Home /News /madhya-gujarat /

Cyber Crime: અમદાવાદમાં એક જ દિવસમાં સાયબર ક્રાઇમનાં 10 કેસ, કોઇનાં ગયા 3 લાખ રુપિયા તો કોઇનાં 66,000

Cyber Crime: અમદાવાદમાં એક જ દિવસમાં સાયબર ક્રાઇમનાં 10 કેસ, કોઇનાં ગયા 3 લાખ રુપિયા તો કોઇનાં 66,000

પ્રતિકાત્મક તસવીર

Cyber Crime: Paytm પર કેવાયસી અપડેટ, ગુગલ પે (G Pay), ઇન્સ્ટાગ્રામથી (Instagram) ઓનલાઇન બિઝનેસનાં નામે લોકોને છેતરીને તેમનાં પૈસા સેરવી લેતી દસ ઘટનાઓ એક જ દિવસમાં અમદાવાદ શહેરમાં બની છે

અમદાવાદ: શહેરમાં દિવસે ને દિવસે સાયબર ક્રાઇમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. એકતરફ સાયબર ક્રાઇમ સેલ અલગ અલગ આંકડાઓ બતાવી તેઓએ કરેલી માત્ર સારી કામગીરી જ બતાવે છે. પણ હકીકત જોવા જઈએ તો સાયબર ક્રાઇમ દ્વારા જૂની અરજીઓ લઈને રાખી મુકવામાં આવે છે અને જરૂર જણાય અથવા ઉપરથી આદેશ આવે ત્યારે તેને ફરિયાદ તરીકે નોંધે છે. શહેરણ અલગ અલગ પોલીસસ્ટેશન માં 10થી વધુ સાયબર ક્રાઇમની ફરિયાદો નોંધાઈ છે. જે તમામ બનાવો જુના છે પણ એકસાથે અરજીઓનો નિકાલ કરવાની આદત સાથે હવે ફરિયાદો નોંધાઈ છે. જેમાં પેટીએમ કેવાયસી, ઇન્સ્ટાગ્રામ, ગુગલ પે દ્વારા લોકો સાથે લોકોના લાખો રૂપિયાની ઠગાઈ થઇ હોવાનું સામે આવ્યું છે.

આજકાલ હાઈટેક જમાનામાં લોકો સાયબર ક્રાઇમનો ભોગ બની રહ્યા છે. એકબાજુ તહેવાર આવે છે ને ઓનલાઈન સેલ ચાલુ થઈ જતા હોય છે. લોકો સસ્તું ખરીદવાની લાલચમાં આવીને ગમે તે લિંક ઓપન કરી ખરીદી કરવા જતા હોય છે પણ આખરે તે ઠગાઈનો ભોગ બને છે. સસ્તા મોબાઈલ, સસ્તા કપડા જેવી વસ્તુઓ ખરીદવામાં લોકોને વધુ રસ પડતો હોય છે જેથી સાયબર ક્રિમિનલો પણ આ જ મોડ્સ ઓપરેન્ડી વાપરી લોકોના પૈસા ઓળવી જતા હોય છે. હવે સાયબર ગઠિયાઓ સસ્તી વસ્તુ આપવાની જાહેરાત ઇન્સ્ટાગ્રામ પર મૂકી વાતો કરી લોકો પાસે પેટીએમ કે ગૂગલ પે પર પેમેન્ટ લઈ ઠગાઈ આચરતા થયા છે.

આ પણ વાંચો-Panchmahal: થર્ટી ફર્સ્ટ પહેલાં બૂટલેગરો પર તવાઈ, ઘોઘંબા તાલુકાના દામાવાવ ગામે રેડ કરી દારૂ ઝડપી લેવાયો

લોકોએ માત્ર એટલું જ ધ્યાન રાખવાનું છે કે કાયમ કોઈ પણ લિંક આવે તો તેને ઓપન ન કરવી, અજાણી વ્યક્તિનો ફોન આવે તો વાત ન કરવી, કોઈ મોંઘી વસ્તુ સસ્તામાં મળતી હોવાનાં લોભ લાલચમાં આવવું નહિ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઇ વસ્તુ ખરીદવાની જાહેરાતમાં પડવું નહિ. આટલી કાળજી લોકો રાખશે તો કદાચ આવી સાયબર ક્રાઇમની ઘટનાઓમાં ઘટાડો થઈ શકે છે.

એક જ દિવસમાં બનેલી સાયબર ક્રાઇમની અલગ અલગ 10 ઘટનાઓ

1 - વેપારી સાથે કેવાયસી કરવાના નામે થઈ ઠગાઈ...ગઠીયાએ Paytm કેવાયસી માટે એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી અને બાદમાં બેંક એકાઉન્ટમાંથી ગઠીયાએ 3.35 લાખ ઉપાડી લેતા આનંદનગર પોલીસે તપાસ હાથ ધરી

2 - વૃદ્ધ સાથે Paytm કેવાયસી કરવાના નામે ગઠીયાએ આચરી ઠગાઈ .એક લાખથી વધુ ની રકમ ની ઠગાઈ આચરવા મામલે કૃષ્ણ નગર પોલીસે તપાસ હાથ ધરી

૩- સસ્તામાં આઈફોન લેવામાં યુવક ભરાઈ ગયો- ખાનગી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા યુવક સાથે ગઠીયાએ ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક કરી બેંકની વિગતો મેળવી 68 હજાર ટ્રાન્સફર કરાવી ઠગાઈ આચરતા સરખેજ પોલીસે ગુનો નોંધ્યો

આ પણ વાંચો - કચ્છ: માવઠામાં વિરામ બાદ જિલ્લામાં ગુલાબી ઠંડીનો અનુભવ, જાણો તમારા શહેરનું તાપમાન

4 - પીજી સંચાલક મહિલા સાથે થઇ ઠગાઈ. ગઠીયાઓ પુત્રી પીજીમાં રહેવા આવશે કહીને બારકોડ મોકલી સ્કેન કરાવી પેમેન્ટ કરવાનું કહી 60 હજાર સેરવી લેતા સેટેલાઇટ પોલીસે તપાસ હાથ ધરી

5 - યુવતી સાથે થઈ ઠગાઈ.. પાર્ટ ટાઈમ નોકરી કરવાની લાલચ આપીગઠિયાઓએ 900 રૂ. ટ્રાન્ઝેકશન કરી 1200 રૂ. પરત આપી વિશ્વાસ કેળવ્યો અને બાદમાં રિચાર્જ કરવાનું કહી 67 હજાર પડાવી લેતા સરખેજ પોલીસે ગુનો નોંધ્યો

6 - એમેઝોન લકી ડ્રોનાં નામે ઠગાઈ. યુવક પાસે ગઠિયાઓએ પડાવ્યા 99 હજાર રૂ. સેટેલાઈટમાં નોંધાઈ ફરિયાદ

7 - એક જ કલાકમાં છ ટ્રાન્ઝેક્શન થી યુવક સાથે થઈ ઠગાઈ.અજાણી વ્યક્તિએ 94 હજારના ટ્રાન્ઝેક્શન કરી વોલેટમાં લઈ લીધા.યુવકે ઇસનપુરમાં નોંધાવી ફરિયાદ

8 - ઇન્સ્ટાગ્રામ પરની જાહેરાત પરથી મોબાઈલ લેવું યુવકને ભારે પડ્યું. લાખોની કિંમતનો ફોન 16 હજારમાં હોવાની જાહેરાતથી લલચાઈ ગયો હતો યુવક. ઠગ ટોળકીએ 21 હજાર પડાવી લઈ મોબાઈલ ન આપતા કાગડાપીઠ પોલીસે ગુનો નોંધ્યો

9 - વેપારીને ઓનલાઈન બિઝનેસ કરવું ભારે પડ્યું. ઓનલાઈન વસ્તુઓ જોઈ ટોળકીએ કર્યા ફોન. માલ લેવાની ડિલ કરી ગુગલ પે થી 45 હજાર મેળવી લઈ  ઠગાઈ આચરતા કાગડાપીઠ પોલીસે ગુનો નોંધ્યો

10 - ઘરે બેઠા ઓનલાઈન કામ કરવાની લાલચ આપી ગઠિયાઓએ 66 હજાર પડાવી લેતા નારોલમાં નોંધાઈ ફરિયાદ
Published by:Margi Pandya
First published:

Tags: CYBER CRIME, Google pay, Instagram, Paytm, અમદાવાદ

આગામી સમાચાર