અમદાવાદ: અઠવાડિયાથી ગુમ 10 વર્ષની બાળકી મળી આવી, સોલા પોલીસની મહેનત રંગ લાવી

અમદાવાદ: અઠવાડિયાથી ગુમ 10 વર્ષની બાળકી મળી આવી, સોલા પોલીસની મહેનત રંગ લાવી
બાળકી મળી આવી.

Ahmedabad missing girl found: સોલા પોલીસે બાળકીને શોધવા માટે ટેક્નોલોજીની પણ મદદ લીધી છે. આસપાસના વિસ્તારોમાં બાવળ અને ઝાડી ઝાંખરા હોય તેની તપાસ માટે ડ્રોન ઉડાવીને શોધખોળ કરી હતી.

  • Share this:
અમદાવાદ: શહેરના હેબતપુર ફાટક નજીક આવેલા ખુલ્લા મેદાનમાં છાપરા બાંધીને રહેતા ગરીબ પરિવાર (Poor family)ની 10 વર્ષની દીકરી છેલ્લા સાતેક દિવસથી ગુમ થઈ હતી. જેને શોધવા સોલા પોલીસ (Sola police) દિવસ-રાત એક કરી રહી હતી. સોલા પોલીસે બાળકીને શોધવા માટે ટેક્નોલોજી (Technology)ની પણ મદદ લીધી છે. આસપાસના વિસ્તારોમાં બાવળ અને ઝાડી ઝાંખરા હોય તેની તપાસ માટે ડ્રોન (Drone) ઉડાવીને શોધખોળ કરી હતી. આસપાસમાં આવેલા 7થી 8 કિલોમીટરના વિસ્તારમાં ડ્રોનથી સર્ચ ઓપરેશન (Search operation) કર્યું હતું. જોકે, બાળકીની કોઈ ભાળ મળી ન હતી. બાળકીને શોધવા દિવસ-રાત એક કરનાર પોલીસને અચાનક જ એક ફોન આવ્યો હતો. આ ફોન કરનાર વ્યક્તિ કડી પાસેના છત્રાલથી એક વ્યક્તિનો હતો. તેણે સોલા પોલીસને કહ્યું કે, તેઓ જે બાળકી શોધી રહ્યા હતા તેવી જ એક બાળકી મળી આવી છે. પોલીસની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી અને બાળકીને લઈને પરિવારને સોંપી હતી.

ગત 17મી જાન્યુઆરીના રોજ સાંજે બાળકી ગુમ થયાની ફરિયાદ લઈ એક પરિવાર આવ્યો હતો. આ પરિવાર ખૂબ જ ગરીબ છે. બાળકી તેના ફોઈના ઘરે હેબતપુર ખાતે આવી હતી અને ત્યાંથી ગુમ થઈ હતી. તાત્કાલિક બાળકીને શોધવા માટે પોલીસ સ્ટાફ આસપાસના વિસ્તારોમાં ફર્યો હતો. બાળકીના ફોટા સોશિયલ મીડીયામાં વાયરલ કરી અને તેની માહિતી કોઈને મળે તો સોલા પોલીસને જાણ કરવા કહ્યું હતું. ત્રણ દિવસ સુધી સર્ચ કરવા છતાં બાળકી મળી આવી ન હતી. ઘણી શંકા કુશંકાને લઈ તપાસ શરૂ કરવામાં આવી હતી. બાળકીને શોધવા ટેક્નોલોજીનો ઉપયોગ પણ કર્યો હતો. જે વિસ્તારમાંથી બાળકી ગુમ થઈ છે ત્યાં આસપાસના વિસ્તારોમાં માત્ર ઝાડી અને ઝાંખરા હોવાથી સર્ચ ઓપરેશન માટે ડ્રોનની મદદ લેવામા આવી હતી.





આ પણ વાંચો: અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા: શિક્ષિત યુગલે પોતાની બે દીકરીઓને મારી નાખી, ફરીથી જીવતી થશે તેવો દાવો

આસપાસના અંદાજે 8 કિલોમીટર વિસ્તારમાં ડ્રોન અને સોલા પોલીસના 70 માણસોની ટીમો બનાવી અને શોધખોળ કરી હતી. આસપાસના 10 પોલીસ સ્ટેશનમાં પણ બાળકીના ફોટો મોકલવામાં આવ્યા હતા. પોલીસ તમામ દિશામાં તપાસ કરી તેની શોધખોળ કરી રહી હતી. બાળકીના પરિવારમાં માતાપિતા પાટણના ખાખર ગામ ખાતે રહેતા હોવાથી ત્યાં પણ જાણ કરાઈ હતી. જેથી ત્યાં પણ એક ટીમ મોકલી અને તપાસ કરાવી પૂછપરછ કરી હતી પરંતુ કોઈ ભાળ મળી ન હતી. બાળકી થોડી માનસિક અસ્વસ્થ જેવી હોવાનું પણ પોલીસને જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો: એક દિવસના મુખ્યમંત્રી બનવા માટે વ્યક્તિએ નીતિન પટેલને કર્યો ફોન, ઓડિયો વાયરલ



અચાનક જ સાતેક દિવસ બાદ કલોલ નજીક આવેલા છત્રાલ ગામેથી એક વ્યક્તિનો સોલા પોલીસને ફોન આવ્યો હતો. દિવ્યાંગ રિક્ષાચાલકને બાળકી મળી હોવાનું પોલીસને જાણવા મળતા જ પોલીસ ત્યાં પહોંચી હતી. રિક્ષા ચાલકે બાળકી વાલ્મિકી સમાજની હોવાથી તેમના આગેવાનને મોકલી હતી. સોશિયલ મીડિયા થકી તેઓને સોલા વિસ્તારમાં 10 વર્ષની બાળકી ગુમ થયા અંગેની માહિતી મળી હતી, જેથી તેઓએ સોલા પોલીસને જાણ કરી હતી.

સોલા પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી બાળકીને અમદાવાદ લાવી હતી. સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.પી જાડેજાએ જણાવ્યું કે, બાળકી છત્રાલ ગામેથી મળી આવી છે. બાળકી આટલા દિવસ સુધી ક્યાં હતી અને કેવી રીતે ત્યાં પહોંચી તેની પૂછપરછ કરી પરંતુ તે બોલી શકતી ન હોવાથી વધારે માહિતી મળી નથી. બાળકીનું મેડિકલ ટેસ્ટ કરાવી અને તેના માતા-પિતાને સોંપી દેવામાં આવી છે. સાથે જ બાળકીના પર્સમાંથી 200 રૂપિયા પણ મળી આવ્યા હતા. તેણે રિક્ષા ચાલકને માતા પાસે પાટણ જવાનું કહ્યું હતું. બાળકી એકલી હોવાનું જાણી રિક્ષા ચાલકે માનવતા દાખવી તેને પોલીસ સુધી પહોંચાડી હતી. પોલીસ આ રિક્ષાચાલકનું સન્માન કરશે.
Published by:Vinod Zankhaliya
First published:January 25, 2021, 16:12 pm

ટૉપ ન્યૂઝ