અમદાવાદઃ ફટાકડા ફોડવા બદલ બેની ધરપકડ, 'લૂમ' ફોડી તો પણ થશે જેલ !

News18 Gujarati
Updated: November 5, 2018, 7:37 AM IST
અમદાવાદઃ ફટાકડા ફોડવા બદલ બેની ધરપકડ, 'લૂમ' ફોડી તો પણ થશે જેલ !
અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું, જેમાં રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડવા તથા ફટાકડાના કેટલાક પ્રકારો પણ પ્રતિબંધ લગાવ્યો.

અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું, જેમાં રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડવા તથા ફટાકડાના કેટલાક પ્રકારો પણ પ્રતિબંધ લગાવ્યો.

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદ

સુપ્રિમ કોર્ટે તાજેતરમાં જ આદેશ કર્યો કે દિવાળીમાં રાત્રે બે કલાક જ ફટાકડા ફોડી શકાશે, જેને લઇને શહેર પોલીસ કમિશનરે પણ આ અંગે જાહેરનામું બહાર પાડ્યું હતું. આ જાહેરનામાં આદેશ કરવામાં આવ્યો કે ફટાકડાની લૂમ પણ ફોડવી કે વેચવી નહીં. આ જાહેરનામા બાદ નિયમનું ઉલ્લંઘન કરવા બદલ પોલીસે બે આરોપીની ધરપકડ કરી. જે દિવાળીના નવા નિયમનો ગુજરાતનો પહેલો કિસ્સો બન્યો છે.

આ પણ વાંચો જસદણનો ગ્રાઉન્ડ રિપોર્ટઃ કોંગ્રેસ શોધી રહી છે કુંવરજીભાઇની ટક્કરનો 'બળિયો' ઉમેદવાર, કોણ છે લીસ્ટમાં ?

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડવા તથા ફટાકડાના કેટલાક પ્રકારો પણ પ્રતિબંધ લગાવ્યો છે. જેમાં સીરિઝમાં જોડાયેલા ફટકાડા એટલે લૂમ પર પ્રતિબંધ લગાવ્યો છે, આ અંગે જણાવવામાં આવ્યું કે ફટાકડાની લૂમથી મોટા પ્રમાણમાં હવા, અવાજ અને કચરાની સમસ્યા થાય છે, આથી આવા ફટાકડા ફોડવા કે વેચવા નહીં. આ સિવાય વધુ અવાજ કરતાં ફટાકડા ફોડવા કે વેચવા નહીં.

અમદાવાદ પોલીસ કમિશનરે બહાર પાડેલું જાહેરનામું


સામાન્ય રીતે લોકો સાંજના સમયે એકબીજાના ઘરે જઇને દિવાળી નિમિત્તે મળતા હોય છે અને રાતના સમયે ફટાકડા ફોડીને તહેવાર મનાવવાનો નિયમ છે, પણ સુપ્રિમ કોર્ટે પ્રદૂષણ અને અન્ય કારણોસર નવો નિયમની જાહેરાત કરી છે, આ નવા નિયમનું ઉલ્લંઘન કર્યા બાદ ધરપકડ કર્યાનો રાજ્યમાં પ્રથમ કિસ્સો બન્યો છે. અમદાવાદના અમરાઈવાડી પોલીસે રાત્રે 12 વાગ્યાની આસપાસ ફટાકડા ફોડ્યા હોવાના ગુના બદલ બે લોકોની ધરપકડ કરી છે. અમરાઈવાડી શાક માર્કેટ પાસેથી બળદેવ ભાઈ પટેલ અને સુભાશ ચોક વિસ્તાર નજીકથી વિષ્ણુભાઈ ઝાલા નામના શખ્શની ધપરકડ કરી લેવાં આવી છે આ બંને શખ્શો દ્વારા સુપ્રીમ કોર્ટ અને શહેર પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ બદલનો ગુનો દાખલ કર્યો છે.
First published: November 4, 2018, 7:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading