અમદાવાદ : MPથી હથિયારો લાવી વેચવા નીકળેલા સોહિલ ઉર્ફે બાપુડીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો


Updated: August 23, 2020, 8:04 AM IST
અમદાવાદ : MPથી હથિયારો લાવી વેચવા નીકળેલા સોહિલ ઉર્ફે બાપુડીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
પ્રતિકાત્મક તસવીર

ગોરધન ઝડફિયાની હત્યા કરવા માટે આવેલા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે અને તેની તપાસ શરૂ છે તેવા સમયમાં શહેરમાં હથિયારો વેચવા નીકળેલો શખ્સ ઝડપાતા ચકચાર

  • Share this:
અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં (East ahmedabad) હજુય હથિયારોની હેરાફેરીનો (Selling of weapons) અંત આવ્યો નથી. આવું એટલે કહેવાય છે કેમકે ગોમતીપુર, ઓઢવ, બાપુનગર જેવા અનેક વિસ્તારોમાંથી અવાર નવાર અનેક લોકો હથિયાર સાથે પકડાતા હોય છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad crime branch) વધુ એક શખ્સની ગોમતીપુરમાં થી હથિયારો (Man arrested with weapons) સાથે ધરપકડ કરી છે. સોહિલ ઉર્ફે બાપુડી (Sohel alias bapudi) નામનો આ વ્યક્તિ એમપીથી (MP) આ હથિયારો લાવ્યો હતો અને ગોમતીપુરમાં વેચવા નીકળ્યો ત્યારે જ ઝડપાઇ ગયો હતો.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે એક યુવક ગોમતીપુરમાં આવેલી વિક્રમ મિલ પાસેથી હથિયાર લઈને પસાર થવાનો છે. જેથી ક્રાઇમ બ્રાન્ચે ત્યાં વોચ ગોઠવી હતી. ત્યારે ત્યાંથી એક શંકાસ્પદ યુવક નીકળતા જ તેની અટકાયત કરી તપાસ કરી હતી.

આ પણ વાંચો :  અમદાવાદ : સસરાએ અપાવેલા ફ્લેટમાં રહેતી મહિલા સાથે જમાઈને થયો પ્રેમ, પત્નીએ કરી પોલીસ ફરિયાદ

સોહેલ ઉર્ફે બાપુડી કાદરી નામના જૂનાગઢ ના આ યુવકની અટકાયત કરી હતી. પોલીસે તપાસ કરી તો તેની પાસેથી  બે પીસ્ટલ, ચાર કાર્તિઝ, એક મેગઝીન મળી આવ્યા હતા.

જે બાબતે તેની ઘનિષ્ઠ પૂછપરછ કરતા જ તે ભાંગી પડ્યો અને કબૂલાત કરી કે આ હથિયાર તે મધ્યપ્રદેશ ના છોટુ સરદાર નામના વ્યક્તિ પાસેથી ચારેક માસ પહેલા લાવ્યો હતો. આજે તે ગોમતીપુરમાં વેચવા જવાનો હતો અને તે પહેલા જ પકડાઈ ગયો હતો. જોકે આ હથિયાર કોણ ખરીદવાનું હતું તે દિશામાં પણ પોલીસે હવે તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો :  રાજ્યમાં કોરોનાના નવા 1212 કેસ નોંધાયા, એક દિવસમાં સૌથી વધારે 75,258 ટેસ્ટ કરવામાં આવ્યા
Published by: Jay Mishra
First published: August 23, 2020, 8:03 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading