અમદાવાદઃ ગણેશ મહોત્સવ અંગે મોટો નિર્ણય, સોસાયટીમાં ગણેશ સ્થાપનાના બનાવ્યા ખાસ નિયમો


Updated: July 2, 2020, 9:47 PM IST
અમદાવાદઃ ગણેશ મહોત્સવ અંગે મોટો નિર્ણય, સોસાયટીમાં ગણેશ સ્થાપનાના બનાવ્યા ખાસ નિયમો
ફાઈલ તસવીર

ગુજરાત સરકારની હજી જાહેરાત થઇ નથી પરંતુ અમદાવાદના સાર્વજનિક ગણેશ મહોત્સવ એસોસિએશનના પ્રમુખ એ જાહેર કર્યું છે કે આ વર્ષે અમદાવાદ શહેરમાં પાંચ પંડાલ બંધ રાખવામાં આવશે.

  • Share this:
અમદાવાદઃ મુંબઈની જેમાં અમદાવાદમાં છેલ્લા પાંચ વર્ષથી ગણેશ મહોત્સવ (Ganesh Mahotsav) મહત્વ વધ્યું છે. ગણેશ મહોત્સવ પહેલા એક મહિનાથી તૈયારીઓ શરૂ થઇ જાય છે. આ વર્ષે 22મી ઓગસ્ટના રોજ ગણેશ ચતુર્થીનો ઉત્સવ આવશે. ત્યારે કોરોના વાયરસને (coronavirus) લઈને આ વર્ષે અમદાવાદ શહેરમાં (Ahmedabad city) ગણેશના મોટા પંડાલો નહીં યોજાય.

ગુજરાત સરકારની હજી જાહેરાત થઇ નથી પરંતુ અમદાવાદના સાર્વજનિક ગણેશ મહોત્સવ એસોસિએશનના પ્રમુખ એ જાહેર કર્યું છે કે આ વર્ષે અમદાવાદ શહેરમાં પાંચ પંડાલ બંધ રાખવામાં આવશે. આ સિવાય દરેક સોસાયટીમાં ગણેશની બેસાડવા હશે તો તેની માટે પણ ખાસ નિયમો જરૂરી છે.

કેવા હશે નિયમો?

અમદાવાદ શહેરમાં સોસાયટીમાં ગણેશ બેસાડવા હશે તો સૌથી પહેલો નિયમ એ રહેશે કે એક જ સોસાયટીમાં એક જ વ્યક્તિ ગણેશજીની આરતી કરી શકશે. ગણેશ વિસર્જન સમયે ભીડભાડ કરીને સાબરમતી નદી તરફ જવાનું ટાળવું પડશે.

પીઓપીની બદલે માટીની મૂર્તિથી સોસાયટીમાં જ ગણેશનું વિસર્જન કરવાનું રહેશે. ગણેશજીના આરાધકે 2 ફૂટની માટી મૂર્તિ બેસાડે તેવી અપીલ કરી છે. વધુમાં તેમણે જણાવ્યું કે શેના 90થી વધારે કારીગરો આ વર્ષે માટીની મૂર્તિ બનાવે તે માટે તેમને સૂચન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ-સુરતઃ નોકરી ઉપર પરત આવવા માટે કંપનીએ દબાણ કરતા CA યુવતીએ ફાંસો ખાઈને કર્યો આપઘાતપ્રસાદ વિતરણ ની કેવી હશે વ્યવસ્થા?
સોસાયટીમાં ઘરમાં અલગ-અલગ લોકો ગણેશજીની સ્થાપના કરતા હોય છે ત્યારે આ વર્ષે સોસાયટીમાં માત્ર એક જ ગણેશની સ્થાપના થાય તેવું સૂચન ગણેશ એસોસિએશનના પ્રમુખે કર્યું છે.

આ પણ વાંચોઃ-કોરોનાએ કમર તોડી! રાજ્યના એમ્બ્રોઇડરી અને યાર્ન બિઝનેસને એક હજાર કરોડનો ફટકો, આર્થિક પેકેજની માંગ

આ પણ વાંચોઃ-Video:સુરતમાં વાહન બાજુમાં લેવાનું કહેતા આવેશમાં આવી ચાલકે ટ્રાફિક TRB જવાન ઉપર અસ્ત્રા વડે કર્યો હુમલો

તેમના કહેવા પ્રમાણે આ વખતે ગણેશ મહોત્સવમાં પ્રસાદનું વિતરણ નહીં થાય. ગણેશજીની આરતી વખતે માત્ર એક જ વ્યક્તિ આરતી ની થાળી લઈને આરતી ઉતારી શકશે.  એટલું જ નહિ પ્રસાદ આ વખતે લોકોને માસ્ક અને આયુર્વેદિક કાવા આપવામાં આવશે.
First published: July 2, 2020, 9:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading