અમદાવાદ : યુવકનું માથું કાપી શરીરના ત્રણ ટૂકડા કરનારને પોલીસે શોધી નાખ્યા બાદ કેસમાં નવો વળાંક


Updated: January 19, 2020, 9:08 AM IST
અમદાવાદ : યુવકનું માથું કાપી શરીરના ત્રણ ટૂકડા કરનારને પોલીસે શોધી નાખ્યા બાદ કેસમાં નવો વળાંક
નવેમ્બર મહિનામાં અમદાવાદ શહેરમાંથી યુવકની માથું કપાયેલી ટૂકડે ટૂકડા થયેલી લાશ મળી હતી.

અસલાલી પોલીસે તમામ કામગિરી પૂર્ણ કરી જશ ખાંટ્યો અને હવે ફરિયાદ ગોમતીપુરને ટ્રાન્સફર કરાઇપોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી

  • Share this:
અમદાવાદઃ ગોમતીપુરના એક યુવકની તેના જ સાથીએ ત્રણ કલાક સુધી શરીરના ટુકડા કરી હત્યા કરવાના કેસમાં હવે પોલીસનું કોલ્ડવોર શરૂ થયું છે. અસલાલી પોલીસની હદમાંથી માત્ર લાશ મળી હતી પણ પોલીસ આરોપી સુધી પહોંચી જવાની હોવાથી પોલીસે જશ ખાંટવા હત્યાનો ગુનો નોંધી તેમાં આરોપીની પણ ધરપકડ કરી હતી. આરોપી ઝડપાઇ ગયો અને તમામ કામગિરી પૂર્ણ કર્યા બાદ હવે આ ફરિયાદ ગોમતીપુર પોલીસને ટ્રાન્સફર કરાતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.

બનાવની વિગક એવી છે કે ગત નવેમ્બર માસમાં એસપી રિંગ રોડ પર હાથીજણ તરફ સર્વિસ રોડ પર ચાની કિટલી નજીક બે પ્લાસ્ટીકની થેલીમાં અત્યત દૃગંધ મારતી હતી. ચાની કીટલી ધરાવતા વ્યકિતએ તરતજ પોલીસને જાણ કરી હતી. અસલાલી પોલીસ અને ઉચ્ચ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોચી ગઇ હતી. પોલીસે પ્લાસ્ટીકની થેલી ખોલીને તપાસ કરતા તેમાં માથા વગરની અને ટુકડા કરેલી લાશ મળી હતી.અત્યંત ક્રૂર હાલતમાં હત્યા કરાયેલી લાશ મળી આવતા અસલાલી પોલીસ, એલસીબી, એસઓજીની ટીમોએ  ઘટના સ્થળથી આસપાસના સીસીટીવી ફૂટેજ અને લાશની ઓળખ શરૂ કરી હતી.

આ પણ વાંચો : સુરેન્દ્રનગર : લિંબડી હાઇવે પર કાર-ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, પાંચનાં મોત, ચારને ગંભીર ઇજા

સાકીર શેખ નામનો યુવક  કેટલાક દિવસથી ગુમ થયો હતો

દરમિયાનમાં ગોમતીપુરનો સાકીર શેખ નામનો યુવક  કેટલાક દિવસથી ગુમ થયો હોવાથી તેના પરિવારે અસલાલી પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે તેમના DNA ટેસ્ટ માટે FSLમાં મોકલ્યા હતા. પોલીસે રોડ પાર તેમજ આસપાસના સીસીટીવી ફુટેજ પોલીસે તપાસ કર્યા હતા. જેમાં એક શંકાસ્પદ એક્ટીવા અને રીક્ષા ઘટના સ્થળ નજીક દેખાયા હતા. અસલાલીથી ઇસનપુર સુધીના સીસીટીવી કેમેરા ચેક કર્યા જેમાં ઇસનપુર સર્કલ પાસેના સીસીટીવી કેમેરાના ફુટેજમાં બે પ્લાસ્ટીકની થેલીઓ લઇને રીક્ષાચાલક જતો હોવાનું સામે આવ્યુ હતું.
જે આધારે પોલીસે આરોપી મતલુબ ફારૂક શેખની ધરપકડ કરી હતી.હત્યા કરીને આરોપીએ લાશના ટૂકડાં કરી નાખ્યા હતા

ગોમતીપુરનાં યુવક શાકિર મલેક ની હત્યા કરીને આરોપીએ તેના ટુકડા કરીને નાખ્યા હતા. પોલીસે 200 ફૂટ રિંગ રોડ પરથી મૃતકના હાથ અને પગ અને ધડ મળી આવ્યું હતું. પરંતુ મરનારનું માથું પોલીસ ને મળી આવ્યું ન હતું. તેના માટે પોલીસે આરોપીને સાથે રાખીને કેનાલમાં મૃતકનું માથું શોધવા માટે ટિમો કેનાલમાં સર્ચ કર્યું હતું પણ પોલીસને સફળતા મળી ન હતી.
ધંધાકીય અદાવતમાં આરોપી મતલુબ ફારુખ શેખ એ પોતાના મિત્રની ગળું દબાવીને હત્યા કરી ને તેની લાશના ટુકડા કરી નાખ્યા હોવાનું સામે આવ્યું હતું. આરોપીએ શાકિર મલેકનું માથું કાપીને રામોલની ખરીકેટ કેનાલમાં નાખી દીધું હતું.

આ પણ વાંચો :  અમદાવાદ Flower showનો આજે છેલ્લો દિવસ, અત્યાર સુધી 1.66 કરોડ રૂપિયાની આવક થઇ

મર્ડર મિસ્ટ્રી ઉકેલી જશ ખાટવાનો પ્રયાસ!

જો કે હવે આ હત્યા તો ગોમતીપુરની હદમાં થઇ હોવાનું જણાવી અસલાલી પોલીસે આ ફરિયાદ ગોમતીપુર પોલીસને ટ્રાન્સફર કરી છે. ઘટના બની તે દિવસે પણ અસલાલી પોલીસ માનતી હતી કે ગુનો તો ગોમતીપુરની હદમાં બન્યો છે. પણ મર્ડરની ઘટના એક મિસ્ટ્રી હતી અને જેમાં જશ મળશે તેવું માનીને પોલીસે તપાસ કરી આરોપી પકડ્યો હતો. અને હવે તમામ કામગિરી પૂર્ણ થઇ ગયા બાદ પોલીસે આ ફરિયાદ ગોમતીપુર પોલીસને સોંપતા અસલાલી પોલીસ સામે અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. જો ઘટના ગોમતીપુરમાં જ બની હતી તો તે સમયે કેમ ફરિયાદ ત્યાં ન નોંધાઇ તેવા પણ સવાલો ઉપસ્થિત થઇ રહ્યા છે.
First published: January 19, 2020, 9:08 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading