અમદાવાદમાં શેઠ સીએન વિદ્યા વિહાર દ્વારા દિવાળીની વિશિષ્ટ ઉજવણી

News18 Gujarati
Updated: November 5, 2018, 7:37 AM IST
અમદાવાદમાં શેઠ સીએન વિદ્યા વિહાર દ્વારા દિવાળીની વિશિષ્ટ ઉજવણી

  • Share this:
દિવાળીનો તહેવાર એટલે ખુશીઓ વહેંચવાનો તહેવાર, ઘર તથા આસપાસ રોશની કરવામાં આવે છે, ત્યારે શેઠ સી એન વિદ્યાવિહાર સંસ્થા કિશોર વિદ્યાવિહારે અનોખી રીતે દિવાળીની ઉજવણી કરી હતી. સંસ્થાના આચાર્યના માર્ગદર્શન હેઠળ બાળકોએ જરૂરિયાતમંદ બાળકો તથા પરિવારો સાથે ખુશીઓ વહેચી હતી.

શેઠ સી એન વિદ્યાવિહારની સંસ્થા કિશોર વિદ્યાલયના આચાર્ય અને શિક્ષકોના માર્ગદર્શન સાથે વિદ્યાર્થીઓએ જરૂરિયાતમંદ વિસ્તારમાં જઈને તે વિસ્તારના બાળકો તેમ જ વાલીઓ સાથે બેસી સમૂહ પ્રાર્થના કરવા સાથે વ્યસન મુક્તિ, આરોગ્ય જાળવણી,સ્વચ્છતા જાગૃતિ વિષયક વિચારો રજૂ કર્યા હતા.

બાળકોએ જરૂરિયાતમંદ પરિવારો સાથે દિવાળીની ખુશીઓ વહેંચી હતી.


સાથે જ 370થી વધુ રાષ્ટ્રીય બાંધવોને ફરસાણ, મીઠાઈ તેમજ વસ્ત્રો અર્પણ કરીને દિવાળીની પરસ્પર શુભેચ્છાઓ પાઠવી વિશિષ્ટ ઉજવણી કરી હતી. નિયામકશ્રી ડો. કિરીટ જોષીએ જણાવ્યું હતું કે ડિગ્રી મેળવવા વાંચેલું બધું જ ભૂલી જાવ અને પછી જે બાકી રહે તે કેળવણી છે અમારી સંસ્થાની આ પ્રવૃત્તિ તે કેળવણીનો એક ભાગ છે.
First published: November 4, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading