રોગચાળાની દહેશતના પગલે AMCનો સપાટો, અમદાવાદની 9 શાળા-કૉલેજ સીલ

રોગચાળાની દહેશતના પગલે AMCનો સપાટો, અમદાવાદની 9 શાળા-કૉલેજ સીલ
પાલિકાએ કુલ 747 શાળા કૉલેજ ચેક કરી, 81 નોટિસ, 9 શાળા કૉલેજને સીલ કરેલ છે. તેમજ કુલ રૂપિયા 1,57,000નો વહિવટી ચાર્જ વસૂલ કર્યો

શહેરમાં સાત ઝોનમાં વિવિધ ટીમ દ્વારા શાળા-કૉલેજ કેમ્પસમાં ચેકીંગ હાથ ધર્યુ હતું. જેમાંથી 9 શાળા-કૉલેજમાં મચ્છરનો બ્રિડીગ મળી આવતા સીલ કરાઇ હતી.

 • Share this:
  પ્રણવ પટેલ, અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના (AMC)ના હેલ્થ વિભાગ (Health Department) હસ્તક મેલેરિયા (Maleria) વિભાગ દ્વારા મચ્છરજન્ય (Mosquito born) રોગચાળો (Deases) ડામવા માટે સઘન ઝૂંબેશની કામગીરી હાથ ધરાઇ હતી. શહેરમાં સાત ઝોનમાં વિવિધ ટીમ દ્વારા શાળા-કૉલેજ કેમ્પસમાં (colleage Campus) ચેકીંગ હાથ ધર્યુ હતું. જેમાંથી 9 શાળા-કૉલજમાં મચ્છરનો બ્રિડીગ મળી આવતા સીલ કરાઇ હતી.

  આ અંગે માહિતી આપતા હેલ્થ ઓફિસર ડો ભાવિન સોલંકી જણાવ્યુ હતું, 'કે આજરોજ શાળા-કૉલેજ અને શૈક્ષણીક સંસ્થામાં ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે દરમ્યાન કુલ 747 શાળા કૉલેજ ચેક કરી, 81 નોટિસ, 9 શાળા કૉલેજને સીલ કરેલ છે. તેમજ કુલ રૂપિયા 1,57,000નો વહિવટી ચાર્જ વસૂલ કર્યો છે.'  આ પણ વાંચો :  ખેડૂતો માટે સારા સમાચાર, નકલી બિયારણ વેચનારને હવે 5 લાખ રૂપિયાનો દંડ ફટકારાશે

  સીલ કરેલ શાળા-કૉલેજ -સોહમ નર્સિગ સ્કૂલ-ઠક્કરનગર, હિન્દી પ્રતાપ સ્કૂલ- ઘાટલોડિયા, નિર્માણ સ્કૂલ-બોડકેદવ, મહારાજ અગ્રેશન સ્કૂલ- ઓઢવ, દુન સ્કૂલ-વસ્રાલ, યુરો કીડસ-જોધપુર, વેજલપુર ઇગ્લીશ-ગુજરાતી શાળા, અમન સ્કૂલ-બહેરામપુરા, એલ એનસી મહેતા આર્ટસ કૉલેજ- જમાલપુર.

  તપાસમાં શાળા કૉલેજોમાંથી મચ્છરોના ઘાતક બ્રિડીંગ સેન્ટરો મળી આવ્યા હતા. ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું.


  મહત્વપૂર્ણ છે કે શહેરમાં ચોમાસા બાદ હજુ પણ મચ્છજન્ય રોગાચાળો બેકાબુ બન્યો છે. જેને ડામવા માટે એએમસી તંત્ર સંપૂર્ણ નિષ્ફળ રહ્યુ છે, ત્યારે આગ લાગ્યા બાદ કુવો ખોદવા માટે એએમસી આરોગ્ય તંત્ર કામે લાગ્યુ છે.

  First published:November 15, 2019, 08:00 am

  टॉप स्टोरीज