અમદાવાદ : કૌટુંબિક ઝઘડામાં બદલો લેવા મહિલાનાં ફોટા અન્ય પુરૂષ સાથે મોર્ફ કરી Fake પ્રોફાઇલ બનાવી


Updated: February 26, 2020, 8:28 PM IST
અમદાવાદ : કૌટુંબિક ઝઘડામાં બદલો લેવા મહિલાનાં ફોટા અન્ય પુરૂષ સાથે મોર્ફ કરી Fake પ્રોફાઇલ બનાવી
અમદાવાદ સાઇબર ક્રાઇમ ની ટીમે Tagged નામની વેબસાઇટમાં ફેક પ્રોફાઇલ બનાવી ફરિયાદી ના ફોટા નો દુર ઉપયોગ કરનાર એક શખ્સને ઝડપી પાડયો છે.

આરોપીએ "Ankit D " નામનું ફેક આઇ-ડી બનાવી અને  Tagged web site પર ફોટોગ્રાફ મૂકતા ફરિયાદ થઈ હતી

  • Share this:
અમદાવાદ : સાયબર ક્રાઈમ બ્રાન્ચે પાલડી માં રહેતા એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસે ઝડપેલા આરોપી સૌરીન ઠાકોરે પોતાના સગામાં થતા ફરિયાદીના પત્નીનાં ફોટા લઈ તેમાં ફરિયાદીની પત્નીનો ફોટો મોર્ફ કરી સોસિયલ મીડિયા માં Tagged નામની વેબ સાઇટ માં મુક્યા હતા. ફરિયાદી ને આ વાતની જાણ થતાં તેમણે આ મામલે સાયબર ક્રાઈમમાં જઈ ફરિયાદ કરી હતી . તે મામલે સાયબર ક્રાઈમે ફરિયાદ લઈ તપાસ કરી હતી અને તપાસ બાદ આરોપીની ધરપકડ કરી છે. સાયબર ક્રાઈમનું કેહવું છે કે ફરિયાદી વેપાર કરે છે અને તેમને ખ્યાલ આવ્યો કે Tagged web site પર એક પ્રોફાઈલ છે જેનું નામ ankit d છે પણ જેમાં ફોટા મોર્ફ કરી ફરિયાદીને બદનામ કરવામાં આવી રહ્યાં છે.

સોસિયલ મીડિયાના જેટલા ફાયદા છે તેટલા ગેરફાયદા પણ છે. હાલમાં જે રીતે સોશિયલ મીડિયાનો દુરુપયોગ વધી રહ્યો છે તેને જોતા સાયબર ક્રાઇમમાં ગુનાનું પ્રમાણ પણ વધ્યુ છે.અમદાવાદ સાઇબર ક્રાઇમ ની ટીમે Tagged નામની વેબસાઇટમાં ફેક પ્રોફાઇલ બનાવી ફરિયાદીનાં ફોટાનો દુર ઉપયોગ કરનાર એક શખ્સને ઝડપી પાડયો છે.

આ પણ વાંચો :  ગુજરાત બજેટ 2020 : નીતિન પટેલે 605 કરોડની પુરાંત વાળું અંદાજપત્ર રજૂ કર્યુ, વાંચો બજેટની મુખ્ય જાહેરાતો

સાયબર ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સૌરીન ઠાકોરને પોતાના જ કૌટુંબિક સગા વચ્ચે  પારિવારિક સંબંધોમાં ઝઘડાના કારણે મહિલાનાં ફોટા મોર્ફ કરી સોસિયલ મિડિયામાં બદનામ કરવાના ઈરાદે અપલોડ કરતો હતો. પ્રાથમિક પૂછપરછ માં સામે આવ્યું છે કે આરોપી સૌરીન ઠાકોર પાલડી વિસ્તારનો રહેવાસી છે અને ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કર્યો હોય ખાનગી કંપનીમાં નોકરી  કરે છે. જોકે કૌટુંબિક સંબંધી સાથે બદલો લેવાના ઇરાદે "Ankit D " નામનું ફેક આઈડી બનાવી ફોટા મોર્ફ કરી વાયરલ કરતો હોવાનું સામે આવી છે.
First published: February 26, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading