અમદાવાદઃ મૃત મહિલાને જીવતી બનાવીને આચર્યું આવું કૌભાંડ, આરોપીઓ સકંજામાં


Updated: January 3, 2020, 8:15 PM IST
અમદાવાદઃ મૃત મહિલાને જીવતી બનાવીને આચર્યું આવું કૌભાંડ, આરોપીઓ સકંજામાં
પકડાયેલા આરોપીની તસવીર

સેટેલાઇટમાં રહેતા નીતાબહેન કુમારના માતા ઘોડાસર ખાતે આવેલા ઘર ખાતે રહેતા હતા. વર્ષ 2011માં તેમના માતા માલતીબહેન શીરશીકરનું મૃત્યુ નીપજ્યું હતું.

  • Share this:
અમદાવાદઃ  મૃત્યુ પામેલી (dead) વ્યક્તિને જીવીત બતાવી ખોટા દસ્તાવેજી (Documents) પુરાવા ઊભા કરી પાવર ઓફ એટર્ની બનાવી મિલકત પચાવી કૌભાંડ આચરનાર શખ્સ પોલીસ સકંજામાં આવી ગયો છે. આરોપીએ લાખો રૂપિયાની મિલકત માટે આ કૌભાંડ (Scam) આચર્યું હોવાનું પોલીસ (police) તપાસમાં સામે આવ્યું છે.

સેટેલાઇટમાં રહેતા નીતાબહેન કુમારના માતા ઘોડાસર ખાતે આવેલા ઘર ખાતે રહેતા હતા. વર્ષ 2011માં તેમના માતા માલતીબહેન શીરશીકરનું મૃત્યુ નીપજ્યું હતું. આ મકાનમાં મુકેશ પટેલ છેલ્લા ઘણા સમયથી રહેતો હતો. પણ નીતાબહેનનો પરિવાર આ મુકેશ પટેલને ઓળખતો ન હતો.

આ પણ વાંચોઃ-સુરતઃ ગુસ્સામાં પિતાએ પુત્રીનું મોપેડ જાહેરમાં સળગાવ્યું, કારણ જાણીને નવાઈ લાગશે

તે આ ઘરમાં કેવી રીતે ઘૂસ્યો તે બાબતે તેમણે ખરાઇ કરવા માટે આશ્રમ રોડ ખાતેની તલાટી ઓફિસમાં ગયા હતા. તેમાં તપાસ કરી તો સામે આવ્યું કે મકાનનું અસલ શેર સર્ટિ માલતીબહેનના નામે છે તે ખોટી રીતે મુકેશ પટેલ નામના શખ્સે બોન્ડ આપી લઇ લીધું હતું. ત્યારબાદ નારોલની સબ રજીસ્ટારની ઓફિસે તપાસ કરી અને દસ્તાવેજની નકલ મેળવી તો ત્યાં ખોટી રીતે બનાવેલી પાવર ઓફ એટર્નીના ડોક્યુમેન્ટ મલ્યા હતા.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ મૃત મહિલાને જીવતી બનાવીને આચર્યું આવું કૌભાંડ, આરોપીઓ સકંજામાં

આ પણ વાંચોઃ-ટેલીગ્રામમાં આવ્યું નવું અપડેટ, વોટ્સએપને આપશે ટક્કરપોલીસે જણાવ્યું છે કે આ ડોક્યુમેન્ટ્સમાં માલતીબહેનના કુલમુખત્યાર મુકેશ પટેલ હોવાના પુરાવા પણ આપ્યા હતા. નીતાબહેનને આ અંગે જાણ થતાં જ તેમણે આ અંગે ફરિયાદ નોંધાવતા વટવા પોલીસે મુકેશ પટેલની ધરપકડ કરી ડોક્યુમેન્ટ સહિતના પુરાવા કબજે લઇ માતાનું ઘર તેની દીકરીને પરત અપાવ્યું હતું.
First published: January 3, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading