પોલીસ બની લૂંટારુઃ47 લાખની લૂંટ કેસમાં બે પોલીસકર્મી જ  નીકળ્યા આરોપી

News18 Gujarati | News18 Gujarati
Updated: February 13, 2017, 2:14 PM IST
પોલીસ બની લૂંટારુઃ47 લાખની લૂંટ કેસમાં બે પોલીસકર્મી જ  નીકળ્યા આરોપી
અમદાવાદઃશહેરના સુભાષબ્રિજ પાસે થોડા દિવસો અગાઉ 47 લાખની નોટો વટાવા મામલે અપહરણ કેસમાં નવો વળાંક આવ્યો છે. શહેર ક્રાઇમ બ્રાન્ચે 47 લાખ લૂંટી લેવાના કેસમાં બે પોલીસ કર્મી સહીત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જેથી રક્ષણ કરતી પોલીસ લૂંટારૂની ભૂમિકામાં આવી છે.

  • Share this:

શહેર ના ત્રણ વેપારીઓના 47 લાખની જૂની ચલણી નોટો ભરેલા થેલાની લૂંટ થઇ હતી અને બે વ્યક્તિઓના અપહરણ પણ થયા હતા.જે કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આગાઉ 7 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.જયારે વધુ તપાસ કરતા ફિલ્મી સ્ટોરી જેવો વળાંક આવ્યો છે અને લૂંટ કરવા માં આવી છે જેમાં આજે વધુ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

જેમાંથી બે આરોપીઓ રાણીપ પોલીસ સ્ટેશનના જ પોલીસ કર્મીઓ પોલીસ કોન્સ્ટેબલ કુંજન પટેલ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ સીસોદીયા સહીત હાર્દિક રાજન નામના ત્રણ આરોપીઓ ની ધરપકડ કરવા માં આવી છે.

અમદાવાદમાં થોડા દિવસો અગાઉ એક મહિલા ક્રાઇમ બ્રાન્ચમાં દોડી આવી હતી અને અપહરણ સાથે લૂંટ થઇ હોવાની ફરિયાદ નોંધાવી હતી.જેમાં પોલીસે જયદીપ પટેલ નામના શખ્શને અપહરણકર્તાઓની ચુંગલમાંથી છોડાવી દીધો હતો અને પોલીસે સાત આરોપીની ધરપકડ કરી લીધી હતી.પરંતુ મિત્તલ બહેનના નિવેદન આધારે પોલીસ જેવા દેખાતા બે વ્યક્તિઓ 47 લાખ ભરેલો થેલો લૂંટી ગયા હતા.

ત્યારે પોલીસ સૂત્રો ની વાત માનીએ તો આ પોલીસ કર્મી આરોપીઓ એ આ લૂંટ કરેલ 47 લાખ રૂપિયા અન્ય એક શખ્સ ને બદલાવા આપ્યા હતા પરંતુ કહેવત છે ને કે ચોર નો ભાઈ ઘંટી ચોર એટલેકે અન્ય શખ્સ પણ પોલીસ કર્મી ના લૂંટેલા પૈસા લઈને ફરાર થાય ગયો છે ત્યારે પોલીસે આ સમગ્ર કેસ ના મૂળ સુધી પહોંચવા પ્રયાસ હાથ ધર્યા છે.
First published: February 13, 2017, 2:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading