પત્નીને ભગાડી જનાર શખ્સને પતિએ માથામાં લખેલા 's' શબ્દથી ઝડપી પાડ્યો

News18 Gujarati
Updated: September 20, 2019, 11:56 AM IST
પત્નીને ભગાડી જનાર શખ્સને પતિએ માથામાં લખેલા 's' શબ્દથી ઝડપી પાડ્યો
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદમાં (Ahmedabad) પત્નીને લઈ જનાર શખ્સે મારામારી કરતા નરોડા પોલીસ સ્ટેશનમાં ( Naroda Police Station) ફરિયાદ નોંધાઈ

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદ : અમદવાદ (Ahmedabad) શહેરના નરોડા (Naroda) વિસ્તારમાં ઘર છોડી યુવક સાથે ભાગી જનારી પત્નીને (Wife)ને શોધી કાઢવા માટે પતિ( Husband)એ ખતરનાક ભેજું લડાવ્યું હતું. પત્ની સુમનના નામનો પહેલો અક્ષર પોતાના કપાળ પર ચિતરાવનારા યુવકને પતિએ 'S' અક્ષર પરથી જ ઝડપી પાડ્યો હતો. શહેરના નરોડામાં રહેતાંપતિની પત્ની કોઇ યુવક સાથે ભાગી ગઈ હતી, જેથી તેને રાહુલ નામના એક શખ્સ પર શંકા ગઇ હતી. શંકાના આધારે પતિ અનેક દિવસોથી તે વિસ્તારમાં વૉચ ગોઠવીને બેઠો હતો. દરમિયાન પતિને જે યુવક પર શંકા હતી તે શખ્સ ત્યાં આવ્યો હતો, તેણે માથામાં 'ડ' અક્ષર લખાવ્યો હતો જેથી આ તે જ યુવક હોવાનું માનીને તેનો પીછો કર્યો હતો. પતિએ પીછો કરી શખ્સના ઘરે પહોંચ્યો તો ત્યાં તેની પત્ની હાજર હતી. આ ઘટના બાદ પતિએ તેને લઇ જવા કહ્યું હતું. દરમિયાન આ સમગ્ન ઘટનાક્રમ બાદ ઉશ્કેરાયેલા રાહુલે સુમનના પતિ સાથે મારામારી કરી હતી. આ મામલે નરોડા પોલીસે ફરિયાદ નોંધી આ અંગે તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે શહેરના ઓઢવમાં રહેતાં દશરથભાઇ મજૂરી કામ કરે છે, તેમણે સુમન નામની મહિલા સાથે બે વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા. જોકે, ચાર માસ પહેલાં પત્ની સુમન ઘરેથી ભાગી ગઇ હતી. આ ઘટના બાદ દશરથ ભાઈએ ફરિયાદ પણ નોંધાવી હતી પણ પોલીસે તેને શોધી આપી નહોતી. દરમિયાના ભાગી ગયેલી સુમનને પતિ જાતે જ પત્નીને શોધ્યા કરતો હતો.

આ પણ વાંચો : 21થી 22 સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

દરમિયાન રાહુલ નામનો શખ્સ તેની પત્નીને ભગાવી લઇ ગયો હોવાની વાત પતિને મળી હતી. જેથી પતિ વૉચમાં હતો ત્યારે ગૅરેજ નોકરી કરતો રાહુલ ઉર્ફે બોડિયો ત્યાંથી પસાર થતો હતો. દશરથને તેના પર પાક્કો વહેમ જતાં તેણે રાહુલ ઉર્ફે 'બોડિયો'ની તપાસ કરી હતી. રાહુલે પોતાના માથે 's' શબ્દ લખાવ્યો હતો માથામાં લખેલા 'ડ' શબ્દ પરથી દશરથે રાહુલને ઓળખી કાઢ્યો હતો.

આ પણ વાંચો : ગરબા પ્રેક્ટિસમાં યુવતીને પ્રેમજાળમાં ફસાવી, અગાઉના બે લગ્નો છૂપાવતા ફરિયાદ

રાહુલની ઓળખ થયા બાદ દશરથે તેનો પીછો કરી રાહુલના ઘર સુધી પહોંચ્યો હતો, ત્યાં જઈ તેણે જોયું તો તેની પત્ની સુમન કચરો વાળતી હતી જેથી પત્નીનો હાથ પકડી પતિ તેને લઇ જતો હતો ત્યારે રાહુલ વચ્ચે પડ્યો અને ઝપાઝપી કરી બંનેએ લગ્ન કરી લીધા હોવાનું કહી દશરથ પર હથિયારથી હુમલો કરી દીધો હતો. ઇજાગ્રસ્ત પતિએ તેના પરિવારને ફોન કરતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દશરથવા પરિવારજનોએ પોલીસને જાણ કરતા નરોડા પોલીસ આવી પહોંચી હતી અને રાહુલ ઉર્ફે 'બોડિયો' સામે ફરિયાદ નોંધી હતી.
First published: September 20, 2019, 11:56 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading