અમદાવાદ : હું મર્દ છું બળાત્કાર કરીશ કહીને જેઠે ઇજ્જત લૂંટવાની ધમકી આપી, ક્રોસ ફરિયાદ નોંધાઈ

શહેરના બાપુનગરમાં એક જ પરિવારના સભ્યોનો વિવાદ, પારિવારીક ઝઘડામાં ક્રોસ ફરિયાદ નોંધાઈ, જેઠે નોંધાવી મારામારીની ફરિયાદ

  • Share this:
અમદાવાદ: શહેરના બાપુનગરમાં એક જ પરિવારના સભ્યોનો વિવાદ પોલીસસ્ટેશનમાં (Ahmadabad crime)  પહોંચ્યો છે. આ પરિવારની મહિલાના ઘર પાસે કૂતરું ગંદકી કરતા તેને માર્યું હતું. જેથી મહિલાનો જેઠ ત્યાં આવ્યો અને બાદમાં બબાલ શરૂ કરી હતી. આ જેઠ એ તેની ભાભીનો હાથ પકડી પોતાની લૂંગી ઊંચી કરી મર્દ છું બળાત્કાર (rape threat by brother in law) કરીશ તેવી ધમકી આપી હતી. જોકે આ જેઠે પણ તેની ભાભીના પરિવાર સામે ફરિયાદ આપતા બાપુનગર પોલીસે ક્રોસ (bapunagar Police) ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

બાપુનગરમાં 38 વર્ષીય મહિલા તેના પરિવાર સાથે રહે છે. નજીકમાં પાડોશમાં જ આ મહિલાના પિતરાઈ જેઠ પણ પરિવાર સાથે રહે છે. તેઓ ઘરે હતા ત્યારે તેમના ઘર પાસે કૂતરું આવીને ગંદકી કરતું હતું. જેથી આ મહિલાએ તેને માર્યું હતું અને ભગાડતા જ તેનો આ જેઠ આવ્યો હતો. જેઠએ આવીને બબાલ કરી અને પોતાની ભાભીને કૂતરાને કેમ મારે છે? તેવું પૂછ્યું હતું.આ પણ વાંચો :    રાજકોટ : આજી ડેમ ઑવરફ્લો થતા મોડી રાત્રે આજી નદીમાં ઘોડાપૂર, 1,000 વ્યક્તિઓનું સ્થળાંતર

જેઠ ગાળો બોલતા જ ભાભી પણ અકળાઈ હતી અને તેને ગાળો કેમ બોલે છે તેવું કહેતા જ  તેનો જેઠ આવેશમાં આવી ગયો હતો. અને આ જેઠ એ તેની ભાભીનો હાથ પકડી પોતાની લૂંગી ઊંચી કરી હું મર્દ છું તારા પર બળાત્કાર કરીશ તેમ કહી મારામારી કરી હતી.

આ પણ વાંચો :  જાણીતા સાઈકોલોજિસ્ટ પ્રશાંત ભીમાણીનો ચોંકાવનારો ખુલાસો, અમદાવાદનાં 60% બાળકો આ એડિક્શનનો શિકાર

જેથી આ મહિલાના પતિ અને બાળકો આવતા જ સમગ્ર હકીકત તેઓને જણાવતા આખરે બાપુનગર પોલીસસ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે. જ્યારે મહિલાના જેઠ એ પણ સામે ક્રોસ ફરિયાદ ત્રણ લોકો સામે આપી છે. તેનો પણ આક્ષેપ છે કે આ લોકોએ મારામારી કરી તેને ઈજાઓ પહોંચાડી ધમકીઓ આપી હતી. જેથી સમગ્ર મામલે બાપુનગર પોલીસે બને પક્ષે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
Published by:Jay Mishra
First published:August 22, 2020, 08:22 am

ટૉપ ન્યૂઝ