Home /News /madhya-gujarat /

અ'વાદઃ એક તરફી પ્રેમીએ આપી ગેંગરેપની ધમકી, યુવતીનો આપઘાતનો પ્રયાસ

અ'વાદઃ એક તરફી પ્રેમીએ આપી ગેંગરેપની ધમકી, યુવતીનો આપઘાતનો પ્રયાસ

ધમકી આપનાર યુવક અને આપઘાત કરનાર યુવતી

30 જુલાઈના રોજ કનુ આ યુવતીના ઘરે આવ્યો હતો અને કહ્યું હતું કે ' તમે જ્યાં સગાઈ કરી છે ત્યાં છોકરાને મેં કહી દીધું છે કે આ મારી મંગેતર છે તેની સાથે લગ્ન કરવાના છે. જો તમે બીજી જગ્યાએ લગ્ન કરાવ્યા તો યુવતીને ઉઠાવી જઈ ગેંગરેપ કરીશ.

  હર્મેશ સુખડિયા, અમદાવાદ, શહેરની સોલા પોલીસ દ્વારા મહિલાઓને હેરાન કરતા રોમિયોની સામે કાર્યવાહી અને ગુનો ન નોંધવાના કારણે બે દિવસ પહેલા ચાંદલોડિયામાં પ્રેમમાં પાગલ બનેલા પ્રેમીએ યુવતીને છરીના ઘા માર્યા હતા. હવે આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં એક તરફથી પ્રેમીએ યુવતીને ગેંગરેપ અને જબરજસ્તીથી લગ્ન કરવાની ધમકી આપી હતી, કંટાળેલી યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

  પ્રાપ્ત વિગત પ્રમાણે ચાણકયપુરીમાં રહેતી યુવતીને તેના ઘરની સામે જ દુકાન ધરાવતા યુવકે ઘરમાં ઘુસી ગેંગરેપ કરવાની અને સગાઈ તોડી નાખવાની ધમકી આપતા યુવતીએ પાંચમા માળેથી કૂદી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવતી હાલ અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અને તેની કમર અને એક હાથમાં ઇજા થઇ છે.ઘાટલોડિયાના ચાણક્યપુરી વિસ્તારમાં સેક્ટર-3માં રહેતા અને ચપ્પલ બનવવાનું કામ કરતો યુવક માતા, નાના ભાઈ અને બહેન સાથે રહે છે. યુવકના ઘરની સામે જ ફેશન કિંગ નામની કનુ સિંગાડીયાની દુકાન આવેલી છે. ચપ્પલ બનાવવાનું કામ હોવાથી તેઓ સાથે વ્યાપારી સંબંધ હતા. યુવકની બહેનની તાજેતરમાં જ રાજસ્થાન ખાતે સગાઈ કરી છે.

  અહીં ક્લિક કરી વાંચોઃ સુરતમાં સચિનની ફરારીમાં નીકળી દીક્ષા લેનારા 2 સંન્યાસી શોભાયાત્રા

  30 જુલાઈના રોજ કનુ આ યુવતીના ઘરે આવ્યો હતો અને કહ્યું હતું કે ' તમે જ્યાં સગાઈ કરી છે ત્યાં છોકરાને મેં કહી દીધું છે કે આ મારી મંગેતર છે તેની સાથે લગ્ન કરવાના છે. જો તમે બીજી જગ્યાએ લગ્ન કરાવ્યા તો યુવતીને ઉઠાવી જઈ ગેંગરેપ કરીશ. જબરજસ્તીથી લગ્ન અને ગેંગરેપની ધમકી આપતા યુવતીએ ધાબા પરથી કૂદી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવતીને તતાકાલિક સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઉપરથી નીચે પડતા તેની કમર અને એક હાથ તૂટી ગયો હતો.

  સોલા પોલીસ સામે વાળી વ્યક્તિ સાથે મળી ગઈ છે

  યુવતીના ભાઈએ જણાવ્યું કે અસારવા સિવિલ હોસ્પિટલમાં મારી બહેનને લઈ ગયા બાદ સોલા પોલીસ ત્યાં આવી હતી. માત્ર એક કાગળમાં સહી કરાવી લીધી હતી. ડાઇગ ડિકલેરેશન નથી લીધું છતાં તેઓ લઇ લીધું તેમ કહી જતા રહ્યા હતા. પોલીસ કોઈ માહિતી આપતી નથી. મારી બહેનને હોસ્પિટલમાં લઈ ગયા બાદ પણ અમને ધમકી આપવામાં આવી હતી કે પોલીસને એવું લખાવજો કે વાળ ઓળતા નીચે પડી ગઈ હતી. સોલા પોલીસે પણ કશું કર્યું નહિ પોલીસ પણ સામેવાળી વ્યક્તિને મળી ગઈ છે અને તેઓ કહે તેમ જ કાર્યવાહી કરે છે. સોલા પોલીસે કાર્યવાહી ન કરતા અમે મુખ્યમંત્રી અને કમિશનર ઓફિસ ગયા હતા. કમિશનર ઓફિસમાં રજુઆત કરવી પડી હતી અને ત્યાંથી દબાણ આવતા સોલા પોલીસે ગઈકાલે અમારી ફરિયાદ લીધી છે.

  મહિલાઓની સુરક્ષા પર સવાલ

  શહેર પોલીસ કમિશનર એ.કે. સિંઘ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ SHE ટીમ બનાવી મહિલાઓની સુરક્ષાની વાતો કરે છે. પરંતુ તેમની પોલીસ જ સુરક્ષાની જગ્યાએ કાર્યવાહી નથી કરતી તેવી ફરિયાદો ઉઠી છે. સોલા પોલીસ ગુનો ન નોંધવાની બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવતા શું પોલીસ કમિશનર પીઆઈ અને પોલીસકર્મીઓ સામે પગલાં લેશે કે હજી આવી યુવતીઓએ આપઘાતના પ્રયાસ કરવાના વારા આવશે તે સવાલ ઉભો થાય છે.
  Published by:Sanjay Vaghela
  First published:

  Tags: Gang rape, Girl suicide, Threat to rape, આત્મહત્યા

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन