Home /News /madhya-gujarat /અમદાવાદ : અત્યાચારી પતિ પત્નીને રાત્રે રસોડામાં સુવડાવતો, શંકાની આડમાં કર્યો અમાનુષી અત્યાચાર

અમદાવાદ : અત્યાચારી પતિ પત્નીને રાત્રે રસોડામાં સુવડાવતો, શંકાની આડમાં કર્યો અમાનુષી અત્યાચાર

પ્રતિકાત્મક તસવીર

પતિ બહાર જાય ત્યારે યુવતીને રસોડામાં બંધ કરીને જતો હતો, મહિલાએ અમાનવીય ત્રાસથી કંટાળી કરી પોલીસ ફરિયાદ

અમદાવાદ: શહેરમાં રહેતી એક યુવતીએ (Wife) તેના સાસરિયાઓ (In Laws) સામે ફરિયાદ નોંધાવી છે. યુવતીની સાસુ સસરા અને પતિ દહેજ (Dowry) માંગી તેના પર ત્રાસ ગુજારતા હતા. આટલું જ નહીં યુવતી લગ્ન પ્રસંગ માં તેના બનેવી સાથે વાત કરતી હતી તો પતિએ શંકાઓ રાખી તેના બનેવી સાથે ઝગડો કર્યો હતો. થોડા સમય બાદ સમાધાન માટેની મીટિંગ માં યુવતીને તેની બહેન અને બનેવી સાથે સબંધ ન રાખવા ની શરત રાખ્યા બાદ યુવતીને સાસરિયાઓ તેડી ગયા હતા. એટલું જ નહીં યુવતીએ દીકરીને જન્મ આપતા સાસરિયાઓ એ દીકરો જોઈતો હતો કહીને તેને ત્રાસ આપ્યો હતો. યુવતીને અને દીકરીને તેનો પતિ રૂમ ન આપી રસોડા માં રાખતો અને બહાર જાય તો રસોડું બન્ધ કરી જતો હતો. સમગ્ર બાબતોથી કંટાળી આખરે યુવતીએ પોલીસ ફરિયાદ (Police Complain) નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરના જમાલપુર વિસ્તારમાં રહેતી 21 વર્ષીય યુવતી હાલ ત્રણ મહિના થી તેની દીકરી સાથે રહે છે. વર્ષ 2019 માં તેના લગ્ન ખમાસા ખાતે રહેતા એક યુવક સાથે થયા હતા. લગ્ન બાદ આ યુવતી તેના સાસરે રહેવા ગઈ હતી. લગ્નના એક-બે મહિના સુધી સાસરિયાઓએ તેને સારી રીતે રાખી હતી.

પરંતુ બાદમાં તેનો પતિ શંકા વહેમ રાખતો હતો અને તેને કોઈની સાથે વાતચીત કરવા દેતો ન હતો અને જો આ યુવતી કોઇ સાથે વાતચીત કરતી તો તેને ગંદી ગાળો બોલી માર મારતો અને ધમકી આપતો હતો. એટલું જ નહીં યુવતીના સાસુ-સસરા યુવતીના પતિને ચઢામણી પણ કરતા હતા અને તેના કારણે તેનો પતિ ઘર ખર્ચ માટે અઠવાડિયાના માત્ર સો રૂપિયા વાપરવા આવતો હતો.

આ પણ વાંચો : મોડાસા : કરૂણ ઘટના! પિતા માટે ઑક્સીજન લેવા નીકળેલા પુત્રની કારનો અકસ્માત, બેનાં મોત, બનાવ CCTVમાં કેદ

આટલું જ નહી પિયરમાંથી દહેજ લાવવા માટે પણ દબાણ સાસરિયાઓ કરી યુવતીને માનસિક-શારીરિક હેરાન કરતા હતા. થોડા સમય પહેલા આ યુવતીના કાકા સસરા પણ તેના ઘરે આવ્યા હતા અને યુવતીના સાસુ-સસરાને દહેજ બાબતે ચઢામણી કરતાં હતા. જ્યારે આ યુવતી ને સાત મહિનાનો ગર્ભ હતો ત્યારે તેના સગા મામા ના ચાર સંતાનો ના લગ્ન હોવાથી તેના પતિ સાથે ત્યાં ગઈ હતી.

ત્યારે આ યુવતી તેના સગા બનેવી તથા યુવતી પોતાના પરિવારના સભ્યો સાથે વાતચીત કરતી હતી. ત્યારે તેનો પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને તેની પર શક રાખી યુવતીના બનેવી ને ગમે તેમ બોલી તેની સાથે ઝઘડો કર્યો હતો. જેથી આ યુવતી તેના પિયરમાં જતી રહી હતી. પરંતુ તેના પતિએ ન ફોન કર્યો કે ના તેને તેડવા આવ્યો હતો.

આ પણ વાંચો : સુરત : ડિવોર્સી યુવતી સાથે દુષ્કર્મની ફરિયાદ, યુવકે નોકરીની લાલચે ઓફિસ બોલાવી ઈજ્જત લૂંટી

થોડા સમય પહેલા જ્યારે આ યુવતીએ દીકરીને જન્મ આપ્યો ત્યારે પણ તેના સાસરિયાઓએ દીકરીને કેમ જન્મ આપ્યો છે અમારે તો દીકરો જોઇતો હતો તેમ કહી જતા રહ્યા હતા અને દીકરી ત્રણ મહિનાથી થઇ ગઇ હોવા છતાં પણ યુવતીના પતિ કે સાસરીયાઓ એ કોઈ સંપર્ક કર્યો ન હતો. બાદમાં યુવતીના પરિવાર જનો અને સાસરિયાઓ વચ્ચે એક મિટિંગ થઈ હતી.
" isDesktop="true" id="1092764" >

જેમાં યુવતીના સાસુ સાથે તેની બહેન તથા બનેવી સાથે કોઇપણ જાતનો સંબંધ ન રાખવાની શરત રાખી હતી. પરંતુ આ યુવતીને તેનું ઘર કરવુ હોવાથી તેણે આ શરત મારીને સમાધાન કર્યું હતું અને વર્ષ 2020માં તેના પતિના ઘરે રહેવા ગઇ હતી. ત્યાં ગયા બાદ પણ યુવતીની સાસુ અને પતિ યુવતીને અને તેની દીકરી ને રસોડા માં રાખતા હતા અને કોઇ રૂમ આપ્યો ન હતો.

આ પણ વાંચો : રાજકોટ : બે દિવસથી ગુમ યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્યા, કૂવામાંથી મૃતદેહ મળ્યો

જ્યારે પણ તેનો પતિ બહાર જાય ત્યારે યુવતીને રસોડામાં બંધ કરીને જતો હતો અને દીકરીની કોઈપણ જરૂરિયાતો પૂરી કરતો ન હતો. આટલું જ નહી જ્યારે આ યુવતી તેના પિયરમાં ફોન પર વાત કરે ત્યારે તેના પતિ સ્પીકરમાં જ વાત કરવા દબાણ કરતો હતો અને તેના ભાઈ સાથે પણ સંબંધ ન રાખવાનો કહી તેનો માનસિક ત્રાસ આપતો હતો. જેથી આ બાબતને લઈને યુવતીએ પોલીસ કંટ્રોલરૂમને ફોન કરતાં હવેલી પોલીસ ત્યાં આવી હતી પરંતુ ત્યારે પણ સમાધાન થયું હતું. આખરે યુવતીએ કંટાળીને આ બાબતને લઈને તેના સાસરિયાઓ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
First published:

Tags: Ahmedabad news, Domestic violence, પતિ-પત્ની

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો