અમદાવાદઃ પાડોશીનું ગંદુ કારસ્તાન, યુવતીના ઘર સામે ટોયલેટનો દરવાજો ખુલ્લો રાખી કપડાં ઉતારી કરતો ગંદી હરકત

અમદાવાદઃ પાડોશીનું ગંદુ કારસ્તાન, યુવતીના ઘર સામે ટોયલેટનો દરવાજો ખુલ્લો રાખી કપડાં ઉતારી કરતો ગંદી હરકત
પ્રતિકાત્મક તસવીર

આ યુવતી ઘરની બહાર કામ કરતી હોય ત્યારે યુવક તેના ફોટો અને વીડિયો પોતાના મોબાઈલમાં ઉતારી લેતો હતો.

  • Share this:
અમદાવાદ: શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા એક પોલીસ સ્ટેશનમાં (police station) પાડોશીનો ઝગડો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. વાડજ (vadaj) વિસ્તારમાં રહેતી એક યુવતી એ તેના પાડોશી સામે ફરિયાદ (police complaint) નોંધાવી છે. પાડોશી વ્યક્તિ જ્યારે આ યુવતી ઘરની બહાર કામ કરતી હોય ત્યારે તેના ફોટો અને વીડિયો (photos and video) પોતાના મોબાઈલમાં (mobile) ઉતારી લેતો હતો અને જ્યારે ટોયલેટ કે વોશરૂમ જાય ત્યારે યુવતીના ઘર બાજુ ફરી દરવાજો ખુલ્લો રાખી પોતાના કપડા ઉતારતો હતો અને બીભત્સ હરકતો કરતા હોવાનો આક્ષેપ આ યુવતીએ ફરિયાદમાં કર્યો છે. આટલું જ નહી આ યુવતીનો ડિવોર્સ કેસ (divorce case) ચાલતો હોવાથી પાડોશી વ્યક્તિ અવારનવાર આ યુવતીને પતિ સાથે નથી રહેતો તેમ છતાં પણ શરીર અને પેટ કેવી રીતે વધી ગયું છે તેમ કહી અપમાન કરતો હોવાથી મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરના નિર્ણય નગરમાં રહેતી 25 વર્ષીય યુવતીના ડિવોર્સનો કેસ ચાલતો હોવાથી એકલી રહે છે. છેલ્લા એક વર્ષથી તેના પાડોશી તેની સાથે અભદ્ર વર્તન કરે છે અને અવારનવાર ધારી ધારીને તેને ખરાબ નજરથી જુએ છે. તેમજ અવાર નવાર તેમના મોબાઇલમાં આ યુવતીના ફોટો પાડે છે અને વીડિયો ઉતારે છે અને જ્યારે આ યુવતી ઘરમાં કામ કરતી હોય ત્યારે તેના ઘરની આગળ પાછળ છુપાઈને તે જોયા કરે છે.તેમજ આ યુવતીના ઘરમાંથી પાડોશીના ઘરમાં વોશરૂમ અને ટોયલેટ દેખાતું હોવાથી પાડોશી જ્યારે વૉશરૂમમાં કે ટોયલેટમાં જાય તે વખતે જાણી જોઈને પેન્ટ ઉતારી યુવતીના ઘર બાજુ ફરીને ઊભા રહે છે. જેથી તે બાબતે યુવતી તેઓને કંઈ કહેવા માટે જાય તો તેની સાથે ઝઘડો કરે છે.

આ પણ વાંચોઃ-માતાને તડપતી જોઈને મોંઢાથી ઓક્સીજન આપવા લાગી પુત્રીઓ, હૃદયદ્રાવક વીડિયો થયો વાયરલ

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! રાજકોટઃ લગ્નના ચાર દિવસ બાદ નવવધૂએ કરી આત્મહત્યા, મહેંદીનો ઉડે તે પહેલા જ જીવન ટૂંકાવ્યું

ગઈકાલે આ યુવતી તેના ઘરની બહારના ભાગનો ખુલ્લો પેસેજ ધોતી હતી તે વખતે તેના પાડોશમાં રહેતા વ્યક્તિ ઘરની બહાર આવીને તેના મોબાઇલમાં વીડિયો રેકોર્ડિંગ કરતા હતા. જે યુવતી જોઈ જતા તેઓને કહ્યું હતું કે બીજો કોઈ વીડિયો ઉતારવા હોય તો મારો મોબાઇલ પણ આપૂ એમ કહેતા આ વ્યક્તિ ઘરની અંદર જતા રહ્યા હતા અને કંઈ બોલ્યા નહોતા. ત્યારબાદ રાત્રે જ્યારે આ યુવતી તેના રૂમમાં મોબાઈલમાં કઈ જોતી હતી તે વખતે ઘરની પાછળની બારી પાસે પાડોશી વ્યક્તિ અંધારામાં ઊભા રહી તેને જોતો હતો.

આ પણ વાંચોઃ-વાપીનો યુવક અને મહારાષ્ટ્રની મહિલા બાઈક ઉપર કરી રહ્યા હતા 'આવું' કામ, પોલીસે રંગેહાથે પકડ્યા

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! કાળમુખો કોરોના ભાઈ-બહેનને ભરખી ગયો, ભાઈએ લગ્નના દિવસે જ લીધા અંતિમશ્વાસ

જ્યારે આ યુવતીને ખબર પડી ત્યારે રેલિંગ કૂદીને આ વ્યક્તિને જોવા ગઈ હતી પરંતુ ત્યારે તે ત્યાંથી ભાગી ગયો હતો. જ્યારે આ યુવતી પોતાના અંગત કામથી બહાર જતી હતી ત્યારે પાડોશીની પત્નીએ તેના ઘરની આગળ પડેલ કચરાની થેલી આ યુવતીના ઘરની આગળ મુકતા બોલાચાલી ઝઘડો થયો હતો. તેવામાં પાડોશી વ્યક્તિ પણ ત્યાં આવી ગયો હતો અને ઝઘડો કરી આ યુવતીને માર મારવા લાગ્યા હતા. ઝઘડો ચાલતો હતો ત્યારે પાડોશી વ્યક્તિએ આ યુવતીને કહ્યું કે તારો પતિ તારી સાથે રહેતો નથી તેમ છતાં શરીર વધતું જાય છે અને પેટ મોટું થતું જાય છે અને એવા તો કેવા કાંડ કરે છે કે પતિ પણ તેની સાથે રહેતો નથી.આ પ્રકારની અભદ્ર વાતો કરતાં ધમકીઓ આપતા યુવતીએ 181 મહિલા હેલ્પ લાઇન પર ફોન કરી પોલીસ બોલાવી હતી. જેથી આ યુવતીને વાડજ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. જ્યાં આ યુવતીએ પાડોશી દંપતી અને તેમની પુત્રી સામે ફરીયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:May 04, 2021, 00:27 am

ટૉપ ન્યૂઝ