અમદાવાદ : કિશોરીને ખેતર બતાવાના બહાને ઘરે બોલાવી ફિયાન્સે દુષ્કર્મ ગુજાર્યુ, પરિવારે પોલીસ ફરિયાદ કરી


Updated: September 13, 2020, 2:53 PM IST
અમદાવાદ : કિશોરીને ખેતર બતાવાના બહાને ઘરે બોલાવી ફિયાન્સે દુષ્કર્મ ગુજાર્યુ, પરિવારે પોલીસ ફરિયાદ કરી
યુવતીએ માતાને જાણ કરતા માતાએ અમદાવાદ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

અમદાવાદનો જઘન્ય કિસ્સો, ફિયાન્સ યુવતીને પોતાના ઘરે બોલાવી અને ખેતર લઈ ગયો હતો અને ત્યાં વારંવાર તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યુ હતું

  • Share this:
અમદાવાદ: સગાઇ બાદ કિશોરીને ફિયાન્સે પોતાના ગામે બોલાવી હતી. જેથી ફિયાન્સી પરિવારને (Fiance Raped Girl) જાણ કર્યા વગર ત્યાં પહોંચી ગઇ હતી. જ્યાં ફિયાન્સે તેને ખેતર બતાવવા લઇ જાઉ તેમ કહી ખેતરે લઇ ગયો હતો. જ્યાં અવાર નવાર તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ કિશોરીને ફિયાન્સની માતા સરદાનગર (Sardarnagar Ahmadabad) આવી મુકી જતી રહી હતી. જેથી કિશોરીની માતાએ આ મામલે ફિયાન્સ સામે અપહરણ, (Kidnapping)બળાત્કાર (Rape) અને પોક્સો એક્ટ (Pocso Act) મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

બનાવની વિગત એવી છે કે  શહેરના કુબેરનગર વિસ્તારમાં 17 વર્ષિય કિશોરી પરિવાર સાથે રહે છે. ત્રણ વર્ષ પહેલા કિશોરીની સગાઇની વાત એક યુવક સાથે કરી હતી. ત્યારબાદ કિશોરી અને તેનો પરીવાર યુવકના ગામે ગયા હતા અને સગાઇની વાત પણ કરી હતી. જેથી યુવક અને કિશોરી અવાર નવાર ફોન પર વાત કરતા હતા. 14 ઓગષ્ટના રોજ કિશોરીની માતા બહાર ગઇ હતી. માતા પરત આવ્યા બાદ જોયું તો કિશોરી ઘરે ન હતી. જેથી તેને મોબાઇલ ફોન પર ફોન કર્યો હતો પરંતુ તેને ફોન ઉપાડ્યો ન હતો.

જેથી પરિવારે તેની શોધખોળ કરી હતી. પરંતુ તે મળી આવી ન હતી.  બીજા દિવસે વહેલી સવારે કિશોરીએ માતાને ફોન કરી કહ્યું હતું કે, તે તેના ફિયાન્સ સાથે તેના ઘરે રોકાઇ છે. જેથી માતાએ વાંધો લીધો ન હતો. બે ત્રણ દિવસ બાદ ફરી કિશોરીને ફોન કરી માતાએ તેના ખબર અંતર પુછ્યા હતા.

આ પણ વાંચો :   અમદાવાદ : 1 કરોડ રૂપિયાના MD ડ્રગ્સ સાથે ચાર ઝડપાયા, ASIને સાથે રાખી ડિલિવરી થતી હતી

7 સપ્ટે.ના રોજ કિશોરી ઘરે આવી હતી. ત્યારે માતાએ પુચ્છા કરી હતી કે, કોની સાથે પરત આવી. ત્યારે કિશોરીએ જણાવ્યું હતું કે, ફિયાન્સની માતા નરોડા પાટીયા ખાતે મુકી ગઇ હતી. જ્યાંથી એકલી ઘરે આવી ગઇ છું.જો કે, ઘરે આવ્યા બાદ કિશોરી સુમસામ રહેતી હતી.
ત્યારે માતાએ પુચ્છા કરતા જણાવ્યું હતું કે, તે ફિયાન્સ સાથે તેના ઘરે હતી ત્યારે સાંજે તેનો ફિયાન્સ ખેતર બતાવવા લઇ ગયો હતો. ત્યાં ખેતરમાં એક ઓરડી હતી. જ્યાં રાત્રે તેઓ રોકાયા હતા અને ફિયાન્સે શરીર સબંધ બાંધ્યો હતો. ત્યારબાદ અવાર નવાર ફિયાન્સ એ શરીર સબંધ બાંધ્યો હતો. દિકરીની આવી વાત સાંભળ્યા બાદ માતાએ ફિયાન્સ સામે બળાત્કાર અને અપહરણ તથા પોક્સોની વિવિધ કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :  સુરત : ઢોંગી ભૂઈમાનાં ધતિંગનો પર્દાફાશ, સંતાન પ્રાપ્તીની વિધિના નામે થતી હતી લૂંટ
Published by: Jay Mishra
First published: September 13, 2020, 2:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading