ઉત્તરાયણમાં ઉંધીયું-જલેબી ખાતા પેલા ચેતજો, થઇ રહી છે ભેળસેળ

News18 Gujarati
Updated: January 13, 2019, 4:40 PM IST
ઉત્તરાયણમાં ઉંધીયું-જલેબી ખાતા પેલા ચેતજો, થઇ રહી છે ભેળસેળ

  • Share this:
ઉતરાયણ માટે તમે તમામ તૈયારીઓ કરી જ લીધી હતી, બાળકોથી લઇને યુવાનોએ ફીરકી, પતંક તૈયાર કરી લીધા છે, તો ગૃહેણીઓએ રસોઇની તૈયારી કરી લીધી છે. ઉતરાયણમાં ઉંધીયું-જલેબી ખાવાનો રિવાજ છે, લોકો ઘરે જમવાને બદલે બહારથી ઉંધીયું-જલેબી મગાવી આરોગવાનું પસંદ કરે છે, પરંતુ બહારથી ઉંધીયું આરોગતા પહેલા ચેતી જજો, કારણ કે બજારમાં વાસી ઉંધીયું-જલેબી વેચાઇ રહી છે.

અહીં ક્લિક કરી જુઓ પ્રેમીકાને મળવા ગયેલા યુવકનું ગામ લોકોએ કર્યું મુંડન, વીડિયો વાયરલ

અમદાવાદ શહેરમાં ઉત્તરાયણના તહેવારને લઈ શહેરમાં આરોગ્ય વિભાગના દરોડા પાડ્યા હતા. ઊંધીયું અને જલેબી વેંચતા ફરસાણના વેપારીઓને ત્યાં ચેકિંગ દરમિયાન ભેળસેળ સામે આવી હતી. વધુ નફો રળવા ભેળ સેળ થતી હોવાની આશંકાથી શહેર ભરમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા.

AMCના હેલ્થ વિભાગની અલગ અલગ ટીમ બનાવી ચેકિંગ કામગીરી હાથ ધરી હતી. જેમાં અલગ અલગ ઝોનમાં 5થી 6 ટીમો દ્વારા કાર્યવાહી દરમિયાન ઉંધીયુ, જલેબી, શીંગ-તલની ચીક્કીના નમૂના લેવામાં આવ્યા હતા. આ નમૂના લેબોરેટરી તપાસ માટે મોકલશે, ત્યારબાદ રિપોર્ટ આવ્યા બાદ રેસ્ટોરન્ટ અને વેપારી વિરુદ્ધ કાયદાકીય પગલા લેવામાં આવશે.
First published: January 13, 2019, 4:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading