રાજ્યસભા ચૂંટણી કેસ અંગે હાઇકોર્ટમાં હાજર થયા અહેમદ પટેલ, રજૂ કર્યું સોગંદનામું

News18 Gujarati
Updated: June 20, 2019, 3:05 PM IST
રાજ્યસભા ચૂંટણી કેસ અંગે હાઇકોર્ટમાં હાજર થયા અહેમદ પટેલ, રજૂ કર્યું સોગંદનામું
અહેમદ પટેલની ફાઇલ તસવીર

રાજ્યસભાની ચૂંટણીનો મામલો અત્યારે ગરમાયો છે. ત્યારે આ સમગ્ર મામલો ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે. જેના ભાગ રૂપે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ હાઇકોર્ટમાં હાજર રહ્યા છે.

  • Share this:
સંજય જોશી, અમદાવાદઃ રાજ્યસભાની ચૂંટણીનો મામલો અત્યારે ગરમાયો છે. ત્યારે આ સમગ્ર મામલો ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે. જેના ભાગ રૂપે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ હાઇકોર્ટમાં હાજર રહ્યા છે. સાથે સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વકિલ એવા પી. ચિદંમ્બર પણ હાઇકોર્ટમાં ઉપસ્થિત રહ્યા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે અહેમદ પટેલે હાઇકોર્ટમાં એફિડેવિટ પણ રજૂ કરી દીધી છે. આ કેસ અંગે હાઇકોર્ટમાં આજે સુનાવણી હાથધરવામાં આવશે.

મળતી માહિતી પ્રમાણે ગુજરાત પ્રદેશના કોંગ્રેસના નેતાઓ અને રાષ્ટ્રીય કોંગ્રેસના નેતાઓ પણ ગુજરાત હાઇકોર્ટમાં હાજર રહ્યા છે. ઉલ્લેખનીય છે કે,  રાજ્યસભા ચૂંટણીમાં અહેમદ પટેલની જીતને બળવંતસિંહ રાજપૂત દ્વારા હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી. તેમની સામે લગાવેલા આરોપને અહેમદ પટેલે નકાર્યા હતા. અહેમદ પટેલના વકીલ તરીકે પી. ચિદમ્બરમ ગુજરાત હાઇકોર્ટમાં હાજર રહેશે.

ઉલ્લેખનીય છે કે,  બળવંત સિંહ રાજપૂતે કરેલા કેસ અંગે અહેમદ પટેલ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. પરંતુ 3 જાન્યુઆરી 2019ના દિવસે સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથધરીને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલને જણાવ્યું હતું કે,  2017માં થયેલી રાજ્યસભાની ચૂંટણીમાં તેમના ચૂંટાવા અંગે ભાજપના ઉમેદવાર બલવંત સિંહ રાજપૂતની ચૂંટણી અરજીનો કેસ તેમણે લડવાનો રહેશે.

મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈ અને ન્યાયાધિશ સંજય કિશન કૌલની બેન્ચે ગુજરાત હાઈકોર્ટના 26 ઓક્ટોબર, 2018ના ચૂકાદામાં હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કરતા જણાવ્યું કે, 'સુનાવણી ચાલવા દો.' હાઈકોર્ટે જણાવ્યું હતું કે, રાજપૂતના આરોપોની સુનાવણી કરવી જરૂરી છે.

અહેમદ પટેલે ગુજરાત હાઈકોર્ટના એ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, જેમાં બલવંત સિંહ રાજપૂતની અરજી પર પુનઃવિચાર કરવા અંગેની અરજી સામે સવાલ ઉઠાવતી અરજીને ફગાવી દેવાઈ હતી. બળવંત સિંહે રાજ્યસભાની ચૂંટણીમાં બે બળવાખોર ધારાસભ્યોના મતને ગેરકાયદે જાહેર કરવાના ચૂંટણી પંચના નિર્ણયને પોતાની અરજીમાં પડકાર પેંક્યો હતો. તેમણે જણાવ્યું કે, જો આ બે મતને ગણતરીમાં લેવાયા હોત તો તેમણે અહેમદ પટેલને હરાવી દીધા હોત.
First published: June 20, 2019, 2:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading