મહારાષ્ટ્ર-હરિયાણા ચૂંટણી : કોંગ્રેસે અહેમદ પટેલને સોંપી મોટી જવાબદારી

News18 Gujarati
Updated: October 11, 2019, 8:53 AM IST
મહારાષ્ટ્ર-હરિયાણા ચૂંટણી : કોંગ્રેસે અહેમદ પટેલને સોંપી મોટી જવાબદારી
અહેમદ પટેલ.

કૉંગ્રેસ તરફથી મહારાષ્ટ્ર-હરિયાણાની ચૂંટણી માટે સમન્વય સમિતિની રચના કરવામાં આવી, અહેમદ પટેલ સમિતિના અધ્યક્ષ રહેશે.

  • Share this:
પ્રણવ પટેલ, અમદાવાદ : ગુજરાતમાં કોંગ્રેસ છેલ્લા બે દાયકાથી સત્તાથી દૂર રહી છે, પરંતુ દિલ્હીના દરબારમાં ગુજરાતના કોંગ્રેસ નેતાઓનું પ્રભુત્વ રહ્યુ છે. ફરી એકવાર અહેમદ પટેલને પાર્ટીમાં મોટી જવાબારી સોંપાઇ છે. મહારાષ્ટ્ર-હરિયાણા ચૂંટણીના સમન્વ કમિટીના અધ્યક્ષ તરીકે અહેમદ પટેલને જબાદારી અપાઇ છે. આ સાથે ગુજરાતના મધુસૂદન મિસ્રી અને રોહન ગુપ્તાનો પણ સમાવેશ સમન્વ કમિટીમાં કરવામાં આવ્યો છે.

આ પહેલા શક્તિસિંહ ગોહિલને બિહારના પ્રભારી તરીકે વિશેષ જવાબદારી સોંપવામાં આવી હતી. દીપક બાબરીયાને પણ મધ્યપ્રદેશના પ્રભારી તરીકેની જવાબાદરી સોંપવામાં આવી હતી. કર્ણાટકના પ્રભારી તરીકે મધુસૂદન મિસ્રીને જવાબદારી સોંપવામાં આવી હતી. વિપક્ષના નેતા પરેશ ધાનાણીને પણ બિહારના સહ-પ્રભારી રહી ચુક્યા છે. આ ઉપરાંત પૂર્વ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીને પણ ગોવાના સહપ્રભારી તરીકે જવાબદારી સોપાઇ છે.

ગુજરાતના રાજકારણીઓ હંમેશા રાષ્ટ્રીય રાજનીતિમાં પોતાની અલગ ઓળખ ઉભી કરતા જોવા મળ્યા છે. ભાજપમાં પણ આજે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ગુજરાતી એવા અમિત શાહ છે, તેમજ વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદી બિરાજમાન છે.

કોંગ્રેસની સમન્વય સમિતિ

કોંગ્રેસની સમન્વય સમિતિમાં અહેમદ પટેલ ઉપરાંત આનંદ શર્મા, જ્યોતિરાદિત્ય સિંધિયા, મધુસૂદન મિસ્ત્રી, માનિકા ટાગોર, રોહન ગુપ્તા, પ્રણવ ઝા, દેવેન્દ્ર યાદવ અને જયરામે રમેશ છે.

આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી સમિતિની એક બેઠક બેઠક શુક્રવારે સાંજે મળશે. નોંધનીય છે કે આગામી 21મી ઓક્ટોબરના રોજ મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાના ચૂંટણી યોજાશે.કોણ છે રોહન ગુપ્તા?

રોહન ગુપ્તા પાર્ટીની નવ નિયુક્ત સોશિયલ મીડિયા પ્રમુખ છે. પહેલા આ પદ પર દિવ્યા સ્પદંના હતી. રોહન ગુપ્તા પાર્ટીના વરિષ્ઠ નેતા રાજકુમાર ગુપ્તાના પુત્ર છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન રોહન ગુપ્તા સોશિયલ મીડિયા પ્રમુખ તરીકે કામ કરી ચુક્યા છે.
First published: October 11, 2019
વધુ વાંચો
अगली ख़बर