અમદાવાદઃ આંખના પલકારામાં જ મહિલા કોર્પોરેટરનું પર્સ છીનવી ગઠિયા ફરાર, જુઓ CCTV


Updated: June 6, 2020, 6:31 PM IST
અમદાવાદઃ આંખના પલકારામાં જ મહિલા કોર્પોરેટરનું પર્સ છીનવી ગઠિયા ફરાર, જુઓ CCTV
સીસીટીવીની તસવીર

શહેરના શાહિબાગ વિસ્તારમાં ફ્રૂટ લઈ ઘરે પરત જતાં મહિલા કોર્પોરેટરનું પર્સ લઇ ગઠિયાઓ ફરાર થયાની ઘટના સામે આવી છે.

  • Share this:
અમદાવાદ: શહેરના કોરોના લોકડાઉન (lockdown) હળવું જવાની સાથે જ તસ્કરો સક્રિય થયા છે. શહેરના શાહિબાગ વિસ્તારમાં ફ્રૂટ લઈ ઘરે પરત જતાં મહિલા કોર્પોરેટરનું (Women corporators) પર્સ લઇ ગઠિયાઓ ફરાર થઇ ગયાની ઘટના સામે આવી છે. પર્સની ચોરી કરનાર બાઈક પર આવેલા ગઠિયાઓ સીસીટીવી (CCTV) કેદ થઈ છે.

શાહિબાગમાં આવેલ પ્લેટિના હાઇટ્સ ખાતે રહેતા સ્થાનિક કોર્પોરેટર પ્રતિભાબહેન જૈન 4થી તારીખના રોજ બપોરના સમયે તેમના ઘર સામેથી લારીમાંથી ફ્રૂટ ખરીદી કરી હતી. ત્યાર બાદ એક્ટિવાની આગળની જગ્યાએ ફ્રુટ અને પર્સ મૂક્યું હતું. અને મહિલા કોર્પોરેટર પોતાના ઘરે પરત જવા રસ્તો ક્રોસ કરવા ઉભા હતા. તે સમયે બાઈક પર આવેલા બે ગઠીયાએ આવીને શાહીબાગ કહ્યું હતું.

જોકે મહિલા કઈ સમજે તે પહેલા જ એક્ટિવા આગળ રાખેલું પર્સની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જેથી બુમાબુમ થતા આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા. જો કે, લૂંટારુંઓ આંખના પલકારામાં ત્યાંથી ફરાર થઇ ગયા હતા.

આ પણ વાંચોઃ-શંકી પતિ! જીન્સ અને ટોપ પહેરીને પત્ની ગઈ બજારમાં ફરવા, ભડકેલા પતિએ કર્યું આવું કારસ્તાન

મહિલા કોર્પોરેટર પ્રતિભાબેન શાહીબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કરતા ચોરીના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં બાઈક પર આવેલા ગઠિયાઓ મહિલા કોર્પોરેટરની પાછળ પીછો કરતા હતા.

આ પણ વાંચોઃ-WHOએ આપ્યા રાહતના સમાચાર! કહ્યું ભારતમાં અનુમાન કરતા ગણી ઓછી છે કોરોનાની ગતિ

ભોગ બનાર મહિલા કોર્પોરેટ ફ્રૂટ ખરીદી અને પર્સ એક્ટિવા આગળ રાખતા ગઠિયાઓ પર્સને ઝૂંટવી નાસી ગયા. પર્સમાં મોબાઇલ ફોન, કોર્પોરેટરનું આઇકાર્ડ, 200 રૂપિયા રોકડા સહિતનો સામાન હોવાનો કોર્પોરેટેર ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. હાલમાં પોલીસએ આ સમગ્ર મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે જોવાનું એ રહેશે કે આરોપી ઓ કેટલા સમયમાં પોલીસ પકડમાં આવે છે.
First published: June 6, 2020, 5:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading