Home /News /madhya-gujarat /

અમદાવાદઃ નારોલમાં નિમેષ કાપડની ફેક્ટરીમાં ભીષણ આગ

અમદાવાદઃ નારોલમાં નિમેષ કાપડની ફેક્ટરીમાં ભીષણ આગ

અમદાવાદઃ નારોલમાં ચીરીપાલ ફેક્ટરી પાસે આવેલી નિમેષ કાપડની ફેક્ટરીમાં ભીષણ આગ.

    અમદાવાદઃ નારોલમાં ચીરીપાલ ફેક્ટરી પાસે આવેલી નિમેષ કાપડની ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો છે. કાપડના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાથી ધુમાડાના ગોટેગોટા હવામાં ઊડી રહ્યા છે. બનાવની માહિતી મળતાં ફાયરબ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

    મળતી વધુ વિગત મુજબ, અમદાવાદના નારોલમાં ચીરીપાલ ફેક્ટરી પાસે નિમેષ કાપડની ફેકટરીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. આગ લાગવાથી ચારેબાજુ અફરાતફરીનો માહોલ સર્જાયો છે. માહિતીની જાણ થતાં ફાયરબ્રિગેડની 4 ગાડી ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. આગ લાગવાની આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઊડી રહ્યા છે. આગમાં કાપડનો જથ્થો બળી જવાથી મોટા નુકસાનના આશંકા સેવાઈ રહી છે. આગને કારણે કોઈ જાનહાનિના સમાચાર હજુ મળ્યા નથી. કાપડના ગોડાઉનમાં બે-ત્રણ કર્મચારીઓ હોવાની આશંકા કરાઈ છે. આગ કયા કારણે લાગી છે એ હજુ જાણવા મળ્યું નથી. વધુ માહિતી જાણવા માટે વિડિયો પર ક્લિક કરોઃ
    Published by:Sanjay Joshi
    First published:

    Tags: Ahmedabd, Fire in Nimesh cloth factory, Narol, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन