દેશભરમાં મહિલાઓની સુરક્ષાને લઇને પ્રયાસો ચાલી રહ્યાં છે, જો કે હજી પણ આ મામલે ગુજરાતમાં ઘણા સુધારાની જરૂર હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં પણ મહિલાઓની છેડતીના બનાવો બની રહ્યાં છે. અહીં ચાંદખેડામાં મહિલા ડોકટરને બદનામ કરવા અને છેડતીનો પ્રયાસ થયો હતો. આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે ચાંદખેડામાં રહેતા ફિઝિયોથેરાપિસ્ટ એક મહિલા ડોક્ટરને છેલ્લા કેટલાક દિવસથી હેરાન કરવામાં આવી રહ્યાં હતા. આ અંગે મહિલા ડોક્ટરે જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી તેમના ફોનમાં અલગ અલગ મોબાઇલ નંબરથી કોલ આવતા હતા. અને ફોનમાં અભદ્ર ભાષાનો ઉપયોગ થઇ રહ્યો હતો. થોડા દિવસ તો ડોક્ટરે કેટલાક નંબર બ્લોક કરી વાતને ઇગ્નોર કરી પરંતુ આ વાત અહીંથી ન અટકી અને કોઇ અજાણ્યા શખ્સોએ મહિલા ડોક્ટરના જૂના ક્લિનિક પર પોસ્ટરો મોકલ્યા, આ પોસ્ટરોમાં ગંદુ ગંદુ લખ્યું હતું અને ડસ્ટબિનમાં ત્રણ મોબાઇલ પણ પડ્યા હતા.
સમગ્ર મામલે મહિલા ડોક્ટરે પોતાના સસરા વાત કરી, ત્યારબા તેમના સસરા ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગયા, ત્યારબાદ ફરિયાદ દાખલ કરી, પોલીસે તમામ વિગતો નોંધી હાલ તપાસ હાથ ધરી છે, જો કે આ કામ પાછળ કોનો હાથ છે અને શા માટે ડોક્ટરને હેરાન કરવામાં આવતા હતા તેતો આરોપીની ધરપકડ બાદ જ સામે આવશે.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર