અમદાવાદ: બોપલમાં મારુતિનંદન હોટલમાં લુખ્ખાં તત્વો દ્વારા તોડફોડ,ઘટના CCTVમાં કેદ

News18 Gujarati
Updated: February 11, 2018, 6:05 PM IST
અમદાવાદ: બોપલમાં મારુતિનંદન હોટલમાં લુખ્ખાં તત્વો દ્વારા તોડફોડ,ઘટના CCTVમાં કેદ
અમદાવાદ: બોપલમાં મારુતિનંદન હોટલમાં લુખ્ખાં તત્વો દ્વારા તોડફોડ,ઘટના CCTVમાં કેદ.

  • Share this:
અમદાવાદ: બોપલ વિસ્તારમાં માં મારુતિનંદન હોટલમાં ગઈ રાત્રે અંગત અદાવતને લઈ 20થી 25 લુખ્ખાં તત્વોએ તોડફોડ કરી હતી. લુખ્ખાતત્વોએ હોટલમાલિકના સગીર પુત્રનું અપહરણ કર્યા બાદ રાજપથ ક્લબ પાસે છોડી મૂક્યો હતો. ત્યાર બાદ તેઓએ મારુતિનંદન હોટલમાં તોડફોડ કરી હતી.

મળતી વધુ વિગત મુજબ, અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી મારુતિનંદન હોટલમાં લુખ્ખાં તત્વો દ્વારા ગઈ મોડી રાત્રે તોડફોડ કરવામાં આવી હતી. સગીર છોકરાને પહેલાં કોચિંગ ક્લાસમાં કોઈની સાથે મગજમારી થઈ હતી. બાદમાં 20થી 25 લુખ્ખાં તત્વો દ્વારા સગીરનું અપહરણ કર્યા રાજપથ ક્લબ નજીક છોડી મુકાયો હતો. લુખ્ખાં તત્વોને પછી જ જાણ થઈ કે આ સગીરના પિતા મારુતિનંદન હોટલના માલિક છે. તેમણે તરત જ બોપલની મારુતિનંદન હોટલ પર પહોંચી તોડફોડ કરી હતી અને ત્યાંના સ્ટાફ પર પણ હુમલો કર્યો હતો. હુમલામાં હોટલનો એક કર્મચારી ઈજાગ્રસ્ત થયો છે. જે પણ તોડફોડ થઈ એમાં હોટલ સાથે કંઈ ન હતું, પણ કોચિંગ ક્લાસમાં થયેલા ઝઘડા સંબંધમાં હતી. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ વિગત તપાસી રહી છે.

First published: February 11, 2018, 5:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading