અમદાવાદની 900 હોસ્પિટલ અને ક્લિનિક પાસે ફાયર NOC જ નથી, હાઇકોર્ટમાં થયો મોટો ઘટસ્ફોટ


Updated: September 30, 2020, 10:47 PM IST
અમદાવાદની 900 હોસ્પિટલ અને ક્લિનિક પાસે ફાયર NOC જ નથી, હાઇકોર્ટમાં થયો મોટો ઘટસ્ફોટ
પ્રતિકાત્મક તસવીર

જાહેરહિતની અરજીમાં ફાયર વિભાગે સોગંદનામું કરીને ચોંકાવનારી હકીકત કોર્ટ સમક્ષ રજૂ કરી

  • Share this:
અમદાવાદ : નવરંગપુરાની શ્રેય હોસ્પિટલના અગ્નિકાંડમાં આઠ કોરોનાના દર્દીઓના મૃત્યુની દુર્ઘટનાના મુદ્દે થયેલી જાહેરહિતની અરજીમાં ફાયર વિભાગે સોગંદનામું કરીને ચોંકાવનારી હકીકત કોર્ટ સમક્ષ રજૂ કરી છે. અમદાવાદ શહેરની હદમાં 2200 જેટલા હોસ્પિટલ્સ અને ક્લિનિક્સ છે. જે પૈકી 1300 જોડે ફાયર NOC છે પરંતુ 900 એકમો પાસે આજે પણ ફાયર NOC નથી.

શ્રેય હોસ્પિટલની ફાયર NOC પણ એપ્રિલ મહિનામાં પૂર્ણ થઇ ગઇ હતી. હાલ કોરોનાના પગલે કોર્પોરેશન તરફથી ફાયર સેફ્ટીના મુદ્દે ઇમારતો વિરૂદ્ધ આકરી કાર્યવાહી ટાળવામાં આવી છે. જોકે ઓગસ્ટ પછીથી તમામ હોસ્પિટલો અને ક્લિનિકને કોર્પોરેશન તરફથી જરૂરી ફાયર NOC લેવા માટેની તાકીદ કરી દેવામાં આવશે અને અન્ય તમામ ઇમારતોને પણ NOC મુદ્દે નોટિસો આપવામાં આવશે તેમ પણ સોગંદનામામાં જણાવવામાં આવ્યું છે. કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે ફાયર સેફ્ટીના કાયદાની અમલવારી, સ્ટાફની ટ્રેનિંગ અને લાયકાત મુદ્દે રાજ્ય સરકારનો ખુલાસો માગ્યો હતો.

આ પણ વાંચો - કોરોના ટેસ્ટ નહીં કરાવવા માટે 20 જુગારીઓ પાસેથી પોલીસે મોટો તોડ કર્યો હોવાની ઉચ્ચ અધિકારીને ફરિયાદ

આજે આ કેસની સુનાવણી દરમિયાન અમદાવાદ ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર એમ.એફ. દસ્તૂરે સોગંદનામુ રજૂ કરીને જણાવ્યું હતું કે અમદાવાદમાં 1200 હોટેલ-રેસ્ટોરન્ટ પૈકી 450 એકમો જોડે ફાયર NOC નથી. 2385 ટ્યુશન ક્લાસિસ પૈકી 185 પાસે હાલની સ્થિતિએ ફાયર NOC નથી. જ્યારે કે શહેરની મોટાભાગની તમામ 1200 ખાનગી-સરકારી શાળા-કોલેજો, 60 મોલ્સ-મલ્ટિપ્લેક્સ, 300 ફટાકડાની દુકાનો અને ઉત્પાદનના એકમો,80 પેટ્રોલ પંપ, 50 હંગામી પંડાલો જોડે ફાયર માટેના જરૂરી NOC છે. જોકે ફાયર NOCને રિન્યૂ કરાવવી એ જે તે વ્યક્તિ અને એકમોની પણ કાયદાકીય ફરજ છે. ઓથોરિટી દ્વારા તમામને ફાયર NOCની નેટમાં લાવવા માટેના પ્રયત્નો હાથ ધરાયા છે.

આ તરફ કેસની સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે એવી રજૂઆત કરી હતી કે આઠ મનપા વિસ્તારોને ફાયર સેફ્ટી એક્ટ હેઠળ આવરી લેવા માટે સરકાર કાર્યવાહી કરી રહી છે અને ટૂંક સમયમાં યોગ્ય જાહેરાત પણ કરાશે.
Published by: Ashish Goyal
First published: September 30, 2020, 10:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading