અમદાવાદઃ ઈસનપુર હત્યા કેસમાં આવ્યો નવો વળાંક, આરોપી સગીરા ગર્ભવતી હોવાનું સામે આવ્યું


Updated: July 16, 2020, 7:48 PM IST
અમદાવાદઃ ઈસનપુર હત્યા કેસમાં આવ્યો નવો વળાંક, આરોપી સગીરા ગર્ભવતી હોવાનું સામે આવ્યું
ફાઈલ ફોટો

"થોડું કામ છે આવું હમણાં" એમ કહીને ઘર માથી ગયેલા ઉમંગ દરજીને જોવા માટે આખોય પરિવાર હવે રાહ જોઈ રહ્યો છે. પરંતુ હવે એ ઉમંગ દરજી પાછો ક્યારેય નહીં ફરે કારણકે આરોપીઓએ ઉમંગ દરજી ઉપર શુક્રવારે રાત્રે ગુરુજી બ્રિજ ઉપર છરી ના ઘા માર્યા હતા.

  • Share this:
અમદાવાદ: ઇસનપુર વિસ્તારમાં થયેલ હત્યા કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. હત્યા કરનાર ગેંગમાં સામેલ આરોપીઓમાંથી એક સગીરા આરોપીથી ગર્ભવતી (Minor accused preganant) હોવાની વાત સામે આવી હતી. આ ઘટનાથી પોલીસ પણ ચોંકી ગઈ છે. અમદાવાદના (Ahmedabad) ઇસનપુર વિસ્તારમાં થોડા દિવસ પહેલા મોબાઈલ લૂંટ માટે એક યુવકની 6 લોકોએ ભેગા થઈ હત્યા કરી નાખી હતી. જેમાં પોલીસે 3 યુવક અને 2 સગીરાની ધરપકડ કરી હતી. પોલીસે બંને સગીરાનું મેડિકલ કરાવી તો ચોંકાવનારી બાબત સામે આવ હતી. 1 સગીરાને 4 મહિનાનો ગર્ભ હોવાનું સામે આવ્યું અને જેથી પોલીસે પોસ્કો હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

પોલીસે સગીરા પાસે પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તેની સાથે હત્યામાં સામેલ તેના પ્રેમી પેહલા તે અન્ય યુવક સાથે પ્રેમમાં હતી. અને તેના 2 મહિના પહેલા લગ્ન થતા તેને તે યુવક સાથે પ્રેમ પ્રકરણ પૂરો કરી નાંખયો હતો. પરંતુ 2 મહિના પહેલા તે યુવકે તેની સાથે સંબંધ હતો જેથી બાળક તેનું છે.

આ મામલે જે તે યુવક નસ પકડી ધરપકડ કરી છે. અને બંનેના dna ટેસ્ટ કરાવવા કાર્યવાહી શરૂ કરી છે. આરોપી પંચરનું કામ કાજ કરતો હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે હાલ તો સમગ્ર ઘટનાથી પોલીસ પણ ચોંકી ગઈ છે. આ મામલે acp જે div આર બી રાણાનું કેહવું છે કે મામલો સામે આવતા અમે તમામ કાર્યાવહી કરી રહ્યાં છીએ

ઉલ્લેખનીય છે કે ઇસનપુર વિસ્તારમાં એક બ્રિજ પર વાહન ચાલક સાથે ઝપાઝપી કરી તેને છરી મારી યુવકની હત્યા નિપજાવનાર ત્રણ મિત્રોની ધરપકડ કરી યુવકની પ્રેમિકા અને સગીરા મિત્રની પણ અટકાયત ઇસનપુર પોલીસે કરી છે.

ધરપકડ બાદ આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારી હકીકતો સામે આવી છે. આ પાંચ આરોપીઓમાં એક યુવતી અને એક યુવક બને પ્રેમી પંખીડા હોવાનું સામે આવ્યું છે. પ્રેમિકાએ મોબાઈલ ફોન માંગતા પ્રેમીએ રોડ પર યુવકને આંતરીને મોબાઈલ લૂંટયો હતો. હત્યા બાદ આરોપીઓ અડધું અમદાવાદ ફર્યા પણ પોલીસ ને જોઈને બાઇક 120ની સ્પીડે ભગાવ્યું પણ પોલીસ આ લોકોને પકડવામાં સફળ સાબિત થઈ. પણ પ્રેમિકા અને પ્રેમીની પ્રેમ કહાની હવે સલાખો પાછળ શરૂ રહેશે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ ઉછાળા બાદ ચાંદીના ભાવમાં બોલાયો મોટો કડાકો, ફટાફટ જાણીલો નવા ભાવ"થોડું કામ છે આવું હમણાં" એમ કહીને ઘર માથી ગયેલા ઉમંગ દરજીને જોવા માટે આખોય પરિવાર હવે રાહ જોઈ રહ્યો છે. પરંતુ હવે એ ઉમંગ દરજી પાછો ક્યારેય નહીં ફરે કારણકે અજાણ્યા ચારથી પાંચ જેટલા લોકોએ ઉમંગ દરજી ઉપર શુક્રવારે રાત્રે ગુરુજી બ્રિજ ઉપર છરી ના ઘા માર્યા હતા, આ સમગ્ર બાબતને લઈને ઇસનપુર પોલીસ લૂંટ-વિથ મર્ડરનો ગુનો દાખલ કરીને પાંચ લોકોની ધરપકડ કરી હતી. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમી આધારે કૃણાલ દલવાડી, હાર્દિક ઉર્ફે ચીમન અગ્રવાલ, શ્યામ ઉર્ફે લક્કી રાઠોડ અને બે સગીરાની ધરપકડ કરી છે.

આ પણ વાંચોઃ-નડિયાદઃ અપરિણીત પુત્રીએ 80 વર્ષીય પિતાને બે મહિનાથી ઘરમાં કર્યા નજર કેદ, કારણ જાણીને ચોંકી જશો

આ પણ વાંચોઃ-સામાન્ય માણસ માટે જરૂરી જાણકારી! આ કોડ બાદ આસાનીથી જાણી શકાશે દવા અસલી છે કે નકલી

આ તમામ લોકો મિત્રો છે. એક ગૃપ બનીને તેઓ એક જગ્યાએ ભેગા થયા હતા ત્યારે શ્યામની પ્રેમિકાએ તેની પાસે મોબાઈલ ફોન ગિફ્ટમાં માંગ્યો હતો. પણ શ્યામ પાસે પૈસા ન હોવાથી તે પ્રેમ સાબિત કરવા મોબાઈલ લાવવા મથ્યો હતો. બાદમાં તમામ લોકો નિકળ્યા અને ત્યાં ઉમંગ દરજી વાહન પર જતો હતો. તેની પાસે મોબાઈલ ફોન દેખાતા જ શ્યામએ તેને રોક્યો, માર્યો અને ફોન છીનવવાનો પ્રયાસ કર્યો પણ ઉમંગ લડ્યો અને તેને છરીના ઘા મારી હત્યા નિપજાવી હતી.

પોલીસસુત્રોનું કહેવું છે કે, ગુનાને અંજામ આપ્યા બાદ શ્યામ અને તેની ગર્લફ્રેન્ડ ભાગ્યા હતા. વાસણા શાહપુર સહિતના અનેક વિસ્તારોમાં પોલીસથી બચવા ફર્યા હતા. પણ પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી અને દૂરથી પોલીસને જોઈને ફરી શ્યામ ભાગ્યો હતો. પોલીસ પાસે કાર અને શ્યામ પાસે બાઇક હતું અને શ્યામએ 120ની સ્પીડે બાઇક હંકાર્યું અને પોલીસ તથા શ્યામ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા. પણ ઇસનપુર પોલીસસ્ટેશનના પીએસઆઇ કે.એમ.ચાવડા એ હિંમત ન હારી અને જીવના જોખમે તમામ લોકોને ઝડપી પાડી હત્યા વિથ લૂંટનો ભેદ ઉકેલ્યો હતો.
Published by: ankit patel
First published: July 16, 2020, 7:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading