અમદાવાદઃ એક સમયનો વોન્ટડ આરોપી મજૂરી કરીને છુપાઈ રહ્યો હતો, ATSએ દબોચ્યો


Updated: June 5, 2020, 7:07 PM IST
અમદાવાદઃ એક સમયનો વોન્ટડ આરોપી મજૂરી કરીને છુપાઈ રહ્યો હતો, ATSએ દબોચ્યો
ફાઈલ તસવીર

વર્ષ 2009માં ગુજરાત ATS 3 આરોપીની 500 અને 1000ના દરની બનાવતી નોટ સાથે 3 લોકોની ધરપકદ કરી હતી. અને તે કેસમાં એક આરોપી જે જેતે સમય સગિર હતો અને તે વોન્ટેડ હતો.

  • Share this:
અમદાવાદઃ ગુજરાત ATSને ફરી વાર એક મોટી સફળતા હાથ લાગી છે. કોરોનાના મહામારીની વચ્ચે ગંભીર ગુનાઓના આરોપીની ATS શોધી શોધીને ધરપકડ કરી રહી છે, ત્યારે વધુ એક આરોપીની ગુજરાત ATSએ ધરપકડ કરી છે. ગુજરાત ATSને માહિતી મળી હતી કે 2009ના ગુનામાં વોન્ટેડ એક આરોપી મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યો છે. અને તે માહિતીના આધારે ATS ધરપકડ કરી લીધી છે.

મળતી માહિતી પ્રમાણે વર્ષ 2009માં ગુજરાત ATS 3 આરોપીની 500 અને 1000ના દરની બનાવતી નોટ સાથે 3 લોકોની ધરપકદ કરી હતી. અને તે કેસમાં એક આરોપી જે જેતે સમય સગિર હતો અને તે વોન્ટેડ હતો.

આ પણ વાંચોઃ-CM રૂપાણી Exclusive interview: 'કોંગ્રેસ મૃતપાય છે, ત્રણે બેઠકો ઉપર ભાજપની જીત નક્કી, કોરોના સાથે લોકોને જીવવું પડશે'

પરંતુ ગુજરાત ATS ને માહિતી મળી હતી કે આરોપી ધાનેરામાં મજૂરી કરી રહ્યો છે અને જે માહિતી ના આધારે તેની ધરપકડ કરી લીધી છે. પોલીસ નું કેહવું છે કે આરોપી નો રોલ જેતે સમય બનાવતી નોટ છાપવાનું અને તેને રાખવાનો આરોપ હતો.

આ પણ વાંચોઃ-આખો પરિવાર તબાહ! 'હું મારા ત્રણ બાળકોની હત્યા કરી રહ્યો છું', ત્રણ બાળકોની હત્યા બાદ દંપતીની આત્મહત્યા

નોંધનીય છે કે પોલીસે આરોપીને વર્ષો બાદ ઝડપી પાડ્યો છે અને જે હાલ મોટો થઈ ગયો છે અને જેને ઓળખવા પણ એક મુશ્કેલ કામ હતું. મહત્વ નું છે કે આગાઉ જે આરોપીઓ ની ધરપકડ કરવા માં આવી હતી તેને સજા પણ પડી ચુકી છે. હાલ ATS આરોપી ની ધરપકડ કરી આગળ ની તપાસ શરૂ કરી છે.
First published: June 5, 2020, 6:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading