ITનો સપાટો, રાજેશ પટેલના કાકા પીવીસીમાં દરોડા, 4.5 કરોડની રકમ ઝડપાઇ

News18 Gujarati
Updated: October 24, 2018, 10:14 PM IST
ITનો સપાટો, રાજેશ પટેલના કાકા પીવીસીમાં દરોડા, 4.5 કરોડની રકમ ઝડપાઇ

  • Share this:
અભિષેક પાંડે, અમદાવાદ

આવકવેરા વિભાગની 25થી વધુ ટીમે અમદાવાદના પ્રખ્યાત વેપારીઓ પર દરોડા પાડ્યા હતા. જેમાં જાણીતા રાજેશ પટેલની કાકા પીવીસી, સ્પર્શ બિલ્ડકોન, ધર્મભક્તિ વાટિકા સહિત 20 જગ્યાએ રેડ કરી હતી. આ રેડ હાથીજણ, નરોડા, નારોલ, દહેગામ, દસક્રોઇ વહેલાલ, ઓઢવમાં કરવામાં આવી હતી.

આયકર વિભાગના દ્વારા બુધવારે વહેલી સવારે રાજેશ પટેલ નામના વ્યાપારીને ત્યાં દરોડા પાડ્યા હતા, આયકર વિભાગે કાકા પીવીસી સહિત રાજેશ પટેલના 20થી વધારે ઠેકાણે 25થી વધુ ટીમ બનાવી એક સાથે કાર્યવાહી હાથ ધરી હતી, આ કાર્યવાહીમાં મોડી સાંજ સુધીમાં લગભગ સાઢા ચાર કરોડની રોકડ રકમ મળી આવી હતી, તથા વધુ બેનામી મિલકત બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરાઇ રહી છે.

અમદાવાદના પ્લાસ્ટિક તેમજ બાંધકામ ક્ષેત્રે જાણીતું નામ રાજેશ પટેલને ત્યાં આયકર વિભાગે 25 થી વધુ ટીમો સાથે દરોડા પાડ્યા હતા. રાજેશ પટેલની કાકા પીવીસી કંપની પીવીસીના વ્યાપારમાં બીજા નંબરનું સ્થાન ધરાવતું નામ છે. આયકર વિભાગે કાકા પીવીસી, શ્રીજી પ્લાસ્ટ, સ્પર્શ બિલ્ડકોન, ધર્મભક્તિ વાટિકા સહિતના રાજેશ પટેલના ઓફિસો પર દરોડા પાડ્યા હતા. હાથીજણ, નરોડા, નારોલ, દહેગામ, દસક્રોઇ વહેલાલ આદિક જગ્યાએ દરોડા કરેલા દરોડાની કારવાઈ મોડી સાંઝ સુધી ચાલુ હતી. કદાચ આવતી કાલ સુધી લંબાવવામાં આવે તેવા અહેવાલ મળી રહ્યા છે.

આયકર વિભાગે રાજેશ પટેલના વિવિધ ધંધાકીય તેમજ આવાસીય પરિસરમાં વહેલી સવારે 5.30થી કાર્યવાહી શરુ કરી હતી. છેલ્લા અહેવાલ મુજબ રાજેશ પટેલ અને તેમના એક ખાસ માણસને ત્યાંથી લગભગ સાઢા ચાર કરોડનો બિનહિસાબી વ્યવહાર મોડી સાંઝ સુધીમાં મળી આવ્યો છે. હજુ પણ અનેક બેનામી વ્યવહારો બહાર આવે તેવી શક્યતાઓ વહેતી થઇ છે.
First published: October 24, 2018, 10:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading