Home /News /madhya-gujarat /

ધો.10 ભણેલા યુવકનું કારસ્તાન, અમદાવાદમાં રહેતી એક માતાનું FB હેક કરીને બિભત્સ માંગણી કરી

ધો.10 ભણેલા યુવકનું કારસ્તાન, અમદાવાદમાં રહેતી એક માતાનું FB હેક કરીને બિભત્સ માંગણી કરી

પકડાયેલા યુવકની તસવીર

આરોપીએ ધોરણ 10 સુધીનો અભ્યાસ કરેલો છે. અને હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે હીરાનું લેસર કટિંગ કરવાનુ કામ કરે છે.

અમદાવાદ: વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાનો (social media) જેટલો સદુપયોગ થઈ રહ્યો છે. એટલો જ દુરુપયોગ પણ થઈ રહ્યો છે. અનેક લોકો હવે બદલો લેવા માટે પણ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી સાયબર ક્રાઇમમાં (cyber crime) આ પ્રકારની અનેક ફરિયાદો જોવા મળી છે.

આ પ્રકારની વધુ એક ફરિયાદમાં સાયબર ક્રાઇમે એક આરોપીની ધરપકડ કરી છે. જેને ફરિયાદીના માતાનું ફેસબુક એકાઉન્ટ હેક કરીને તેમના મિત્રો સાથે બિભત્સ માંગણી કરી હતી.

આ પણ વાંચોઃ-શિક્ષણમંત્રીની મહત્વની જાહેરાત: 15 ઓગસ્ટ સુધી સ્કૂલો- કોલેજો બંધ, ફી ભરવા માટે સ્કૂલો દબાણ નહીં કરી શકે

નવરંગપુરામાં રહેતા એક ફરિયાદીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપી હતી કે તેમની માતા એ ફેસબૂક પર એકાઉન્ટ બનાવ્યું હતું. જો કે તેનો પાસવર્ડ ભૂલી જતા તેમણે બીજું એક નવું એકાઉન્ટ બનાવ્યું હતું. જોકે તેની માતાના જૂના ફેસબુક એકાઉન્ટ હેક કરીને આરોપી કેટલાક લોકો સાથે બિભત્સ વાતચીત કરીને બીભત્સ માંગણી કરે છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ કોરોના કહેર વચ્ચે ભગવાન જગન્નાથ યાત્રા નીકળશે, ભક્તોને જનતાકર્ફ્યૂ રાખવાની અપીલ

આ પણ વાંચોઃ-ડર સબકો લગતા હૈ! ખાનગી તબીબો અને મેડિકલ સ્ટાફ માટે વીમા કવચની માંગ ઉઠી

જેથી સાયબર ક્રાઇમ દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. અને સાવરકુંડલાના પ્રણવ સરવૈયા નામના આરોપી નો ધરપકડ કરી છે. આરોપીએ ધોરણ 10 સુધીનો અભ્યાસ કરેલો છે. અને હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે હીરાનું લેસર કટિંગ કરવાનુ કામ કરે છે. જો કે તેણે આ પ્રકારનું કૃત્ય કેમ કર્યું છે તે અંગે પોલીસ એ વધુ તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:

Tags: CYBER CRIME, Facebook, અમદાવાદ, ગુજરાત, પોલીસ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन