Home /News /madhya-gujarat /

અમદાવાદ : ચેઇન સ્નેચરના કાકાની બાઇક ચોરાઈ, એક વર્ષ બાદ ચોર પકડાતા પોલીસ ફરિયાદ

અમદાવાદ : ચેઇન સ્નેચરના કાકાની બાઇક ચોરાઈ, એક વર્ષ બાદ ચોર પકડાતા પોલીસ ફરિયાદ

પ્રતિકાત્મક તસવીર

વિચિત્ર કેસની આશ્ચર્ય ચકિત કરતી આંટીઘૂંટીઓ, ફરિયાદીનો ભત્રીજો ચેઇન સ્નેચર, ચોરી કરનાર અન્ય શખ્સ પણ નીકળો ચેઇન સ્નેચર

અમદાવાદ: શહેરમાં વાહન ચોરીનો અજીબ કિસ્સો સામે આવ્યો છે. વર્ષ 2019 માં એક વાહન ચોરી થયું હતું. આ બાઇક એક ચેઇન સ્નેચર લઈને નીકળ્યો હતો અને તેના કાકા નું આ બાઇક હતું. પણ તે ક્યાં ગયો હતો અને ક્યાં બાઇક ખોવાઈ ગયુ હતું તે અંગે તે જાણતો ન હતો. વાહનના ડોક્યુમેન્ટ પણ ન હોવાથી જે તે સમયે ફરિયાદ થઈ નહોતી. પણ તે સમયે બાઇક લઈને જનાર આ યુવક એલિસબ્રિજ પોલીસના હાથે ચેઇન સ્નેચિંગના ગુનામાં પકડાયો હતો. બાદમાં હવે સેટેલાઈટ પોલીસે એક શખ્સ ને આ વાહન સાથે પકડતા ગુનાનો ભેદ ઉકેલાયો છે અને એક વર્ષ બાદ વાહન ચોરીની ફરિયાદ નોંધાઈ છે.

પાલડી ગામમાં રહેતા વિનોદભાઈ રાવળ વોટરલેવલ મશીનનો વેપાર કરે છે. તેમની પાસે જે બાઇક હતું તે તેમનો ભત્રીજો રાકેશ રાવળ વાપરતો હતો. વર્ષ 2019માં 20 મી જુનના રોજ તેમનો ભત્રીજો આ બાઇક લઈને નીકળ્યો હતો. મોડી રાત્રે 11 વાગ્યે રાકેશ બાઇક લીધા વગર ઘરે આવ્યો હતો. બીજે દિવસે સવારે બાઇક બાબતે પૂછતાં રાકેશે કહ્યું કે કે તે રાત્રે ક્યાં ગયો, બાઇક ક્યાં ગયું તે કઈ જ યાદ નથી.

આ પણ વાંચો :   Sushant Death Case : CBI તપાસમાં સુશાંતના મિત્ર સિદ્ધાર્થ પીઠાની અને રસોયાના નિવેદનોમાં અંતર, દાળમાં કાળુ?

વિનોદભાઈ તેમનું આ બાઇક શોધતા હતા પણ તે દરમિયાન જ તેમનો ભત્રીજો પોલીસ ગિરફતમાં આવી ગયો હતો. રાકેશ ચેઇન સ્નેચિંગના ગુનામાં એલીસબ્રિજ પોલીસના હાથે ઝડપાયો અને બાદમાં સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે તેને પોલીસે મોકલી આપ્યો હતો. જેથી વિનોદભાઈ આ બાઇક શોધી શક્યા નહોતા. પણ બાઇક જૂનું હોવાથી તેનો વીમો કે આરસી બુક પણ ન હોવાથી તેમણે પોલીસ ફરિયાદ કરી નહોતી.

આ પણ વાંચો :   અમદાવાદ : MPથી હથિયારો લાવી વેચવા નીકળેલા સોહિલ ઉર્ફે બાપુડીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

બાદમાં ગઈકાલે વિનોદભાઈ ને સેટેલાઇટ પોલીસસ્ટેશનમાં થી ફોન આવ્યો હતો કે અનિલ અલગોતર નામના શખ્સ ને બાઇક સાથે પકડયો છે. જેથી વિનોદભાઈએ પહેલા વાહનના ડોક્યુમેન્ટ શોધ્યા હતા. ડોક્યુમેન્ટ મળતા જ તેઓ સેટેલાઇટ પોલીસસ્ટેશન ગયા હતાં. જ્યાં તેમનું બાઇક પણ જણાયું હતું. આરોપી અનિલે આ બાઇક સરખેજ ગામમાંથી ચોરી કર્યું હોવાનું સામે આવ્યું હતુ.જેથી વિનોદભાઈએ આ અંગે સરખેજ પોલીસસ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે એક વર્ષ બાદ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.
Published by:Jay Mishra
First published:

Tags: Ahmedabad crime, Ahmedabad police, ગુજરાતી ન્યૂઝ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन