Home /News /madhya-gujarat /અમદાવાદ : પત્નીને બર્થડે પર દમણ લઈ ગયો DJ પતિ, 'જલસા' કરવા માટે ત્રાસ આપતા થયો પોલીસ કેસ

અમદાવાદ : પત્નીને બર્થડે પર દમણ લઈ ગયો DJ પતિ, 'જલસા' કરવા માટે ત્રાસ આપતા થયો પોલીસ કેસ

પ્રતિકાત્મક તસવીર

અમદાવાદના બાપુનગર વિસ્તારનો કિસ્સો, DJનો વ્યવસાય કરતા પતિ પર પત્નીએ શરમજનક કરતૂતનો આક્ષેપ લગાવ્યો, મામલો વણસી જતા પહોંચ્યો પોલીસ મથકમાં

અમદાવાદ: વ્યસનની ( Addiction) આદત વ્યક્તિના ઘર સંસારમાં આગ લગાવી શકે છે તેનું તાજું ઉદાહરણ અમદાવાદ  (Ahmadabad) શહેરમાંથી સામે આવ્યું છે. અમદાવાદ શહેરમાં રહેતી એક પત્નીને પતિના વ્યસનનો એવો કડવો અનુભવ થયો કે તેણે પતિની 'જલસા' કરવા માટે કરેલી માંગણીઓ અને ત્રાસથી કંટાળી અને પોલીસ ફરિયાદ (Police Complain) કરી છે.

શહેરના બાપુનગર પોલીસસ્ટેશનમાં (Bapunagar Police Station) એક યુવતીએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. આ યુવતીના બીજા લગ્ન હતા અને તેનો પતિ ડીજે નું કામ કરતો હતો. આ યુવતીના બર્થડે પર તેને દમણ લઈ જઈ દારૂડિયા પતિએ દારૂ પીને તેને માર માર્યો હતો અને 'જલસા' કરવા માટે પત્ની પાસે એવું દબાણ કર્યુ કે પત્નીએ પોલીસ ફરિયાદ કરી હતી.

આ પણ વાંચો :  સુરત : માતાપિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, 3 વર્ષનું બાળક કારમાં લૉક થઈ ગયું, ઉધના PIએ દુર્ઘટના ટાળી

બનાવની વિગતો એવી છે કે હાલ મહેસાણામાં રહેતી 28 વર્ષીય યુવતીના પહેલા એક લગ્ન થયા હતા જેમાં મનમેળ ન રહેતા યુવતીએ છૂટાછેડા લીધા જતા. બાદમાં આ યુવતીના વર્ષ 2018 માં બીજા લગ્ન થયા હતા. બાપુનગરમાં રહેતો અને ડીજે નો બિઝનેસ કરતા યુવક સાથે આ યુવતીના લગ્ન થયા હતા. લગ્નના અઠવાડિયા બાદ તેનો પતિ દારૂ પીને આવતો હતો અને મારઝૂડ કરતો હતો. યુવતીએ તેની સાસુને ફરિયાદ કરતા તેઓએ યુવતીને મહેણાં માર્યા કે તેની મા એ કઈ કામ શીખવાડ્યું નથી અને પિતાએ કઈ કરિયાવર પણ આપ્યું નથી.
" isDesktop="true" id="1066435" >

જોકે બીજા લગ્ન હોવાથી આ યુવતી આ ત્રાસ સહન કરી તેનો સંસાર બચાવતી હતી. અને તેના માતા પિતાના ઘરે જાય ત્યારે તેને પરત લેવા પણ સાસરિયાઓ જતા નહિ. વિરમગામ ખાતે પતિનો ડીજે નો ઓર્ડર હોવાથી ત્યાં આ યુવતી પણ સાથે ગઈ હતી જ્યાં તેને દારૂ પીને તેના પતિએ માર માર્યો હતો. એટલું જ નહીં દમણમાં 'ખાવાપીવાનો' જલસો કરવાના 10,000 રૂપિયા પિયરમાંથી લઈ આવવાની માંગણી કરી હતી.

આ પણ વાંચો :  ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે મતદાન અને ક્યારે થશે મતગણતરી

આ યુવતીના જન્મદિવસે તેનો પતિ દમણ ખાતે ફરવા લઈ ગયો હતો. ત્યાં પણ દારૂ પીને યુવતીને તેના પતિએ માર માર્યો હતો. અને બાદમાં અમદાવાદ આવીને દમણનો ખર્ચ 10 હજાર થયો તે પિયરમાંથી લઈ આવવા પતિએ દબાણ કર્યું હતું અને સસરાએ યુવતી પાસે 10 લાખ દહેજ માંગી કાઢી મૂકી હતી. સમગ્ર બાબતોથી કંટાળી ને આ યુવતીએ સાસરિયાઓ સામે બાપુનગર માં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
First published:

Tags: Ahmedabad news, Domestic Violance, Gujarati news, Latest News, ગુનો, દારૂ, પતિ-પત્ની, પોલીસ

विज्ञापन