Home /News /madhya-gujarat /

અમદાવાદમાં વિચિત્ર કેસ: પરિણીતાએ દીયર સાથેના સંબંધો છુપાવવા નાની બહેનના લગ્ન તેની સાથે કરાવ્યા, આવી રીતે ખુલી પોલ

અમદાવાદમાં વિચિત્ર કેસ: પરિણીતાએ દીયર સાથેના સંબંધો છુપાવવા નાની બહેનના લગ્ન તેની સાથે કરાવ્યા, આવી રીતે ખુલી પોલ

અભયમ હેલ્પ લાઈન પાસે આવ્યો વિચિત્ર કેસ

Love Affair : અમદાવાદ (Ahmedabad) અભયમ હેલ્પલાઇન (abhayam helpline ahmedabad) કાઉન્સેલર્સે જણાવ્યું હતું કે, તેમને 23 વર્ષીય મહિલાનો ફોન આવ્યો હતો, જેણે તેમને જાણ કરી હતી કે, તેણીને તેના સાસરિયાઓ તેમજ તેની બહેન દ્વારા તેને હેરાન કરવામાં આવી રહી, પછી જે વાતનો ખુલાસો થયો તે ચોંકાવનારો

વધુ જુઓ ...
    અમદાવાદ: ગુજરાતમાં અભયમ હેલ્પલાઈન કાઉન્સેલર્સને તાજેતરમાં એક વિચિત્ર કેસ મળ્યો, જેમાં મણિનગરની એક મહિલાએ આરોપ લગાવ્યો કે તેની મોટી બહેને તેના લગ્નેત્તર સંબંધ છુપાવવા માટે તેના દીયર સાથે તેના લગ્ન કરાવ્યા. આ કેસની વિગતમાં તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, મોટી બહેને તેની નાની બહેનના લગ્ન તેના દીયર સાથે કરાવ્યા કારણ કે તે તેના પતિના ભાઈ સાથેના આડા સંબંધને છુપાવવા માંગતી હતી.

    અભયમ હેલ્પલાઇન કાઉન્સેલર્સે જણાવ્યું હતું કે, તેમને 23 વર્ષીય મહિલાનો ફોન આવ્યો હતો, જેણે તેમને જાણ કરી હતી કે, તેણીને તેના સાસરિયાઓ તેમજ તેની બહેન દ્વારા તેને હેરાન કરવામાં આવી રહી છે. કાઉન્સેલરના જણાવ્યા અનુસાર, મહિલાએ તેમને કહ્યું કે તેની બહેનના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતા. ફરિયાદી મહિલાને લગ્ન પછી તરત જ ખબર પડી કે તેના પતિને તેની મોટી બહેન સાથે અફેર છે. સંબંધોમાં બંને ભાભી અને દીયર છે.

    જીજાજીને પણ જાણ કરી, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નહીં

    ફરિયાદી મહિલાએ અભયમના કાઉન્સેલરોને જણાવ્યું હતું કે, તેણે આ બાબતની સંપૂર્ણ માહિતી તેની બહેનના પતિ એટલે કે તેના જીજાજીને આપી હતી, પરંતુ તે કોઈ પગલાં લેવામાં નિષ્ફળ ગયા હતા. ત્યારબાદ તેણે અભયમ હેલ્પલાઈન પર ફોન કર્યો. મહિલાએ અભયમ હેલ્પલાઈનના કાઉન્સેલરને જણાવ્યું કે લગ્ન પછી પણ તેને તેના પતિ સાથે કોઈ સંબંધ નથી.

    બાદમાં, ફરિયાદીના પતિ અને તેની બહેને કબૂલ્યું હતું કે બંને વચ્ચેના સંબંધો ખુલ્લા ન પડે અને આ બાબત ઘરની અંદર છુપાઈ રહે તે માટે લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, પરિવારે અભયમના કાઉન્સેલરોને ખાતરી આપી છે કે, ભાભી અને દીયર વચ્ચેના આડા સંબંધોનો હવે અંત લાવશે અને ફરિયાદી મહિલાને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં.

    આ પણ વાંચોઅમદાવાદ : વારંવાર પિયર જવાનું થાય છે! તો આ કહાની વાંચશો, 'એક યુવતી સાથે થયું એવું...'

    અભયમ હેલ્પલાઈન શું છે?

    વર્ષ 2014માં, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે, ગુજરાત સરકારે મહિલાઓ માટે 'અભયમ હેલ્પલાઇન 181' શરૂ કરી હતી. કોઈપણ મહિલા 181 અભ્યમ હેલ્પલાઈનનો ઉપયોગ ઘરેલું હિંસા સહિત વિવિધ પરિસ્થિતિઓમાં કાઉન્સેલિંગ, માર્ગદર્શન, માહિતી અને બચાવ હેતુ માટે કરી શકે છે. હાલમાં અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરમાં 181 અભયમ હેલ્પલાઈન કાર્યરત છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Ahmedabad news, Ahmedabad police, Domestic Violance, Latest Ahmedabad Crime news, Love affair

    આગામી સમાચાર