અમદાવાદ : હત્યા કરીને ફરાર થઈ ગયેલા વિજય ઉર્ફે બકરાની માતા સાથે ધરપકડ, ક્રાઇમ બ્રાન્ચે કરી કાર્યવાહી


Updated: August 4, 2020, 8:52 PM IST
અમદાવાદ : હત્યા કરીને ફરાર થઈ ગયેલા વિજય ઉર્ફે બકરાની માતા સાથે ધરપકડ, ક્રાઇમ બ્રાન્ચે કરી કાર્યવાહી
વિજય બકારની સાથે હત્યા કેસમાં આરોપી તેની માતા પણ ઝડપાઈ

મર્ડર કરીને વિજય ઉર્ફે બકરો વાળ નાના કરીને સંતાયો હતો, પોલીસને બાતમી મળતા અનેક ગુનામાં સંડોવાયેલા કુખ્યાત આરોપીને ઝડપી પાડ્યો

  • Share this:
અમદાવાદ : ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad crime branch) હત્યાના (accuse of murder) ગુનામાં ફરાર માતા-પુત્ર ને પકડી પાડ્યા છે. આરોપી વિજય ઉર્ફે બકરા અને તેની માતા મંજુ બેનને બાતમીના (Vija bakara) આધારે પકડી કાર્યવાહી શરૂ કરી છે.બનાવની વિગત એવી છે કે અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં ગત 31 જુલાઈ ના રોજ 5 જેટલા આરોપીઓ ભેગા થઈ ને સંજય મરાઠી નામના વ્યક્તિ ઉપર હુમલો કર્યો હતો અને જેમાં સંજય ભાઈ નું મોત થયું હતુ.

પોલીસે આ કેસમાં  હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી અને કુલ 5 લોકો સામે ગુનો દાખલ કર્યો હતો. જેમાં વિજય,ભરત,અજય,મેહુલ અને મંજુનો સમાવેશ થાય છે.પોલીસે આગાઉ 2 આરોપીઓ ની ધરપકડ કરી લીધી હતી અને બાકીનાં આરોપીઓ ફરાર હતા.

આ પણ વાંચો :   સુરત : પિતરાઈને રાખડી બાંધવા જઈ રહેલી બહેને પતિ ગુમાવ્યો, અકસ્માતમાં માથું છૂંદાઈ જતા મોત

ક્રાઈમ બ્રાન્ચ ને માહિતી મળી હતી કે આ કેસમાં આરોપી વિજય પોતાના વાળ નાના કરી છુપાઈને ગુપ્તાં વસવાટ કરી રહ્યો છે, અને જે માહિતી ના આધારે પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. જોકે તેની સાથે હત્યા માં સામેલ તેની માતા પણ પોલીસ ના હાથે આવી ગઈ હતી.

પોલીસનું કેહવું છે કે આ ગુના માં આરોપી વિજય અને મરનાર વચ્ચે જૂની અદાવત ચાલી રહી હતી અને જેમાં તેને આ હત્યા ની ઘટના ને અંજામ આપ્યો છે. પલીસ તપાસ માં સામે આવ્યું છે કે આરોપી વિજય આગાઉ ચોરી,ચેઇન તોડવા અને વાહન ચોરી જેવા 15 થી વધુ ગુનાઓ માં પકડાઈ ચુક્યો છે.અને તેની માતા પણ નોટો ના બંડલમાં કાગળો નાખી છેતરપિંડી ના ગુના માં પકડાઈ ચુકી છે.
Published by: Jay Mishra
First published: August 4, 2020, 8:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading