અમદાવાદઃ રાજ્યમાં સૌથી ગરમ શહેર કંડલા એરપોર્ટમાં 42 ડિગ્રી

News18 Gujarati
Updated: April 1, 2018, 8:16 PM IST
અમદાવાદઃ રાજ્યમાં સૌથી ગરમ શહેર કંડલા એરપોર્ટમાં 42 ડિગ્રી
આવનારા 48 કલાકમાં હીટવેવની હવામાન ખાતા દ્વારા આગાહી કરાઈ છે.

  • Share this:
અમદાવાદઃ રાજ્યમાં કાળઝાળ ગરમી યથાવત્ રહી છે. અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છમાં પણ મહત્તમ તાપમાન યથાવત્ રહ્યું હતું. રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન કંડલા એરપોર્ટમાં 42 ડિગ્રી નોંધાયું છે.

મળતી વધુ વિગત મુજબ, રાજ્યમાં સૌરાષ્ટ્રમાં ગરમીનું પ્રમાણ યથાવત્ રહ્યું છે. કંડલા એરપોર્ટમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી નોંધાયું છે. સુરેન્દ્રનગરમાં 41.8 ડિગ્રી, રાજકોટમાં 40.6 ડિગ્રી, અમરેલીમાં 40.4 ડિગ્રી, ઇડરમાં 41.2 ડિગ્રી, ગાંધીનગરમાં 39.5 ડિગ્રી અને અમદાવાદમાં 30.3 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

ઉનાળાને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે કે એપ્રિલ, મે મહિનામાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહેશે. ગુજરાતમાં સામાન્ય કરતાં એક ડિગ્રી વધુ તાપમાન રહેવાની સંભાવના છે. ગુજરાતમાં ઉનાળા દરમિયાન લૂની પરિસ્થિતિ યથાવત્ રહેશે. હાલમાં અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટમાં હીટવેવ ચાલુ છે. વધુ વિગત જાણવા માટે વિડિયો પર ક્લિક કરોઃ

First published: April 1, 2018, 7:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading