ડેન્ગ્યૂના કહેર વચ્ચે AMCનો સપાટો, મચ્છરોનું બ્રિડીંગ મળી આવતા 22 સાઇટ સીલ કરી

News18 Gujarati
Updated: November 10, 2019, 2:47 PM IST
ડેન્ગ્યૂના કહેર વચ્ચે AMCનો સપાટો, મચ્છરોનું બ્રિડીંગ મળી આવતા 22 સાઇટ સીલ કરી
મચ્છરોના બ્રિડિંગ મળી આવતા 22 જેટલી કન્સ્ટ્રક્શન સાઈટ સીલ કરવામાં આવી છે તો 90 સંચાલકોને નોટિસ ફટકારવામાં આવી છે.

અમદાવાદમાં ડેન્ગ્યૂનો હાહાકાર, સફાળા જાગેલા તંત્રએ શહેરની 261 કન્સ્ટ્રક્શન સાઈટ પર ચેકિંગ કરી સાઈટના 90 સંચાલકોને નોટિસ ફટકારી

  • Share this:
સંજય ટાંક, અમદાવાદ : અમદાવાદ (Ahmedabad) શહેરમા રોગચાળાનો (Epidemic) આંક દિન પ્રતિદિન વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના (AMC) આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થઈ રહ્યોં છે, ત્યારે મચ્છરોના (Mosquitos) ઉપદ્રવ સામે કોર્પોરેશનના આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે. શહેરની કન્સ્ટ્રક્શન સાઈટ (Construction sites) કે જ્યાં પાણીનો ભરાવો થતો હોય અને તેમાં મચ્છરોનાં બ્રિડિંગ મામલે બેદરકાર રહેતા સાઈટ માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં 22 જેટલી કન્સ્ટ્રક્સન સાઈટ પર મચ્છરોના બ્રિડિંગ (Breeding Of Mosquitos) મળી આવતાં આ કન્સ્ટ્રક્સન સાઇટોને સીલ કરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગની કાર્યવાહી છતા શહેરમાં ડેનગ્યુનો હાહાકાર જોવા મળી રહ્યોં છે. માત્ર 7 દિવસમાં ડેન્ગ્યુના કેસ 272 જોવા મળ્યા છે જેને લઈને ડેન્ગ્યુને કેવી રીતે મ્હાત કરી શકાય તે માટે આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. અને જે મચ્છરોના ઉપદ્રવ માટે સૌથી વધુ બેદરકાર જોવા મળતી હોય તો તે છે શહેરમાં ચાલતી કન્સ્ટ્રક્શન સાઈટ કે જ્યાં મચ્છરોના બ્રિડિંગ મળી આવે છે. શહેરમાં આવી કુલ 261 કન્સ્ટ્રક્શન સાઈટ પર ચેકિંગ કરવામાં આવ્યું. અને મચ્છરોના બ્રિડિંગ મળી આવતા 22 જેટલી કન્સ્ટ્રક્શન સાઈટ સીલ કરવામાં આવી છે તો 90 સંચાલકોને નોટિસ ફટકારવામાં આવી છે.

આ પણ વાંચો :  મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની જવાબદારી માટે અમે તૈયાર, કોંગ્રેસ સાથે દુશ્મની નથી : શિવસેના

કન્સ્ટ્ર્ક્શન સાઇટોમાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ચેકિંગ દરમિયાન લીફ્ટના ખાડાઓમાં, સ્ક્રેપ મટીરીયલ્સમાં, ખુલ્લી ટાંકીઓમાં, ભોંયરામાં, કમ્પાઉન્ડમાં પડેલ બકેટમાં, પક્ષીઓ માટે રાખેલા પાણીના કુંડાઓ, ભંગારમાં અને કુલરમાં મચ્છરોના બ્રિડિંગ મળી આવ્યા હતા. મચ્છરોના બ્રિડિંગ માટે હાથ ધરાયેલા ચેકિંગમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી શહેરના ઉત્તરઝોન, દક્ષિણ ઝોન, મધ્યઝોન, પૂર્વ ઝોન, પશ્ચિમ ઝોન, નવા પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોન સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન મચ્છરોના ઉપદ્રવ સામે બેદરકાર રહેનારા કેટલાક કન્સ્ટ્ર્કસન સાઈટના માલિકો પાસેથી 3 લાખ 68 હજાર જેટલો દંડ પણ વસુલવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : ઝઘડો થતાં જ પતિએ વૉટ્સએપ ગ્રુપ બનાવી પત્નીના ન્યૂડ ફોટો વાયરલ કરી દીધા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ મારવામાં આવેલ 22 કન્સ્ટ્રક્શન સાઈટ્સમાં મધ્ય ઝોનની 2, દક્ષિણ ઝોનની 5, દક્ષિણ પશ્ચિમ જોનની 3, ઉત્તર પશ્ચિમ ઝોનની 4, પૂર્વ ઝોનની 5, ઉત્તરઝોનની 2 અને પશ્ચિમ ઝોનની 2 કન્સ્ટ્રક્સન સાઈટનો સમાવેશ થાય છે. મહ્તવનું છે કે અન્ય 90 કન્સ્ટ્રક્સન સાઈટના માલિકોને પણ નોટિસ ફટકારી સાઈટ પર ભરાઈ રહેતા પાણીમાં મચ્છરોના બ્રિડિંગ ના થાય તે માટે સાવચેત રહેવા તાકીદ કરવામાં આવી છે.
First published: November 10, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading