અમદાવાદ : 'પોલીસ પર પથ્થરમારો થયો તે બરાબર છે, હજુ મારીશું,' વૃદ્ધ વાહન ચાલકે બબાલ કરી


Updated: December 27, 2019, 10:15 AM IST
અમદાવાદ : 'પોલીસ પર પથ્થરમારો થયો તે બરાબર છે, હજુ મારીશું,' વૃદ્ધ વાહન ચાલકે બબાલ કરી
પ્રતિકાત્મક તસવીર

BRTSના માર્ગમાં વાહન ચલાવતા ચાલકને ટ્રાફિક પોલીસે રોકતા, ચાલકે પોલીસ સાથે ઘર્ષણ કર્યુ

  • Share this:
અમદાવાદઃ બીઆરટીએસ કોરિડોરમાં વાહન ચલાવવા પર પ્રતિબંધ છે. જેથી ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરી રહી હતી  ત્યારે એક વૃધ્ધ વાહનચાલકને પોલીસે રોકતા તે ગિન્નાયા હતા.  તેમણે ઉશ્કેરાઈને કહ્યું હતું કે 'પોલીસ લોકોને હેરાન કરે છે એટલે પોલીસ પર પથ્થરમારો થયો તે બરાબર જ છે હજુ પણ પથ્થરો મારીશું'. ચાલકે આવેશમાં આવીને આવી ધમકી આપી હતી. જેથી પોલીસે વૃધ્ધ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

બનાવની વિગત એવી છે કે , 'અમદાવાદ ટ્રાફિક PSI એમ.બી.વિરજા અને તેમનો સ્ટાફ ખમાસા વિસ્તારમાં BRTSમાં લોકો ન પ્રવેશે તે માટે કામગીરી કરી રહ્યા હતા. દરમિયાન  એક વાહનચાલક બીઆરટીએસ ટ્રેકમાં ઘૂસ્યા હતા.  વાહન ચાલક વૃદ્ધ હતા અને ઉંમર પણ ખૂબ વધારે હતી. પોલીસ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી રહી હતી ત્યારે વૃદ્ધ ઉશ્કેરાઈ ગયા હતા.

 આ પણ વાંચો :  સુરત : પૂર્વ પોલીસ કમિશનર સતીષ શર્મા સાથે ઠગાઈ, OTP વગર ખાતામાંથી પૈસા ઉપડી ગયા!

પોલીસે રોકતા જ વૃધ્ધ ગુસ્સામાં આવી ગયા હતા અને પોલીસને કેવી કામગીરી કરવી જોઇએ તે શીખવવા લાગ્યા હતા. તેમણે પોલીસને કહ્યું કે 'તમે ખોટી રીતે માણસોને હેરાન કરો છો, જે કરવાનું છે તે કરો ને' બાદમાં તેમણે પોલીસને એવી પણ ધમકી આપી કે  'તમારા લોકો પર પથ્થરમારો થાય છે તે બરાબર જ છે, અને હજુય પણ મારીશું.' આટલું કહેતા જ શાંત રહેલી પોલીસ પણ ભડકી ઉઠી અને તેમને હવેલી પોલીસસ્ટેશન લઇ જવાયા હતા. જ્યાં ટ્રાફિક પોલીસે આરોપી ઇકબાલ હુસેન મન્સુરી (ઉ.71) સામે ગુનો નોંધાવતા હવેલી પોલીસે વૃધ્ધની ધરપકડ કરી હતી.
First published: December 27, 2019, 10:15 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading