શબે બરાતે ગુજરાતની તમામ મસ્જિદો બંધ, મુસ્લિમ બિરાદરોને ઘરે જ ઇબાદત કરવાની અપીલ

News18 Gujarati
Updated: April 9, 2020, 8:34 AM IST
શબે બરાતે ગુજરાતની તમામ મસ્જિદો બંધ, મુસ્લિમ બિરાદરોને ઘરે જ ઇબાદત કરવાની અપીલ
પ્રતિકાત્મક તસવીર

રાજ્યની સમગ્ર મસ્જિદોએ ઘરમાં જ રહીને ઇબાદત કરવાની અપીલ કરી છે.

  • Share this:
અમદાવાદ : કોરોના વાયરસનાં કારણે લૉકડાઉનની પરિસ્થિતિ છે. ત્યારે કોઇપણ ધર્મનાં કોઇપણ તહેવારમાં ધાર્મિક સંસ્થાઓએ જ ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરે છે. બીજી તરફ ગુજરાતીઓ પણ આ પરિસ્થિતિને સમજીને ઘરમાં જ રહીને બંદગી કરે છે. ત્યારે ગઇકાલે એટલે બુધવારે હનુમાન જયંતી હતી ત્યારે પણ કોઇ ભક્તો બહાર આવ્યાં ન હતા. આજે મુસ્લિમ બિરાદરો પવિત્ર શબે બરાતની ઉજવણી કરશે. ત્યારે રાજ્યની સમગ્ર મસ્જિદોએ ઘરમાં જ રહીને ઇબાદત કરવાની અપીલ કરી છે.

આજે સબે બરાતની પવિત્ર રાત્રિએ મુસ્લિમ બિરાદરો સામાન્ય રીતે કબ્રસ્તાન જઈ અને પોતાના મરહુમોની યાદમાં પ્રાર્થના કરતા હોય છે. જે બાદ રાત્રે જાગરણ કરી ઇબાદત કરતા હોય છે. ત્યારે લૉકડાઉનની સ્થિતિમાં અમદાવાદમાં મસ્જિદો અને કબ્રસ્તાનમાં કોઈને પણ પ્રવેશ આપવામાં નહીં આવે તેવા બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત મુસ્લિમ આગેવાનો અને ધર્મગુરુઓએ પણ ઘરમાં જ રહીને ઈબાદત કરવા મુસ્લિમ બિરાદરોને અપીલ કરી છે.

આ પણ વાંચો : અમદાવાદ : લૉકડાઉનમાં એમ્બ્યુલન્સમાં દેશી દારૂની હેરાફેરી કરતા 2 લોકો ઝડપાયા

ગુજરાત રાજ્ય વકફ બોર્ડે પણ તમામ નોંધાયેલા ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓને લેખિતમાં જાણ કરી મસ્જિદ અને કબ્રસ્તાનમાં કોઈપણ વ્યક્તિ ન જાય તે માટેની ખાસ વ્યવસ્થા કરવા પણ આદેશ કર્યો છે. અમદાવાદ શહેરમાં કબ્રસ્તાન પર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે, બુધવારે સાંજે 6 વાગ્યાની સ્થિતિમાં સરકારી યાદી પ્રમાણે, રાજ્યમાં કોરોના વાયરસના કુલ 186 પોઝિટિવ કેસ નોંધાયા છે. મંગળવારે રાજ્યમાં કોરોના વાયરસના કુલ 29 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે બુધવારે આંશિક રાહત મળતા 11 કેસ સામે આવ્યા છે. બુધવાર સુધી રાજ્યમાં કોરોનાને કારણે કુલ 16 લોકોનાં મોત થયા છે. અત્યારે બે દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે 25 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

આ વીડિયો પણ જુઓ - 
First published: April 9, 2020, 8:26 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading