અમદાવાદ : સસરાએ અપાવેલા ફ્લેટમાં રહેતી મહિલા સાથે જમાઈને થયો પ્રેમ, પત્નીએ કરી પોલીસ ફરિયાદ

અમદાવાદ : સસરાએ અપાવેલા ફ્લેટમાં રહેતી મહિલા સાથે જમાઈને થયો પ્રેમ, પત્નીએ કરી પોલીસ ફરિયાદ
નરોડા પોલીસ સ્ટેશનની ફાઇલ તસવીર

યુવતીના પિતાએ તેનો સંસાર બચાવવા માટે જમાઈને ખરીદી આપ્યું હતું, પરંતુ જમાઈએ પોત પ્રકાશ્યું, શરમજનક કિસ્સો

  • Share this:
અમદાવાદ: શહેરના નરોડા પોલીસસ્ટેશનમાં (Naroda Police station)માં એક યુવતીએ પતિ (husband|) અને સાસરિયાઓ (in laws) સામે ફરિયાદ નોંધાવી છે. આ યુવતીનો આક્ષેપ છે કે લગ્ન સમયે મળેલા એક લાખ અને દાગીના (Gold) તેની સાસુએ જપ્ત કરી લીધા હતા. લગ્નનાં થોડા સમય પછી યુવતીના પિતાએ જમાઈને મકાન અપાવ્યું હતું. તેના હપ્તા તે ન ભરતા યુવતીના ભાઈએ તમામ હપ્તા ની વ્યવસ્થા કરી હતી. આટલું જ નહીં સસરાએ અપાવેલા ફ્લેટમાં જ રહીને ત્યાં રહેતી એક યુવતી સાથે તેના પતિએ (Affair of husband) પ્રેમ સંબંધ રચી દીધો હતો. પતિએ છૂટાછેડાની પિટિશન સામે સમજૂતી કરાર કરી યુવતી સાથે રહેવા લાગ્યો હતો પણ ફરી યુવતીને ત્રાસ આપતા તેણે ફરિયાદ નોંધાવી છે.

હાલ નવા નરોડા માં રહેતી 30 વર્ષીય યુવતીના વર્ષ 2008 માં લગ્ન થયા હતા. લગ્ન બાદ તેનો પતિ દારૂ પીને તેને માર મારતો હતો. આટલું જ નહીં યુવતીના લગ્નમાં તેને મળેલા દાગીના અને એક લાખ રૂપિયા તેની સાસુએ લઈ લીધા હતા. આ બધા ઝગડા બાદ યુવતીના પિતાએ સંસાર ન બગડે તે હેતુથી સમાધાન કરાવ્યું હતું. બાદમાં યુવતી તેના પતિ સાથે વર્ષ 2013 માં હાલ રહે છે તે મકાનમાં શિફ્ટ થઈ હતી.આ મકાન યુવતીના પિતાએ તેનો સંસાર બચાવવા માટે જમાઈને ખરીદી આપ્યું હતું. યુવતીના ભાઈએ પણ હપ્તા તેમના જમાઈના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લોન પુરી કરી આપી હતી. બાદમાં આ જ ફ્લેટમાં રહેતી રૂપલ નામની યુવતી સાથે ફરિયાદીના પતિને પ્રેમ થઈ ગયો હતો.

આ પણ વાંચો : રાજ્યમાં કોરોનાના નવા 1212 કેસ નોંધાયા, એક દિવસમાં સૌથી વધારે 75,258 ટેસ્ટ કરવામાં આવ્યા

આ પ્રેમ પ્રકરણની જાણ ફરિયાદી યુવતીને થતા તેને પતિને આવા સંબંધો ન રાખવા કહેતા તેને મારી હતી. બાદમાં વર્ષ 2016 માં પુત્રને સ્કૂલે મુકતા યુવતી અને તેનો પતિ નિકોલ રહેવા ગયા હતા. ત્યાંથી પણ તેનો પતિ તેની પ્રેમિકા સાથે ઘરમાં જણાતા પતિ અને પ્રેમિકાએ આ યુવતીને માર મારી ધમકીઓ આપી હતી. આટલું જ નહીં બાદમાં યુવતી તેના પિયર જતી રહી હતી.

ત્યાં રાજસ્થાનમાં કોર્ટમાં ડાયવોર્ષ પિટિશન ફાઇલ કરતા તેનો પતિ સમાધાન માટે આવ્યો હતો અને તેની સામે સમજૂતી કરાર કર્યા હતા. પણ છતાંય બાદમાં તે વર્ષ 2019 માં પણ ફરીથી તેની પ્રેમિકા સાથે વાત કરતો તેની પત્નીના હાથે ઝડપાયો હતો.

આ પણ વાંચો :  'અમારે દીકરો જોઈતો હતો, તારે દીકરીઓ છે' દીકરા અને દહેજની ઘેલછામાં પુત્રવધૂને ત્રાસ આપતા ફરિયાદ

ચાલુ વર્ષે આ યુવતીને તેના પતિએ મકાન ખાલી કરવાની નોટિસ પણ ફટકારી હતી. તપાસ કરી તો તેના પતિએ જાણ બહાર જ આ મકાન કોઈને વેચ્યું હોવાનું સામે આવ્યું હતું. આખરે યુવતીએ તેના પતિ સહિત નવ લોકો સામે ફરીયાદ આપતા હવે નરોડા પોલીસે તપાસ હાથ ધરી છે.
Published by:Jay Mishra
First published:August 23, 2020, 07:25 am

ટૉપ ન્યૂઝ