદાવાદ: અફાક બાવાની મળી લીંક, કેવી રીતે બોક્સરમાંથી બન્યો ડ્રગ્સ ડીલર? ગેંગસ્ટરો પણ કેમ અફાકને કહે છે 'આફત'?


Updated: September 22, 2020, 5:49 PM IST
અમદાવાદ: અફાક બાવાની મળી લીંક, કેવી રીતે બોક્સરમાંથી બન્યો ડ્રગ્સ ડીલર? ગેંગસ્ટરો પણ કેમ અફાકને કહે છે 'આફત'?
અફાકથી મુંબઈ અંડરવર્લ્ડના લોકો પણ દૂર રહેતા

અફાક એકલો જ રહી ને ડ્રગ્સ નો ધંધો ચલાવતો હતો. અફાક મહારાષ્ટ્ર ગોવા વચ્ચેના જંગલમાં રહેતો હતો. મુંબઈ બૉલીવુડ માં પણ ડ્રગ્સ સપ્લાય કરતો હતો.

  • Share this:
અમદાવાદ: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તાજેતરમાં એમડી ડ્રગને લઈને ત્રણ કેસ કર્યા હતા. ડ્રગ્સની ચેઇન તોડી પાડવામાં ક્રાઇમ બ્રાન્ચને તો સફળતા મળી હતી. ત્યારે મુખ્ય આરોપી અફાક બાવા ના પકડાઈ જવાથી મુંબઈ બૉલીવુડ અને ગુજરાતમાં MD ડ્રગ્સ ( પાર્ટી ડ્રગ્સ) નું સપ્લાય બંધ થઇ ચૂક્યું હોવાનું નકારી શકાય નહીં. સુત્રોનું માનીએ તો થોડા સમય પહેલા સાયબર ક્રાઇમે બ્લેકમેઇલિંગ ના કેસમાં બે આરોપી પકડયા ત્યારે તેમના હાથ પરના નિશાન જોઈને તે ડ્રગ એડિકટ હોવાનું સામે આવ્યું હતું. અને તે વાત પરથી આગળ આગળ તપાસ કરીને ક્રાઇમ બ્રાન્ચ અફાક બાવા સુધી પહોંચી છે. ત્યારે અફાક બાવા બોક્સરથી ડ્રગ્સ ડીલર કેવી રીતે બન્યો અને તેને ગેંગસ્ટરો કેમ આફત કહે છે તેની પણ માહિતી સામે આવી છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મુંબઈથી જે આરોપીઓને અમદાવાદમાં ડ્રગ સપ્લાય કરવાના કેસમાં પકડયા હતા તેમની પૂછપરછ માં અફાક બાવા સપ્લાયર હોવાનું ખુલ્યું હતું. જેથી ક્રાઇમ બ્રાન્ચે અસ્ફાક ઉર્ફે અફાક ઉર્ફે આફત બાવાની ધરપકડ કરી હતી. અસ્ફાક ઉર્ફે અફાક ઉર્ફે આફત બાવા મોટો દ્રગ ડીલર છે. અફાક બાવા એ બીકોમ સુધી નો અભ્યાસ કર્યો છે. અફાક બાવા મુંબઈના ડોંગરી વિસ્તારમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો. તેના પરિવાર માં પત્ની ચાર દીકરી અને એક ફિદા નામનો પુત્ર છે. અફાક બાવા ડોંગરી વિસ્તારમાં બોક્સરના નામથી પણ ઓળખાય છે. અફાકના પિતરાઈ ભાઈઓ બાસ્કેટ બોલ અને બોક્સિંગના ખેલાડી છે.

આરોપી અફાક બાવાની પુછપરછમાં સામે આવ્યું છે કે વર્ષ 1983 માં અફાક ચરસ નો નશો કરતો હતો. ચરસનો નશો કર્યા બાદ ડ્રગ્સના વ્યવસાય સાથે જોડાયો હતો. વર્ષ 2009માં અફાક બાવા પર મુંબઈમાં કેસ થયો હતો. કેસ થયા બાદ વર્ષો સુધી જેલ માં રહ્યો હતો. જેલ માં રહયા બાદ કેમિકલ ના વ્યવસાય સાથે જોડાયેલા વ્યક્તિ સાથે જેલ માં સંપર્ક થયો હતો. જેલમાં થી બહાર આવ્યા બાદ પ્રથમ એમડી ડ્રગ્સ ની શરૂઆત કરી હતી. અફાકએ મુંબઈ અને ગુજરાતમાં MD ડ્રગ્સની શરૂઆત કરી હતી. અફાક બાવા અત્યાર સુધી માં બે વાર જ પોલીસ ના હાથે આવ્યો છે. જેમાં પહેલી વાર મુંબઈ પોલીસ ના હાથે અને બીજી વાર અમદાવાદ ક્રાઇમ બ્રાંચના હાથે. વર્ષ 2019 માં અમદાવાદ ક્રાઇમ બ્રાંચના કેસમાં પણ અફાક નું નામ ખુલ્યું હતું. જેતે સમયે અફાક થી મુંબઈ અંડરવર્લ્ડ ના લોકો પણ દૂર રહેતા હતા અને તેથી જ તેનું નામ આફત બાવા પડ્યું હતું.

આ પણ વાંચો - Online વેબસાઈટ પર ચાલતો સટ્ટા-મટકાનો ધંધો 200થી 500 કરોડે પહોંચ્યો, જાણો - કેવી રીતે રમાય છે સટ્ટાનો વેપાર?

ક્રાઇમ બ્રાન્ચે પકડેલા ઇમરાન અને સહેજાદ તેજાબવાલા અફાક ના પુત્ર ફિદા સાથે સંપર્ક માં હતા. અફાક નો પુત્ર ફિદા પણ ડ્ગ્સના ધંધા માં જોડાયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચ ના ચોપડે અફાક નો પુત્ર ફિદા ફરાર છે. અફાક બાવા મુંબઈ બૉલીવુડ માં પણ ડ્રગ્સ સપ્લાય કરતો હતો. અફાકને દેશ ની અલગ અલગ એજન્સી શોધી રહી હતી. અફાક એકલો જ રહી ને ડ્રગ્સ નો ધંધો ચલાવતો હતો. અફાક મહારાષ્ટ્ર ગોવા વચ્ચેના જંગલમાં રહેતો હતો. સાવંત નજીક કેનલ ગામ નજીક નાના ટાપુ જેવા વિસ્તાર માં રહેતો અને અફાક ઇન્ટરનૅશનલ ડ્રગ્સ માફિયા કૈલાશ રાજપૂત નો ફોલ્ડર છે.

ગુજરાત ના ડ્રગ્સ સપ્લાય ની આખી લાઈન ક્યાંથી સામે આવી એ બાબતે જાણકાર અધિકારીઓ કહે છે કે થોડા સમય પહેલા અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચએ એક યુવક નો વિડીયો બનાવી ને બ્લૅકમેલીંગ ના કેસમાં બે આરોપી ની ધરપકડ કરી હતી. જે આરોપી ની પૂરછ પરછ થઇ રહી હતી એ દરમ્યાન તપાસ કરનાર અધિકારી એસીપી જીતેન્દ્ર યાદવ ની નજર આરોપી ના હાથ પર ગઈ હતી તો હાથ પર ઇન્જેક્શન માર્યા ના નિશાન મળી આવ્યા હતા. ત્યારે ACP જીતેન્દ્ર યાદવએ બંને આરોપી ને ડ્રગ્સ ક્યાંથી લાવો છો એ અંગે પૂછ પરછ કરી અને તત્કાલીન સાયબર ક્રાઇમ બ્રાંચના DCP ડૉ રાજદીપસિંહ ઝાલા ને માહિતી આપી અને DCP રાજદીપ સિંહએ તત્કાલીન સ્પેશિયલ CP અજય તોમર ને આપી અને સ્પેશિયલ CP અજય તોમરએ અમદાવાદ ક્રાઇમ બ્રાંચ ને જવાબદારી સોંપતા ની સાથે જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પહેલા શાહપુર ના શાનુ નામના શખ્સ ની ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી.

ત્યાર બાદ દાણીલીમડાના પોલીસ કર્મી સહીત ઇમરાન અને સહેજાદની MD ડ્રગ્સ સાથે ધરપકડ કરી અને અફાક બાવા સુધી આખો મામલો પોહ્ચ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ગુજરાતમાં જે કઈ મોટા ભાગનું એમડી ડ્રગ્સ આવતું હતું, એ ડ્રગ્સ અફાક બાવા મારફતે જ આવતું હતું અને અફાક બાવા મુંબઈના લોકલ પેડલરને ડ્રગ્સ આપતો હતો અને મુંબઈના બૉલીવુડમાં પણ સપ્લાય કરતો હતો.
Published by: kiran mehta
First published: September 22, 2020, 5:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading