અમદાવાદઃ સાયન્સ સિટી રોડ પર લિફ્ટ માગી પૈસા પડાવતી ટોળકી ઝડપાઈ

News18 Gujarati
Updated: April 22, 2018, 6:58 PM IST
અમદાવાદઃ સાયન્સ સિટી રોડ પર લિફ્ટ માગી પૈસા પડાવતી ટોળકી ઝડપાઈ
અમદાવાદઃ સાયન્સ સિટી રોડ પર લિફ્ટ માગી પૈસા પડાવતી ટોળકી ઝડપાઈ.

  • Share this:
અમદાવાદઃ જો કોઇ મહિલા તમારી પાસે લિફ્ટ માગી રહી છે તો ચેતી જજો. ક્યાંક આ જ મહિલાના સાગરીતો થોડેક આગળ તમારી ગાડી રોકીને બનાવટી પોલીસ બનીને તમારી પાસે લાખ્ખો રૂપિયાની માગણી ન કરે. જી હા, અમદાવાદના સોલા વિસ્તારમાં આવો જ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. 20 માર્ચે દર્શિત પટેલ નામનો ફરિયાદી ગાડી લઈને સાયન્સ સિટી તરફ જઇ રહ્યો હતો એ દરમિયાન બે મહિલાઓએ તેની પાસે લિફ્ટ માગી આગળ જતાં ત્રણ શખસો મળીને પોલીસ હોવાનું કહી રૂ.25,000 પડાવી લીધા હતા.

જોકે ફરિયાદીએ મહિલાને લિફ્ટ આપતાં જ થોડેક આગળ એક અલ્ટો કાર લઇને 3 શખસો ઊભા હતા. તેમણે ફરિયાદીની કારને રોકીને લાઇસન્સ સહિતના દસ્તાવેજો માગ્યા હતા. જોકે આ સમયગાળામાં પોલીસ હોવાનો ડોળ કરતા આરોપીએ બન્ને મહિલાની પણ પૂછપરછ કરી હતી. આ બન્ને મહિલાએ લિફ્ટ આપનારી વ્યક્તિએ છેડતી કરી હોવાનું કહીને ગાડીમાંથી ઊતરી ગઈ હતી અને બનાવટી પોલીસ ફરિયાદીની કારમાં બેસીને પોલીસ સ્ટેશન લઇ જવા માટે કહ્યું હતું. જોકે પોલીસ સ્ટેશનને બદલે આરોપી અવાવરું જગ્યાએ લઇ ગયો હતો અને ત્યાં ધમકાવીને રૂપિયા દોઢ લાખની માગણી કરી હતી. અંતે રૂ.25 હજાર લઇને ત્યાંથી ફરાર થઇ ગયા હતા.

આ ફરિયાદી 18 એપ્રિલએ બોપલ સર્કલ નજીકથી પસાર થઇ રહ્યો હતો એ દરમિયાન ફરીથી આ બન્ને મહિલાઓ કોઇની પાસે લિફ્ટ માગતી જોવા મળી હતી, જેથી ફરિયાદીએ તેનો પીછો કરતાં આરોપીઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતા અને ફરિયાદીએ તેઓની કારનો નંબર લઇને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસે ફરિયાદીના આધારે કંચન, રાધિકા અને હિતેશ જોષી નામના આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે હોમગાર્ડ યોગેશ તેમ જ ગેમરને પકડવા માટેનાં ચક્રો ગતિમાન કર્યાં છે.
First published: April 22, 2018
વધુ વાંચો
अगली ख़बर