અમદાવાદ : Paytm,OLX, G-Payમાં એક જ દિવસમાં ઓનલાઇન છેતરપિંડીની 40 ફરિયાદથી હાહાકાર!


Updated: January 10, 2020, 12:21 PM IST
અમદાવાદ : Paytm,OLX, G-Payમાં એક જ દિવસમાં ઓનલાઇન છેતરપિંડીની 40 ફરિયાદથી હાહાકાર!
પ્રતિકાત્મત તસવીર

ગિફ્ટ વાઉચર, પેટીએમ કોડ, કેશબેક જેવી લાલચોમાં અનેક લોકો છેતરાયા, 'સાયબર આશ્વસ્ત' અને 'વિશ્વાસ' પ્રોજેક્ટના શુભારંભ પહેલાં જ સાયબ ક્રાઇમની ફરિયાદો નોંધાઈ

 • Share this:
અમદાવાદઃ જો તમે ઓનલાઇન ખરીદી, ક્રેડિટકાર્ડ, ડેબિટ કાર્ડ કે પેટીએમ નો ઉપયોગ કરો છો તો ચેતી જજો. કારણકે શહેરમાં એક જ દિવસમાં આ પ્રકારની ઓનલાઇન વેબસાઇટથી લોકો છેતરાયા હોવાની 40થી વધુ ફરિયાદો નોંધાઇ છે. જેમાં કોઇ ગિફ્ટ વાઉચરની લાલચમાં તો કેટલાક કેશબેકની લાલચમાં તો કેટલાક ઓનલાઇન સસ્તા ભાવેની ખરીદીમાં છેતરાયા હોવાનું સામે આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે મહાત્મા મંદિર ખાતે શનિવારે સાયબર આશ્વસ્ત અને વિશ્વાસ પ્રોજેક્ટના શુભારંભ પહેલા જ અચાનક શહેરમાં 40થી વધુ છેતરપિંડીની ફરિયાદો નોંધાતા સાયબર ક્રાઇમ વધ્યો હોવાનું પુરવા થયું છે.  શહેરના વિવિધ પોલીસસ્ટેશનોમાં 40થી વધુ સાયબર ક્રાઇમની ફરિયાદો નોંધાવા પામી છે. જે ફરિયાદોની વાત કરવા જઇએ તો અનેક પ્રકારની માહિતીઓ સામે આવી છે. સાયબર ક્રાઇમ દ્વારા અવેરનેસ ફેલાવવામાં આવતી હોવા છતાંય લોકો તે બાબતે ધ્યાન નથી રાખતા અને પોતાની કમાણી ઠગબાજોને હવાલે આસાનીથી કરી દેતા હોય છે.

આ પણ વાંચો :  સુરત : સ્પામાં ગેરકાયદેસર રીતે કામ કરનાર 30 યુવતિઓને થાઇલેન્ડ પરત મોકલાશે

કેવા પ્રકારની ઠગાઇઓ સામે આવી છે?


 • એક યુવકે ફોનપે કંપનીના કર્મીની ઓળખ આપનાર પર વિશ્વાસ કરતા કેશબેકની લાલચમાં 6300 ગુમાવ્યા

 • OLX પર વોશિંગ મશીન વેચવા મૂકનાર યુવકે વધુ રૂપિયા મેળવવાની લ્હાયમાં 3500 રૂપિયા ગુમાવ્યા
 • ફ્લાઇટમાં લગેજ લઇ જવાની સ્કીમની લાલચમાં ફરવા જનાર યુવકે 1.38 લાખ રૂપિયા ગુમાવ્યા

 • ડોક્ટર મહિલાએ નવું ક્રેડિટકાર્ડ ખરીદવાના ચક્કરમાં 80 હજાર ગુમાવ્યા- હોમગાર્ડ જવાન અને આર્મી જવાને ફેસબુક એનિવર્સરીની ગિફ્ટની લ્હાયમાં 3.57 લાખ ગુમાવ્યા

 • ક્રેડિટકાર્ડમાં ગિફ્ટ વાઉચર લાગ્યું હોવાનું માનીને ઠગબાજોને મહિલાએ 60 હજાર આપી દીધા

 • ક્રેડિટકાર્ડના રિવર્ટ પોઇન્ટ વધારવાની ઘેલછામાં 80 હજાર એક વ્યક્તિએ ગુમાવ્યા

 • OLX પર કાર વેચવા મૂકનાર વ્યક્તિ આર્મી જવાનની ઓળખ આપનાર ઠગની જાળમાં ફસાતા 50 હજાર ગુમાવ્યા

 • એનિમલ હેલ્પલાઇન પર ફોન કરનાર શિક્ષકે ઠગના કહેવાથી એનિમલ પે લીંકનું ફોર્મ ભરતા ગુગલ પેથી 74 હજાર ભરી દીધા
  પેટીએમનું કેવાયસી કરવાના બહાને ઠગ શખ્સે 69 હજાર રૂપિયા પડાવી લીધા

 • ઓનલાઇન એક્ટિવા વેચવા મૂકનાર યુવક પાસેથી ઠગ શખ્સે આર્મી જવાનની ઓળખ આપી પેટીએમથી 10 હજાર પડાવી લીધા

 • OLX પર બુરખા વેચવા માટેની જાહેરાત મૂકનાર વેપારીને ઠગ સખ્સે બારકોડ મોકલી ચાર હજાર રૂપિયા પડાવી લીધા- ભારતીય સેનામાં હોવાનું કહી શખ્સે વેપારીની કાર ખરીદવાનું કહી 65 હજાર પડાવી લીધા

 • પેટીએમમમાં કેવાયસી કરવાના બહાને ટીમ વ્યુર એપ ડાઉનલોડ કરાવી ઠગબાજોએ મહિલાના 1.24 લાખ રૂપિયા પડાવી લીધા

 • એનિમલ હેલ્પલાઇનમાં ફોન કરનારની માહિતી લીક કરી ઠગ ટોળકીએ 49 હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા

 • જીવદયામાં ફોન કરનારની માહિતી ઠગ શખ્સોએ ભેગી કરી 56 હજાર રૂપિયા પડાવી લીધા

 • ફેસબુક પર કેમેરો બતાવી વેચવાના બહાને શખ્સોએ પેટીએમથી 27 હજાર રૂપિયા પડાવી લીધા

 • ઓટીપી મેળવી શખ્સોએ 15 હજાર રૂપિયા પડાવી લીધા

 • ઓનલાઇન કાર ખરીદવાના બહાને શખ્સે 2700 રૂપિયા મેળવી લીધા

 • ફેસબુક પર ઘડિયાળ બતાવી ઠગબાજોએ યુવતીના બે હજાર રૂપિયા પડાવી લીધા

 • નવું ક્રેડિટકાર્ડ આપવાના એપ્રુવલના બહાને ઠગબાજોએ 37 હજાર પડાવી લીધા

 • અજાણ્યા શખ્સોએ 69 હજારનું ઓટીપી વગર ટ્રાન્ઝેક્શન કરી લીધું

 • પેટીએમ એપ્લીકેશન બંધ થવાનો ઠગ ટોળકીએ મેસેજ કરી 24 હજાર રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરી લીધા

 • પેટીએમ વોલેટ બ્લોક થઇ ગયાનો મેસેજ કરી શખ્સોએ 17 હજાર રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરી લીધા

 • ક્યુઆર કોડ સ્કેન કરાવી પીજી સંચાલકના ખાતામાંથી અજાણ્યા સખ્સોએ 6500 રૂપિયા પડાવી લીધા

 • બેન્કમાંથી બોલું છું કહીને શિક્ષકના બેન્કની વિગતો મળવી શખ્સોએ 62 હજારના ટ્રાન્ઝેક્શન કરી લીધા

 • જેસીબી વેચાણ આપવાના બહાને શખ્સોએ ઓનલાઇન 93 હજાર પડાવી લીધા

 • ઓનલાઇન જેકેટ ખરીદવા જતા યુવકે ઓનલાઇન 20 હજાર ગુમાવ્યા
  નોકરી આપવાના બહાને ક્રેડિકાર્ડમાંથી 25 હજાર ગુમાવ્યા- રેલવે અધિકારીના એટીએમના ડેટાની ચોરી કરી ઠગબાજોએ 80 હજાર રૂપિયા ઉપાડી લીધા


આ પણ વાંચો : અમદાવાદ : યુવકે PayTMનું KYC કરાવવા માટે ફોન કર્યો, ઠગે 1.24 લાખ રૂ. ટ્રાન્સફર કરી લીધા

 • અજાણ્યા શખ્સોએ એક લીંક મોકલી વેપારીના એકાઉન્ટમાંથી 75 હજાર રૂપિયા ઉપાડી લીધા- પેટીએમના કેવાયસી વેરિફિકેશનના બહાને વિગતો મેળવી શખ્સોએ 1.68 લાખ ઉપાડી લીધા

 • સિવિલ હોસ્પિટલના વિદ્યાર્થીએ ઓનલાઇન આઇપેડ મંગાવતા 86 હજાર ગુમાવ્યા

 • ઓનલાઇન ઘડિયાળ મંગાવનાર યુવકે 65 હજાર  ગુમાવ્યા
  વીઆઇપી મોબાઇલ નંબર વાળું સીમકાર્ડ ખરીદનાર યુવકે 60 હજાર ગુમાવ્યા

 • ઓનલાઇન એક્ટિવા લેવા જતા યુવકે 30 હજાર ગુમાવ્યા- પેટીએમ વોલેટ બ્લોક થઇ ગયું હોવાની કહી શખ્સોએ 40 હજાર રૂપિયાની ઠગાઇ આચરી
  પેટીએમ વાપરવાનું શીખવાડવાનું કહેનાર ગઠિયાએ 64 હજાર રૂપિયા પડાવી લીધા


આ પણ વાંચો : રાજ્યમાં શીત લહેર : નલિયા 4.2, ડિસા 6.1, ભૂજમાં 8.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન

મોટાભાગે પેટીએમ, ગુગલ પે અને ક્રેડિટ - ડેબિટ કાર્ડથી કેમ લોકો છેતરાયા?

આ તમામ ઘટનાઓની વાત કરીએ તો લોકોએ ઠગબાજોને લાખો રૂપિયા ખુશીખુશી પોતાની ભુૂલને કારણે આપી દીધા હોવાનું પોલીસ માની રહી છે. આજકાલ લોકો  ગુગલ પે, પેટીએમ જેવી એપ્લીકેશન વધુ વાપરે છે. અને તેમાં સિક્યોરિટી વધુ ન હોવાથી લોકો પોતાના રૂપિયા ગુમાવે છે. ઠગટોળકીઓ પણ આ જ એપ્લીકેશનો પર વધુ ફોકસ કરતી હોય છે. ઠગબાજોને તેમાંથી આસાનીથી ડેટા અને લોકોનો સંપર્ક મળી જતો હોવાથી તે માધ્યમો દ્વારા વધુ ઠગાઇ આચરે છે.
First published: January 10, 2020, 12:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading