અમદાવાદ : ક્રાઇમબ્રાંચે ચોખાના ભુસાની આડમાં લવાતો 17 લાખનો વિદેશી દારૂ પકડ્યો

News18 Gujarati
Updated: November 8, 2019, 9:27 AM IST
અમદાવાદ : ક્રાઇમબ્રાંચે ચોખાના ભુસાની આડમાં લવાતો 17 લાખનો વિદેશી દારૂ પકડ્યો
પ્રતિકાત્મક તસવીર

'સી.પી.' એ મંગાવ્યો હતો દારૂ!, પાયલોટિંગ માટે કાર પણ રખાઇ હતી, 17 લાખના દારૂ સહિત કુલ 30 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદ : એકતરફ સરકાર દારૂબંધી (Liqour Ban) હોવાના બણગા ફુંકી રહી છે. તેવામાં જ નરોડા (Naroda) વિસ્તારમાંથી ક્રાઇમબ્રાંચે (Ahmedabad Crime Branch) 17 લાખનો દારૂનો (Liquor) જથ્થો ઝડપી પાડ્યો છે. ક્રાઇમબ્રાંચે (Crime Branch) બાતમીના આધારે પાયલોટિંગ કરી રહેલી કારને પણ કબજે લીધી હતી. જ્યારે 17 લાખના દારૂ સાથે કુલ 30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. તપાસમાં (investigation) સામે આવ્યું કે સી.પી નામના કોઇ વ્યક્તિએ આ દારૂનો જથ્થો મંગાવ્યો હતો.

અમદાવાદ ક્રાઇમબ્રાંચને બાતમી મળી હતી કે નરોડા દહેગામ રોડ પર જીઇબીની ઓફિસ પાસેથી એક ટ્રક દારૂનો જથ્થો ભરીને પસાર થવાની છે. જેથી ટીમ આ વિસ્તારમાં વોચમાં ગોઠવાઇ ગઇ હતી. બાતમી મળી હતી તે વર્ણન વાળી પહેલા એક કાર આવી અને પાછળ ટ્રક આવતી હતી. પોલીસે પહેલા તો કારને રોકી તેમાં બેઠેલા જીતેન્દ્રસિંગ રાઠોડ, રાજેન્દ્રસિંગ રાઠોડની અટકાયત કરી હતી. બાદમાં પાછળ આવતી ટ્રક પોલીસે રોકી અને તેમાંથી ડ્રાઇવર
અસરફઅી મન્સુરી અને ક્લીનર અલીમહોમદ અલવીની અટકાયત કરી હતી. પોલીસે ટ્રકની તપાસ કરી તો તેમાં ચોખાના ભુસાની બોરીઓ પડી હતી. અને પાછળના ભાગે દારૂની અલગ અલગ વિદેશી બ્રાન્ડની પેટીઓ પડી હતી. પોલીસે ક્રાઇમબ્રાંચે આ મુદ્દામાલ લાવી ગણતરી કરતા કુલ 5040 નંગ દારૂની બોટલોનો જથ્થો ટ્રકમાંથી મળ્યો હતો. પોલીસે 17 લાખનો દારૂ, 10 લાખની ટ્રક, કાર અને મોબાઇલ ફોન સહિતનો કુલ 30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો

આ પણ વાંચો :  અમદાવાદ : કાર પાર્ક કરતાં પહેલાં સાવચેત રહેજો!, મ્યૂઝિક સિસ્ટમ ચોરી કરતી ગેંગ સક્રિય

પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા તેઓએ કબૂલાત કરી કે આ જથ્થો અંબાલામાં એક ઢાબા પરથી સુરેન્દ્ર ચૌધરી નામના શખ્સે ભરી આપ્યો હતો. અને આ જથ્થો રાજસ્થાનના સી.પી. નામના કોઇ શખ્સે મંગાવ્યો હતો પણ ડિલિવરી ક્યાં કરવાની હતી તે બાબતે જણાવાયું ન હોવાની આરોપીઓએ કબૂલાત કરી હતી. હાલ સમગ્ર મામલે પોલીસે ચાર લોકોની ધરપકડ કરી દારૂ આપનાર અને મંગાવનારની શોધખોળ હાથ ધરી છે.
First published: November 8, 2019
વધુ વાંચો
अगली ख़बर