Ahmedabad News: મહાનગરપાલિકાનું માનીયે તો, આ વર્ષે શહેરમાં 73 ભૂવા પડ્યા છે જેને પૂરવા માટે 282 લાખ રૂપિયા એટલે કે 3 કરોડ રૂપિયાની આસપાસનો ખર્ચો થયો છે. આમ તો ભૂવા પુરવા પાછળ આમ કો 2-3 લાખ રૂપિયાનો ખર્ચો થઇ શકે છે. જે માટે 20થી 30 લાખ રુપિયા લાખ રૂપિયા કોન્ટ્રાક્ટર્સને ચુકવવામાં આવ્યાં છે. કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટર્સની બેદરકારીને કારણે સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં 21 જ્યારે સૌથી ઓછા 2 ભૂવા મધ્યઝોનમાં પડ્યાં છે
અમદાવાદ શહેરમાં કોઇપણ સીઝન હોય ભૂવા પડવાનું બંધ થતું નથી. શહેરનાં શાહપુર વિસ્તારમાં ગટર લાઇન તુટતાં હાલમાં વિશાળ ભુવો પડ્યો છે જેને એએમસી દ્વારા છેલ્લાં 10 દિવસથી ખોદીને રાખવામાં આવ્યો છે પણ તેનાં રિપેરિંગનું કામ હજુ શરૂ થયુ નથી. શહેરમાં ચોમાસાની સીઝન હોય કે, શિયાળો કે પછી ઉનાળો આવે ભૂવા દરેક સિઝનનમાં જોવા મળે છે. અને આ જ તંત્રનાં કામની પોલ ખોલે છે. અમદાવાદ શહેરમાં કોઇપણ સીઝનહોય ભૂવા પડવાનું બંધ થતું નથી. શહેરનાં શાહપુર વિસ્તારમાં ગટર લાઇન તુટતાં હાલમાં વિશાળ ભુવો પડ્યો છે જેને એએમસી દ્વારા છેલ્લાં 10 દિવસથી ખોદીને રાખવામાં આવ્યો છે પણ તેનાં રિપેરિંગનું કામ હજુ શરૂ થયુ નથી. શહેરમાં ચોમાસાની સીઝન હોય કે, શિયાળો કે પછી ઉનાળો આવે ભૂવા દરેક સિઝનનમાં જોવા મળે છે. અને આ જ તંત્રનાં કામની પોલ ખોલે છે.
નવા વાડજ વોર્ડનો ભૂવો પુરવા 38 લાખ રૂપિયા ખર્ચાયા
આ પહેલાં શહેરનાં નવાવાડજ વિસ્તારમાં જવાહરનગરનાં છાપરા પાછળ ભૂવો પડ્યો હતો. જેને પૂરવા માટે 38 લાખ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે. ઇન્દ્રપુરી વોર્ડમાં કડિયાનાકાથી તુષારભાઇ દેશમુખ ગાર્ડન રોડ પર પડેલો ભૂવો 20 લાખ રૂપિયામાં પુરાયો જ્યારે, સ્ટેડિયમ વોર્ડમાં રાઉન્ડ ટેબલ સ્કૂલ જક્શન પાસે પડેલો ભૂલો પૂરવા માટે 20 લાખ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે. બોડકદેવ વોર્ડમાં પડેલો ભૂવો પૂરવા 17.51 લાખનો ખર્ચો કરવામાં આવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે આ રસ્તો કેટલો ટકે છે.
ઝોન
પડેલાં ભૂવા
મરામતો ખર્ચ (લાખ રૂપિયામાં)
ઉત્તર
4
8.10 લાખ
દક્ષિણ
14
77.69 લાખ
પૂર્વ
12
9.880 લાખ
પશ્ચિમ
21
114.31 લાખ
ઉત્તર પશ્ચિમ
12
43.71 લાખ
દક્ષિણ પશ્ચિમ
8
23.40 લાખ
મધ્ય
2
5 લાખ
કૂલ
73
282.09 લાખ રૂપિયા
ઝોન પડેલાં ભૂવા મરામતો ખર્ચ (લાખ રૂપિયામાં) ઉત્તર 4 8.10 લાખદક્ષિણ 14 77.69 લાખપૂર્વ 12 9.880 લાખપશ્ચિમ 21 114.31 લાખઉત્તર પશ્ચિમ 12 43.71 લાખદક્ષિણ પશ્ચિમ 8 23.40 લાખ મધ્ય 2 5 લાખકૂલ 73 282.09 લાખ રૂપિયા અમદાવાદ મહાનગર પાલિકા અને કોન્ટ્રાકટરની બેદરકારીનાં પગલે ચાલુ વર્ષએ ચોમાસામાં 73 ભૂવા પડ્યાં છે અને તે પૂરવા પાછળ 282 લાખનો ખર્ચો કરવામાં આવ્યો છે. અમદાવાદમાં ભૂવા પડવાએ નવાઇની વાત નથી. દર વર્ષે ચોમાસામાં સ્માર્ટ સિટી ભૂવા નગરી બની ગઇ છે.
આ વર્ષે પણ આ જ પરિસ્થિતિ છે. મહાનગરપાલિકાનું માનીયે તો, આ વર્ષે શહેરમાં 73 ભૂવા પડ્યા છે જેને પૂરવા માટે 282 લાખ રૂપિયા એટલે કે 3 કરોડ રૂપિયાની આસપાસનો ખર્ચો થયો છે. આમ તો ભૂવા પુરવા પાછળ આમ કો 2-3 લાખ રૂપિયાનો ખર્ચો થઇ શકે છે. જે માટે 20થી 30 લાખ રુપિયા લાખ રૂપિયા કોન્ટ્રાક્ટર્સને ચુકવવામાં આવ્યાં છે. કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટર્સની બેદરકારીને કારણે સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં 21 જ્યારે સૌથી ઓછા 2 ભૂવા મધ્યઝોનમાં પડ્યાં છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર