NSUI અને ABVPના કાર્યકરો વચ્ચે થયેલ મારામારીનું મૂળ ભવન્સ કોલેજ?

News18 Gujarati
Updated: January 9, 2020, 1:30 PM IST
NSUI અને  ABVPના કાર્યકરો વચ્ચે થયેલ મારામારીનું મૂળ ભવન્સ કોલેજ?
શું એક વર્ષ પહેલા ABVP નેતાને મારવાનો બદલો લેવાયો?

શું એક વર્ષ પહેલા ABVP નેતાને મારવાનો બદલો લેવાયો?

  • Share this:
અમદાવાદ : પાલડી ખાતે NSUI અને ABVPના કાર્યકરો વચ્ચે થયેલ મારામારીનું મૂળ એક વર્ષે પહેલા ભવન્સ કોલેજમાં NSUI દ્વારા ABVPના પોસ્ટર ઉતરવા બાબતે થયેલ મારામારીમાં રહેલું હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. 5 જાન્યુઆરી 2019ના રોજ ABVPના પ્રદેશ કારોબારી સભ્ય દિવ્યપાલસિંહ સોલંકી અને પ્રતીક મિસ્ત્રીને NSUIના અરબાઝ ખાન, ફરહાન ખાન અને ભા‌વિન કોહલે મારેલા. મારનો બદલો એક વર્ષે પછી ABVPએ NSUIના કાર્યકર્તાઓને દોડાવી દોડાવી મારીને લીધો.

JNUના વિધાર્થીઓ પર થયેલા હુમલા ના વિરોધમાં ગુજરાત ખાતે કોંગ્રેસની વિધાર્થી પાંખ NSUI દ્વારા 7 જાન્યુઆરીના રોજ ભાજપની ભગીની સંસ્થા ABVPના પ્રદેશ કાર્યાલય અમદાવાદ પાલડી બહાર વિરોધ પ્રદર્શન કરવા જઈ રહી હતી. જેની જાણ ABVPને 6 જાન્યુઆરીની મોડી રાત્રે થઈ ગઈ હતી. ત્યારે એક વર્ષે પહેલા ભવન્સ કોલેજમાં NSUIના કાર્યકરોએ ABVPના કાર્યકરોને મારવામાં આવેલા. મારનો બદલો લેવા ABVPએ સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી હતી. 7 જાન્યુઆરીના દિવસે જ્યારે NSUI દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો ત્યારે ABVPના કાર્યકરોએ NSUIના વિદ્યાર્થીઓને દોડાવી દોડાવી મારતા દૃશ્યોએ મીડિયાના કેમેરામાં પણ કેદ થયા.

પોલીસે ABVP અને NSUIના કાર્યકર્તાઓની મારામારી ને રોકવાના સ્થાને માત્ર મુખદર્શક બની ઊભી રહી. તો બીજી તરફ ભાજપ યુવા મોર્ચાના પ્રમુખ ઋત્વિજ પટેલ અને પ્રદેશ ભાજપ મંત્રી પ્રદીપસિંહ વાઘેલા પણ NSUIના વિરોધનો પ્રતિકાર કરવા ABVPના કાર્યાલય પહોંચ્યા હતા. આ નેતાઓની હાજરીથી ABVPના વિદ્યાર્થી નેતાઓની હિંમત વધી અને પોલીસની જ હાજરીમાં NSUIના કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો. જ્યારે આ મારામારી થતી હતી ત્યારે ABVPના વિદ્યાર્થી નેતાઓને લાઠી કે કોઈ હથિયારનો ઉપયોગ નહિ કરવા ખુદ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલ રોકી રહ્યા હતા. પરંતુ આ વિદ્યાર્થી નેતાઓને પોતાની એક વર્ષે જૂની ભવન્સ કોલજ ખાતેની ધોલાઈનો બદલો લેવો હતો. એટલા માટે જ NSUIના કાર્યકરોને દોડાવી દોડાવી મારવામાં આવ્યા.

આ સમગ્ર ઘટના અંગે ABVP દ્વારા 7 જાન્યુઆરીએ પ્રેસ કોંફરન્સ કરવામાં આવી. તેમાં પણ તેમના મીડિયા સંયોજક સમર્થ ભટ્ટ દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું કે અમારા ઘર પર કોઈ હુમલો કરે તો અમે થોડા બેસી રહીએ. કોઈપણ સંસ્કૃતિમાં માર ખાઈ લેવો એ ચલાવી લેવામાં ન આવે તેના સામે પ્રતિકાર કરવો પડે. કોઈ તમને ઝાપટ મારે તો તે ચલાવી લેવાનું ગાંધીજીનો સમય એ જૂનો હતો અલગ હતો.

દિવ્યપાલસિંહ સોલંકી અને પ્રતીક મિસ્ત્રી પર ભવન્સ કૉલેજ ખાતે હુમલો થયો હતો. (ફાઇલ તસવીર)


તો 8 જાન્યુઆરીની રાત્રે ABVPના પ્રદેશ મંત્રી હિમાલયસિંહ ઝાલા દ્વારા પણ સોશયલ મીડિયા પર દિવ્યપાલસિંહ સોલંકી અને પ્રતીક મિસ્ત્રી સાથે મળી ને કહે છે કે NSUI સામેથી કુહાડી પર પગ મૂકવા આવ્યું હતું. એક વર્ષે પહેલા ભવન્સ કોલેજમાં બનેલી ઘટનાનું એક્શનનું આ રીએકશન છે.આમ વિદ્યાર્થી સંગઠન NSUI અને ABVPના વિદ્યાર્થી નેતા અને કાર્યકર્તાઓ વચ્ચે અનેક વખત યુનિવ‌િર્સટી અને કોલેજ કેમ્પસમાં બબાલો થઇ હોવાની અનેક ઘટનાઓ ઘટી છે. ત્યારે બન્ને સંગઠનોએ સમય આવતા એક બીજાને મારી પોતાનો બદલો લેતું રહે છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે ગુજરાત પોલીસ આ સમગ્ર મામલે કેવી તપાસ કરે છે.

આ પણ વાંચો, NSUI-ABVP વચ્ચે મારામારીની ઘટનામાં ગુજરાત પ્રદેશ કૉંગ્રેસે પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા
First published: January 9, 2020, 11:06 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading