Home /News /madhya-gujarat /

ડોક્ટરોની મહેનત રંગ લાવી! અમદાવાદમાં 27 વર્ષીય HIV પોઝિટિવ દર્દીને કોરોનામાંથી ઉગાર્યો

ડોક્ટરોની મહેનત રંગ લાવી! અમદાવાદમાં 27 વર્ષીય HIV પોઝિટિવ દર્દીને કોરોનામાંથી ઉગાર્યો

કોરોનામાંથી સાજા થયેલા દર્દીની તસવીર

કોરોના પોઝિટિવને પગલે દાખલ થયેલા આ દર્દી અગાઉથી જ એચ.આઈ.વી પોઝિટિવ પણ હતા. તેમની સારવાર માં સિવિલ હોસ્પિટલના તબીબોએ અત્યંત સાવચેતી રાખી હતી.

અમદાવાદઃ કોરોનાની સારવાર બાદ રાજ્યની અનેક હોસ્પિટલોમાંથી (Hospital) કોરોનાના દર્દીઓને રજા અપાઈ રહી છે, ત્યારે સિવિલ હોસ્પિટલમાં ભરતી થયેલા એચ.આઇ.વી. પોઝિટિવ દર્દીને સારવાર બાદ કોરોનાનો નેગેટિવ રિપોર્ટ આવતા આજે તેમને રજા અપાઈ છે. અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના એક દર્દી 15મી એપ્રિલના રોજ સિવિલ હોસ્પિટલ પરિસરમાં 1200 બેડની ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલમાં દાખલ થયા હતા.

કોરોના પોઝિટિવને પગલે દાખલ થયેલા આ દર્દી અગાઉથી જ એચ.આઈ.વી પોઝિટિવ (H.I.V positive) પણ હતા. તેમની સારવાર માં સિવિલ હોસ્પિટલના તબીબોએ અત્યંત સાવચેતી રાખી હતી.  એટલું જ નહીં તબીબો સાથે નર્સિંગ સ્ટાફ અને પેરામેડીકલ સ્ટાફે પણ અન્ય દર્દીઓ ની જેમ જ તેમની સાથે સંવેદના પૂર્ણ વ્યવહાર રાખી ને તેમનો જુસ્સો જાળવી રાખ્યો હતો.

આ પણ વાંચોઃ-કોરોના સામે 'અભેદકિલ્લો'! અમદાવાદમાં રસ્તો બ્લોક કરવા સોસાયટીઓએ અપનાવ્યો જોરદાર આઈડિયા

27 વર્ષના દર્દી છેલ્લા અઢી વર્ષથી એચ.આઈ.વીના રોગથી પીડાતા હતા. હોસ્પિટલમાં દાખલ થયા તે સમયે પણ તેમના શરીરમાં અનેક ઉણપો હતી. સામાન્ય રીતે કોમ્બિર્ડ કન્ડિશન ધરાવતા દર્દીઓને કોરોના રોગની વધુ ભયાનક અસરો થતી હોય છે.

આ પણ વાંચોઃ-કોરોના અંગે રાજકોટ માટે સારા સમાચાર! જંગલેશ્વરના 8 દર્દીને રજા અપાઈ, ત્રણ દિવસમાં એકપણ કેસ નોંધાયો નથી

ત્યારે આવી critical condition ધરાવતા દર્દીને પણ સિવિલ હોસ્પિટલના તંત્રએ સારવાર આપી  કોરોના વાયરસમાંથી ઉઘાર્યો હતો. આ દર્દીને આજે સિવિલ હોસ્પિટલમાંથી રજા આપતા તેમના પરીવારજનોમાં આનંદની લાગણી વ્યાપી છે અને તેઓએ હોસ્પિટલ તંત્રનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
Published by:ankit patel
First published:

Tags: Corona patient, HIV positive, Lockdown, અમદાવાદ, હોસ્પિટલ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन